ETV Bharat / bharat

જાણો મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનો ફોટોગ્રાફરથી રાજકારણ સુધીનો સફર - ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 19માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.જોકે આ ખૂબ જ અલગ વિચારધારા ધરાવતા ત્રણ પક્ષોના ગઠબંધનના નેતા તરીકે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો પડકાર રહેશે.

thackarey
ઉદ્ધવ ઠાકરે
author img

By

Published : Nov 29, 2019, 5:54 AM IST

Updated : Nov 29, 2019, 10:24 AM IST

મુંબઈમાં 27 જુલાઈ, 1960ના રોજ ઉદ્ધવ ઠાકરેનો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બાલમોહન વિદ્યામંદિરમાં મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે જે. જે. સ્કુલ ઓફ આટર્સ એન્ડ કોમર્સમાંથી સ્નાતકની પદવી ગ્રહણ કરી હતી.

રાજકારણમાં આવ્યા તે પહેલા ઉદ્ધવ એક વ્યવસાયિક ફોટોગ્રાફર હતાં. તેમના દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતા હતાં.

ઉદ્ધવ ઠાકરે શપથ લીધા બાદ સિદ્ધિ વિનાયકના દર્શને

ઉદ્ધવ ઠાકરે માટે ફોટોગ્રાફી એક જુનુન છે. તેમણે ચોરંગ નામની એક જાહેરાત એજન્સીની સ્થાપના પણ કરી છે. તે ફોટોગ્રાફીના ખુબ શોખીન છે. તેમના દ્વારા લેવાયેલા ઘણાં કિલ્લાઓના ફોટો જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રસ્થાપિત છે. તેમણે મહારાષ્ટ્ર દેશ અને પહાવા વિઠ્ઠલ નામથી ચિત્ર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમને તેમના ફોટાના પ્રદર્શનમાંથી મળેલા પૈસા ખેડૂતોની સહાય માટે પણ આપ્યા છે.

2012માં બાળ ઠાકરેનું નિધન થયું અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ બન્યા

ઉદ્ધવ ઠાકરેને પહેલીવાર 2002માં બીએમસી ચૂંટણીની જવાબદારી સોંપાઈ હતી. જેમાં શિવસેનાને ભારે સફળતા મળી. ઉદ્ધવ ઠાકરે માટે રાજકારણમાં આ પહેલી જીત હતી. બીએમસી ચૂંટણીમાં જીત અપાવ્યા બાદ વર્ષ 2003માં તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. તે પહેલા ઉદ્ધવને કદાચ જ કોઈ જાણતું હતું. ત્યારબાદ 2004માં બાળ ઠાકરેએ પોતાના ભત્રીજા રાજ ઠાકરેને બદલે ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના આગામી ચીફ જાહેર કરી દીધા. 2012માં બાળ ઠાકરેનું નિધન થયું અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના અધ્યક્ષ બન્યા હતાં.

શિવસેનાની સ્થાપના

શિવસેનાની સ્થાપના રાજકીય કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેએ 1996માં કરી હતી. શરૂઆતમાં રાજ્યમાં મરાઠી સમાજના લોકોનું કલ્યાણ કરી જનતાની અવાજને વાચા આપતું એક સંગઠન હતું. જે સંગઠન આજે શિવસેનાના નામે આળખાય છે. પરંતુ ત્યાર બાદ શિવસેનાએ હિંદુત્વ વિચારધારાને અપનાવી લીધી હતી. 30 વર્ષ પહેલા શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું.

Intro:Body:

blankl news

Conclusion:
Last Updated : Nov 29, 2019, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.