ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ - International Day of Families

વર્ષ 1994માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઘોષણા કરવામાં આવી હતી. આ બદલાતી સામાજીક અને આર્થિક રચનાનો પ્રતિસાદ હતો. જેણે વિશ્વના ઘણા દેશોમાં કૌટુંબિક એકમોની રચના અને સ્થિરતાને સૌથી વધારે અસર કરી હતી. સૌથી આઘાતજનક બાબત એ છે કે સ્થિરતાને હજુપણ અસર થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ શરૂ થયેલા કામ અને વિશ્વભરના પરિવારો, લોકો, સમાજ અને સંસ્કૃતિને ઉજવવાનો પ્રસંગ છે. 1995થી 15મી મેએ આ દિવસ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
author img

By

Published : May 15, 2020, 11:52 PM IST

હૈદરાબાદ : યુએન જનરલ એસેમ્બલીને મુળભુત એવી કુટુંબ પ્રણાલીનું મહત્વ સમજાતા 1993માં 15મી મેના રોજ આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ જાહેર કર્યો. જ્યારે સૌ પ્રથમવાર 15ની જુન 1994ના રોજ ઉજવવામાં આવ્યો. કુટુંબ પધ્ધતિ સામાજિક એકતા અને શાંત સમાજ માટેનું સૌથી આવશ્યક તત્વ છે. વર્ષ 1996થી યુએન આ દિવસ માટે વાર્ષિક થીમ આપે છે. યુએસ સેક્રેટરીએ તો દેશની પ્રજાલક્ષી નીતિ તૈયાર કરતા લોકોને ખાસ અપીલ કરી છે કે તે કુટુંબ પધ્ધતિમાં આવતા અવરોધ નિવારવા માટે પગલા ભરે. માતા પિતાની કામ કરવાની ક્ષમતા તેમના પરિવારો માટે સ્માર્ટ ભૂમિકા નિભાવવા માટે ખાસ અસર કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય દિવસ બાળકોને કુટુંબમાં હકારાત્મક વાતાવરણ આપવાની જરુરિયાત આધારિત નીતિઓ વિકસાવવા નીતિનું ઘડતર કરનારાઓનું ધ્યાન આકર્ષિત કરવા માટેનું એક મહત્વનું સ્ત્રોત છે. કારણ કે નિષ્ક્રિય કુટુંબ પધ્ધતિ સમાજનું ઘડતર કરી શકતી નથી.
થીમ 2020

"વિકાસમાં પરિવારો: કોપનહેગન અને બેઇજિંગ + 25"

કોપનહેગન ઘોષણા - કોપનહેગન ઘોષણાએ કુટુંબને સમાજના મૂળ એકમ તરીકે માન્યતા આપી અને સ્વીકાર્યું કે તે વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેને વ્યાપક સુરક્ષા અને ટેકો મેળવવાનો હકદાર છે. સરકારોએ આગળ માન્યતા આપી કે તેના સભ્યોના અધિકાર, ક્ષમતાઓ અને જવાબદારીઓ પર ધ્યાન આપીને, કુટુંબને મજબૂત બનાવવું જોઈએ. તે યાદ અપાવે તે મહત્વનું છે કે ઘોષણાપત્રમાં એ પણ માન્યતા છે કે "વિવિધ સાંસ્કૃતિક, રાજકીય અને સામાજિક સિસ્ટમોમાં વિવિધ પ્રકારના કુટુંબના અસ્તિત્વ છે".
થીમ 2020
પરિવારમાં વિકાસઃ કોપનહેગન અને બેઇજીંગના 25 વર્ષ
આ વર્ષે કોપન હેગન ધોષણાની અને બેઇજિંગ પ્લેટફોર્મની 25મી એનીવર્સરીની 25મી એનીવર્સરીએ ખુબ પડકારજનક સમય વૈશ્વિક આરોગ્ય અને સામાજીક કટોકટીને લઇને આવ્યો છે. વર્ષ 2020માં કોવિડ-19નો રોગચાળો સૌથી સંવેદનશીલ વ્યક્તિઓ અને પરિવારોની સુરક્ષા કરતી સામાજીક નીતિઓના રોકાણના મહત્વ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ એવા પરિવારો છે કે જે સંકટનો સમય સહન કરે છે. તેમના પરિવારના સભ્યોને નુકશાનથી બચી આશ્રય આપે છે. શાળામા બાળકોની સંભાળ રાખે છે. અને તે સમયે પણ પોતાની જવાબદારીને વહન કરે છે.
કોપનહેગન ડીક્લેરેશન- કોપનહેગન ઘોષણાએ કુટુંબને સમાજના પાયાના મૂળ એકકમ તરીકે માનયતા આપતા સ્વીકાર્યુ છે કુટુંબ પ્રથાનું વિકાસમાં મહત્વ રહેલું છે અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.. અને તે વ્યાપક સુરક્ષા અને ટેકો મેળવવા માટે હકદાર છે. સરકારોએ એવી પણ માન્યતા આપી કે સભ્યોના અધિકાર, ક્ષમતાઓ અને જવાબદારીઓ પણ ધ્યાન કેન્દ્રીત કરીને કુટુંબને મજબુત બનાવવુ જોઇએ. એક મહત્વની વાત એ છે કે કોપનહેગન ઘોષણા પત્રમાં એવી માન્યતા છે કે વિવિધ સાંસ્કૃતિક,રાજકીય અને સામાજીક પધ્ધતિમાં અલગ અલગ પ્રકારના કુટુંબોના અસ્તિત્વ રહેલા છે.
પ્રતિક
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના પ્રતિકમાં લાલ રંગની એક છબી સાથે લીલા વર્તુળનો સમાવેશ થાય છે. જે ચિત્રમાં હ્યદય અને ઘરના જેવા દેખાય છે. આ સુચવે છે કે પરિવારો સમાજનું કેન્દ્ર છે અને તમામ વયના લોકોને તે સ્થિરતા અને મદદ આપે છે
વિશ્વના તથ્યો
1996માં 89 ટકા દેશોમાં પ્રસૂતિની રજા આપવામાં આવી હતી. જે તમામ દેશોમાં 2015 સુધી 96 ટકા સુધી પહોંચી હતી.
માત્ર 57 ટકા સ્ત્રીઓ જ જાતીય સંબધો વિશે નિર્ણય લેવાની સાથે ગર્ભ નિરોધક અને તેના સંલગ્ન સ્વાસ્થ્ય સેવાઓના ઉપયોગ લેવા માટે સક્ષમ છે.
કેટલાંક યુરોપિયન દેશોમાં પરિવારો સતત ઘર વિહોણા થવાના કિસ્સા વધ્યા છે. અને તે કુલ ઘર વિનાની વસ્તીના 20 ટકાથી ઉપરનું પ્રમાણ છે.
ભારતીય પરિવારો
મોટાભાગના સમાજશાસ્ત્રના અભ્યાસ મુજબ એશિયાના અને ખાસ કરીને ભારતના પરિવારો શાસ્ત્રની રીતે મોટા, પિતૃપ્રધાન અઅને સામૂહિક સંયુક્ત કુટુંબ ગણવામાં આવે છે..
માળખાની વાત કરવામાં આવે તો ભારતીય સંયુક્ત કુટુંબમાં ત્રણ થી ચાર પેઢીઓનો સમાવેશ થાય છે. જેમાં દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી, ભત્રીજા અને ભત્રીજીઓ હોય છે, જે બધા એક સાથે રહે છે અને એક જ રસોડોનો ઉપયોગ કરે છે. બધાનો ફાળો એકત્ર કરીને ઘર ખર્ચ તૈયાર કરે છે.
.

જો કે આવા કુટુંબના બંધારણમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી રહ્યુ છે. જેમાં વૃધ્ધ માતા પિતાના નિધન બાદ કોટુંબિક એકમોમાં ઘટાડો થયો છે. તો નવા બાળકોના પ્રવેશ અને ખાસ કરીને પત્નીના પ્રવેશ બાદ પણ કુટુંબ પ્રથામાં પરિવર્તન આવી રહ્યુ છે.
હાલ ન્યુક્લીયર ફેમીલી એટલે કે બાળકો સાથે પતિ પત્ની હોય તેનું પ્રમાણ સૌથી વધારે છે. તો માતા પિતા સાથે રહેતા પરિવારો પણ પણ સામાન્ય બાબત છે. તો સિંગલ પિતા કરતા સિંગલ માતાનું પ્રમાણ 5.4 ટકા છે.

ભારતીય પરિવારોમાં બદલાવ
યુનાઇટેડ નેશન્સના પ્રોગ્રામ પ્રોગ્રેસ ઓફ ધ વુમન વર્લ્ડ 2019ના રિપોર્ટ મુજબ ભારતમાં ન્યુક્લીયર પરિવારો સામાન્ય હોવા છંતાય, સિંગલ મધર હોય તેવા ઘરોની ટકાવારી વધી રહી છે. ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં સ્ત્રી કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે. તો ન્યુક્લીયર પરિવારોની સંખ્યા વધી રહી છે. તો દેશમાં છુટાછેટાના દર વધવાની સાથે સિંગલ માતાની સંખ્યા પણ વધી રહીછે.
25 થી 54 વર્ષની 50 ટકાથી વધુ અપરિણીત મહિલાઓ લેબર ફોર્સનો ભાગ છે. પરિવાર દ્વારા થતા અવરોધ અથવા જરૂરિયાતોને કારણે તેઓ લગ્ન કરે છે. એકલા પુરુષ કરતા પરિણીત પુરુષોનું લેબર ફોર્મમાં વધારે છે. તેનો અર્થ એ છે તે લગ્ન તેમને અસર કરતુ નથી.
કોવિડ-19 વચ્ચે આતંરરાષ્ટ્રીય પરિવાર દિવસનું મહત્વ
કોવિડ-19 રોગચાળો આપણી સામાજીક આર્થિક વ્યવસ્થામાં વિનાશ લાવ્યો છે. તો સાથેસાથે આધુનિકીકરણની દિશામાં ખોવાયેલા કુટુંબના મૂલ્ય વિશે પણ લોકોએ વિચારવાનું શરૂ કરી કર્યુ છે. તે આપણની એ ચાર દિવાલો વાળા રુમનું મૂલ્ય પરત લાવ્યુ છે કે જેની ઓળખ ખરડાવવા લાગી હતી. જો કે તેમ છંતાય, 20મી સદી ઘણા બાયોલોજીકલ અને સામાજીક વિકાસસને પણ સાથે લાવ્યુ છે. તેમ છંતાય, આપણા સિધ્ધાંતો, વ્યક્તિગત હાજરી, સ્નેહમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે સમગ્ર વિશ્વ સામાજીક અંતર માટે હોવાથી આપણે બધા હવે એકલતાની સ્થિતિમાં છીએ. ત્યારે એકમાત્ર પરિવાર છે કે જે આપણાથી દુર નથી. આપણા લોહીના સંબધો રાહત આપી રહ્યા છે.તે આપણને સ્વીકારી રહ્યા છે અને દુનિયાના સઘર્ષમાંથી પણ બચાવ્યા છે. કોવિડ-19 ઘણા માટે આપત્તિજનક છે કેમકે તે નજીકના લોકોને દુર પણ કરે છે.પણ તે ફરીથી પારિવારીક મૂલ્ય માટે આર્શીવાદ રુપ પણ છે.
2020માં કોવિડ-19 મહામારી પરિવાર અને સંવેદનશીલ વ્યક્તિઓને લાગણીથી સુરક્ષિત કરતી સમાજની નીતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરાવે છે. ઘણા પરિવારના સભ્યો એવા છે કે જે સંકટ સહન કરે છે અને પરિવારના સભ્યોને નુકશાનથી બચાવે છે. પરિવારો આંતરરાષ્ટ્રીય કુંટુંબ દિવસની પ્રતિક્રીયાનું કેન્દ્ર બને છે અને મુશ્કેલીમાં મદદ કરે છે. તો આર્થિક નબળાઇ હેઠળ ગરીબો પરેશાન છે. આ અનિશ્ચિતતાના સમયમાં, સ્ત્રીઓ અને બાળકો સામે વધતી હિંસાના પરિણામે તણાવ વધે છે. તેથી જ સંવેદનશીલ પરિવારો, જેઓએ આવક ગુમાવી છે, અપૂરતા આવાસોમાં છે, નાના બાળકો, વૃદ્ધ વ્યક્તિઓ અને અપંગ વ્યક્તિઓ છે તે માટેનું સમર્થન હવે પહેલા કરતાં વધુ જરૂરી છે.

હાલ દુનિયા કોવિડ19 ના સઘર્ષ વચ્ચે પણ તકને શોધીને ફરીથી ગહનવિચાર કરીને આપણા અર્થતંત્ર ને વધુ સારી રીતે સમજીને સમાજ માટે વધુ સારુ કરવા વિચાર કરીએ.. આમ કરવાથી પરિવારોમાં ભેદભાવ પણ નહી રહે. આમ, બેઇજીગ પ્લેટફોર્મથા આવનારા દિવસોમાં ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.