ETV Bharat / bharat

#HappyWomensDay: સોલાનનાં વન્ડર લેડી સંજના ગોયલ...

સંજના ગોયલ એક આંત્રપ્રિન્યોર છે અને એશિયાની સૌથી વિશાળ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોસ્પિટલ, માનવ મંદિરનાં સ્થાપક ચેરમેન છે. પોતાના મનોબળ અને આત્મવિશ્વાસથી તેમણે જીવનમાં સઘળું હાંસલ કર્યું છે. તેઓ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બિમારી ધરાવે છે, પરંતુ તેમણે કદી પણ તેને એક અંતરાય નથી ગણી, પરંતુ પોતાનાં સપના સાકાર કરવા માટેનો અવસર ગણ્યો છે.

Women's Day Special: મળો સોલાનનાં વન્ડર લેડી સંજના ગોયલને

author img

By

Published : Mar 8, 2020, 10:15 AM IST

Updated : Mar 8, 2020, 11:18 AM IST

સોલાન: મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક એવી બિમારી છે, જે માનવ શરીરના સ્નાયુઓને નબળા કરી નાંખે છે, જેને કારણે વ્યક્તિ ચાલવા માટે અસમર્થ બની જાય છે, પણ જો વ્યક્તિ મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર ધરાવતી હોય, તો આ સ્થિતિ તેમને કશું પણ કરવાથી અટકાવી શકતી નથી. તેનું એક ઉદાહરણ છે, સંજના ગોયલ. સંજના મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનાં દર્દી છે, પરંતુ તેમણે કદી પણ આ બિમારીને પોતાનાં સ્વપ્નો સાકાર કરવા આડેના અંતરાય તરીકે જોઇએ નથી.

સંજના એક સફળ બિઝનેસવુમન તથા એશિયાની સૌથી વિશાળ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોસ્પિટલ, માનવ મંદિરનાં સ્થાપક ચેરમેન છે. માનવ મંદિર એ આ અસાધ્ય રોગના દર્દીઓ માટે સારૂં જીવન બનાવવાનો પ્રયાસ કરતું NGO છે.

Women's Day Special: મળો સોલાનનાં વન્ડર લેડી સંજના ગોયલને

સંજના છેલ્લાં ૧૮ વર્ષથી તેમનું જીવન વ્હીલચેરમાં પસાર કરી રહ્યાં છે. તેમણે ઘણી મહિલાઓને સોલાનમાં ‘સ્ટિચ એન્ડ સ્ટાઇલ’ નામના તેમના બ્યુટિકમાં રોજગારી પૂરી પાડીને તેમને સ્વ-નિર્ભર બનાવી છે.

સંજનાએ BSC હોમ સાયન્સમાં પીજી ડિપ્લોમા તથા પંજાબ યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. અહીં સંજના ગોયલ સાથેની ઇટીવી ભારતની વાતચીતના અંશો રજૂ કરવામાં આવ્યા છે.

આત્મવિશ્વાસ વડે વ્યક્તિ કોઇપણ મેડિકલ સમસ્યા પર જીત મેળવી શકે છે.

સંજના જણાવે છે કે, વ્યક્તિમાંથી આત્મવિશ્વાસ કાઢી લેવામાં આવે, તો કશું જ બચતું નથી. તેમણે જણાવ્યું હતું કે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો કોઇ ઇલાજ નથી, પરંતુ આ બિમારી માટે આત્મવિશ્વાસ સૌથી મોટો ઉપચાર છે. સંજના આ બિમારીથી પીડાતાં બાળકોની સારવાર માટે વિના મૂલ્યે દવાઓનું વિતરણ કરે છે અને દર્દીના પરિવારોમાં પણ બિમારી વિશે જાગૃતિ ફેલાવે છે.

સંજનાના જણાવ્યા મુજબ, "આ બિમારી એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યોને લાગુ પડે છે. મેં જોયું કે મારો ભાઇ આ સમસ્યાથી પીડાતો હતો અને હું શાળામાં હતી, ત્યારે હું સમજી ગઇ કે હું પણ સમાન સમસ્યા ધરાવું છું."

તેઓ વધુમાં જણાવે છે, "મારી પોતાની મેળે જીવવું અઘરું હતું, તે અંગે કોઇ શંકા નથી, પરંતુ સમગ્રતાયા રીતે જોતાં, તે મુશ્કેલીઓને કારણે જ હું આજે જ્યાં ઊભી છું, તે શક્ય બન્યું છે. કેટલીક વખત જીવનમાં પીડા પણ જરૂરી હોય છે."

સંજનાના જણાવ્યા પ્રમાણે, માનવ મંદિરમાં આવનારી દરેક વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાનું શીખે છે, જે સૌથી મોટો દવા છે.

તેમણે જણાવ્યું હતું કે, ફિઝિયોથેરેપી અને હાઇડ્રોથેરેપી જેવી કસરતોની મદદથી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતાં બાળકો અને પુખ્તો આત્મવિશ્વાસ અને નિડરતાથી જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.

અત્યારે ઘણું કરવાની જરૂરઃ

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સેન્ટર, માનવ મંદિર હિમાચલ સરકાર પાસેથી તમામ પ્રકારની સહાય મેળવે છે અને તેને આરોગ્ય ખાતામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.

સંજનાના મતાનુસાર, ૩૦ ટકા ડિસ્ટ્રોફીથી પીડાતી વ્યક્તિ ભવિષ્યમાં વધુ પીડા સહન કરે છે અને આથી, સરકારે આવાં લોકોની મદદ કરવા માટે ધ્યાન આપવાની જરૂર છે, જેથી તેઓ સમાજમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકે.

સંજના ઇચ્છે છે કે, તેમની આસપાસની દરેક વ્યક્તિ એ સમજે કે, પ્રેમ એક જવાબ છે અને પ્રેમ એક માર્ગ છે.

Last Updated : Mar 8, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.