ETV Bharat / bharat

ઈરાને આડકતરી રીતે ભારત પર કર્યો કટાક્ષ, કહ્યું - પરવાનગી લઇને સંબંધ ચાલતો નથી - રેલ્વે પ્રોજેકેટમાં ઇરાન ચીન સાથે સોદા પર આગળ વધશે

ચાબહારના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટમાંથી ભારતને હાંકી કાઢ્યા બાદ બુધવારે ઇરાને બેલ્ટ એન્ડ રોડ અને ચીન-પાકિસ્તાને આર્થિક કોરિડોરનું સમર્થન કર્યું છે. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂત સૈયદ મોહમ્મદ અલી હુસેનીએ કહ્યું છે કે, બીઆરઆઈ અને સીપીઇસી ચીન, ઈરાન અને પાકિસ્તાન સહિતના સમગ્ર વિસ્તાર માટે ફાયદાકારક છે.

etv bharat
ઈરાને નામ લીધા વિના ભારત પર કટાક્ષ કર્યો, કહ્યું - સંબંધ પરવાનગીથી ચાલતું નથી
author img

By

Published : Jul 16, 2020, 2:50 PM IST

તેહરાન: ચાબહાર બંદરગાહને ભારતમાં પાકિસ્તાન-ચીન આર્થિક કોરિડોર હેઠળ બનાવવામાં આવેલા ગ્વાદર બંદરગાહનો જવાબ માનવામાં આવે છે. જો કે, હવે ઈરાન ચીન સાથે 400 અરબ ડોલરના સોદા પર આગળ વધી રહ્યું છે અને તેના પ્રોજેક્ટ્સને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યું છે.

ઈરાનના રાજદૂતે ભારતનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. ઈરાની રાજદૂતે ભારત વિના રેલવે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાના ચાબહારના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે કેટલાક દેશોની સરકારો ઇરાન સાથેના તેમના સંબંધોમાં રસ દાખવતા નથી અને સામાન્ય વાટાઘાટો માટે પણ તેમને અન્યની પરવાનગીની જરૂર હોય છે, તો પછી તેઓ કેવી રીતે લાંબા ગાળાની ભાગીદારી પર કામ કરી શકશે?

હુસેનીએ બીઆરઆઈ અને સીપીઇસીની પ્રશંસા કરી હતી. તેને ઈરાનની વિદેશ નીતિમાં પરિવર્તન લાવવાનો સંકેત પણ માનવામાં આવી રહ્યું છે.

ઈરાની રાજદૂતે કહ્યું કે, નિશચિત રીતે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પ્રાદેશિક વિકાસ માટે ખાસ કરીને ઈરાન, પાકિસ્તાન અને ચીન માટે યોગ્ય મંચ છે. વિકાસનું આ મોડેલ ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ આ ક્ષેત્રના અન્ય દેશો વચ્ચે સહકારનું પણ એક મોડેલ છે.

અહેવાલો અનુસાર ઈરાને ભારત તરફથી મળતા નાણાંની વિલંબને ટાંકીને ચાબહારના રેલવે પ્રોજેક્ટ પર એકલા કામ શરૂ કરી દીધું છે. જો કે, ઈરાનના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે, જો ભારત પછીથી જોડાવા માંગે છે, તો તેના માટે દરવાજા બંધ કરાયા નથી.

ઈરાને એક તરફ ભારતને પ્રોજેક્ટમાંથી બહાર ધકેલી દીધું છે, ત્યાં એક તરફ તેણે 25 વર્ષથી ચીન સાથે 400 અબજ ડોલરની વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.

ઈરાની રાજદૂતે કહ્યું કે, ચીન અને ઈરાન વચ્ચેના સહયોગ અંગે તમામ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, બધા પશ્ચિમી દેશોના અધિકારીઓ અને મીડિયા સીપીઇસીને ગુપ્ત સોદો બનાવવા માટે વલણ અપનાવતા હતા. ઈરાન-ચીન સોદો એક જાહેર મુદ્દો છે અને તેનો ઉલ્લેખ ચીનના રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2016માં ઈરાનની મુલાકાત દરમિયાન શેર કરેલા નિવેદનમાં પણ કરવામાં આવ્યો હતો.

ઈરાની રાજદૂતે કહ્યું કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનને તેના બંધારણીય સિદ્ધાંતો હેઠળ પૂર્વ અને પશ્ચિમના દેશો સાથે લાંબા ગાળાના અને સમાવેશ કરાર કરવામાં કોઈ સમસ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.