નવી દિલ્હી: ભારતમાં ઈન્ટરનેટ બંધ થયા બાદ આવેલા રિપોર્ટે મોટો વિવાદ ઉભો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, ઈન્ટરનેટ બંધ થયા બાદ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
જો કે, આ જગ્યાઓ પર કાયદાને યોગ્ય રીતે લાગુ કરવા માટે અમુક લોકોએ ઈન્ટરનેટ બંધને સમર્થન આપ્યું છે, તો અમુક લોકોએ અતાર્કિક ગણાવ્યું હતું. ટેલીકોમ કંપની અને વેપારીઓને ઈન્ટરનેટ બંધ થતાં ઘણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ઈન્ટરનેટ બંધ થવાના કારણે ટેલીકોમ ઓપરેટરોને પ્રતિ કલાક દરેક વિસ્તારમાં લગભગ 2.45 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ 105 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી છે, જ્યારે 2018માં 134 વખત ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. આ આંકડાઓ સોફ્ટવેર ફ્રિડમ લો સેન્ટર દ્વારા સંચાલિત એક વેબસાઈટે આપ્યા છે.
ઈન્ડિયન કઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનૉમિક રિલેશંસ દ્વારા 2018માં કરવામાં આવેલા એક અધ્યયન અનુસાર 2012થી 2017ની વચ્ચે 16000 કલાક ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને 3.04 બિલિયન ડૉલર (21000 કરોડ)નો ફટકો પડ્યો છે.