ETV Bharat / bharat

ISIS જાસૂસ હોવાના આરોપ પર ભડક્યા દિગ્ગી, કહ્યું- હું જાસૂસ છું, તો ધરપકડ કેમ નથી કરતા? - દિગ્વિજય સિંહ પર જાસૂસનો આરોપ

ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવ અને અમિત માલવીયના હિન્દુ આતંકવાદ અને ISISના જાસૂસ હોવાના આરોપ પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, જો હું જાસૂસ છું, તો મારી ધરપકડ કેમ કરવામાં આવતી નથી?

ETV BHARAT
ISI જાસૂસ જણાવવા પર ભડક્યા દિગ્વિજય
author img

By

Published : Feb 20, 2020, 11:03 AM IST

નવી દિલ્હી: મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની આત્મકથામાં હિન્દુ આતંકવાદનો ઉલ્લેખ થયા બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવ અને અમિત માલવીયાએ કોંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર ઘણા આરોપ લગાવ્યાં હતાં, જે બાદ દિગ્વિજય સિંહે આ આરોપોમાં પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, જો હું જાસૂસ છું તો મારી ધરપકડ કેમ નથી કરતા?, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ અક્ષમ છે?

ISI જાસૂસ જણાવવા પર ભડક્યા દિગ્વિજય

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપ પ્રવક્તા નરસિમ્હાવ રાવ અને અમિત માલવીયાએ મારા પર ISISના જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે. જો એવું હોય, તો PM મોદી અને શાહ અક્ષમ છે, તેમણે મારી ધરપકડ કેમ નથી કરી? આગળ કહ્યું કે, હું રાવ અને માલવીયાને માનહાનિની નોટીસ મોકલીશ.

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા નરસિમ્હા રાવે કહ્યું હતું કે, કોંગ્રેસના હિન્દુ આતંકવાદના વિચાર અને લશ્કર-ISISના 26/11 હુમવા વચ્ચે સંબંધ જોવા મળે છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, શું કોઈ ભારતીય ISISના આતંકવાદીઓને હિન્દુ જણાવવાની કામગીરી કરે છે? શું દિગ્વિજય સિંહ હેન્ડલરના રૂપે કામગીરી કરી રહ્યા હતા?

ભાજપ નેતા અમિત માલવીયાએ પણ ટ્વીટ શેર કરીને લખ્યું કે, 26/11ના આતંકી હુમલા બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે RSSને કસૂરવાર ગણાવ્યું હતું.

ETV BHARAT
અમિત માલવીયનું ટ્વીટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.