જ્યારથી આંધ્રપ્રદેશે પોતાના પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી સ્થળાંતર કર્યું હતું, નાયડુ ત્યારથી કૃષ્ણા નદીના કિનારે ઉંદાવલ્લી સ્થિત આ આવાસમાં રહ્યા હતા. હવે હૈદરાબાદ એ તેલંગાણાની રાજધાની બની ગયું છે.
આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રજા વેદિકાનું નિર્માણ APCRDA દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાનના આવાસના એક વિસ્તારના રૂપમાં કરવામાં આવ્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં નિર્માણ પામેલા આ આવાસનો ઉપયોગ નાયડુ અધિકારિક ઉદ્દેશ્યોની સાથે જ પક્ષની બેઠકો માટે પણ કરતા હતા.
નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યપ્રધાન વાઈ. એસ. જગન મોહન રેડ્ડીએ પત્ર લખીને આ નિવાસનો ઉપયોગ બેઠકો માટે કરવા દેવાની અનુમતિની માગ કરી હતી. તેમણે સરકાર પાસે આગ્રહ કર્યો હતો કે, તેઓ તેને વિરોધપક્ષના આવાસ તરીકે જાહેર કરી દે.
પરંતુ શુક્રવારે સરકારે પ્રજા વેદિકાને કબજા હેઠળ લેવાનો નિર્ણય કર્યો અને જાહેર કર્યું કે, કલેક્ટરોનું સંમેલન આ જગ્યા પર યોજાશે. પહેલા આ સંમેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નક્કી હતું. નાયડુ આ સમયે પરિવારના સભ્યોની સાથે વિદેશમાં રજા માણી રહ્યાં છે.
TDP નેતા અને વિધાન પરિષદના સભ્યો અશોક બાબુએ કહ્યું કે, સરકારી કર્મચારીઓએ નાયડુના સન્માનને બહાક ફેંકી દીધું. તેમનો આરોપ છે કે, પરિસરને કબજામાં લઈને સરકારે નિર્ણય અંગે પક્ષને જાણ પણ કરી ન હતી.
નગરપાલિકા પ્રધાન બોત્સા સત્યનારાયણે કહ્યું કે, નાયડુની સાથે તે પ્રકારે જ વર્તાવ કરવામાં આવશે, જે પ્રકારનો વર્તાવ જગન મોહન રેડ્ડીની સાથે કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ વિરોધપક્ષ નેતા હતા.