ETV Bharat / bharat

પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ તરીકે લીધેલાં પગલાં

author img

By

Published : Aug 31, 2020, 6:40 PM IST

Updated : Sep 1, 2020, 9:11 AM IST

પ્રણવ મુખરજીની ટર્મની પ્રથમ જયંતીએ રાષ્ટ્રપતિ ભવને રાષ્ટ્રપતિ પદની પરંપરાના લોકશાહીકરણ માટે ઘણી જાહેરાતો કરી હતી. તેમણે 'મહામહિમ' શબ્દથી રાષ્ટ્રપતિને સંબોધવાની પ્રથા બંધ કરાવી. રાજ્યોના રાજ્યપાલોને પણ આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન આપ્યું.

Initiatives taken by Pranab Mukherjee as President
પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ તરીકે લીધેલાં પગલાં

ન્યૂઝ ડેસ્કઃ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ તરીકે લીધેલાં પગલાં

1. રાષ્ટ્રપતિ પદનું લોકશાહીકરણ

પ્રણવ મુખરજીની ટર્મની પ્રથમ જયંતીએ રાષ્ટ્રપતિ ભવને રાષ્ટ્રપતિ પદની પરંપરાના લોકશાહીકરણ માટે ઘણી જાહેરાતો કરી હતી. તેમણે 'મહામહિમ' શબ્દથી રાષ્ટ્રપતિને સંબોધવાની પ્રથા બંધ કરાવી. રાજ્યોના રાજ્યપાલોને પણ આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન આપ્યું.

રાષ્ટ્રપતિ ભવન ઉપર મહેમાનોના આમંત્રણને લગતા પ્રોટોકોલ અને સુરક્ષા પ્રતિબંધો શક્ય એટલા મહત્તમ હળવા કરાયાં.

પ્રણવ મુખરજીના પુરોગામીઓ રાજધાનીના કેટલાક વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતા હતા. પરંતુ તેનાથી સામાન્ય જનતાને ઘણી અગવડ ઊભી થતી હતી. આ સ્થિતિ ટાળવા માટે જેટલા પણ સંભવ હોય તે તમામ પ્રસંગો રાષ્ટ્રપતિ ભવનમાં જ યોજવાનો નિર્ણય લેવાયો, જેથી ટ્રાફિક ખોરવાય નહીં અને સામાન્ય લોકોને અગવડ ન પડે.

2. વટહુકમો અને દયાની અરજીઓ

પ્રણવ મુખરજીએ તેમના કાર્યકાળ દરમ્યાન 26 વટહુકમોની જાહેરાત અને પુનઃજાહેરાત કરી હતી. પાંચમા વર્ષે તેમણે પાંચ વટહુકમો જાહેર કર્યા હતા.

આ ગાળા દરમ્યાન, તેમણે દયાની ચાર અરજીઓમાં સજા ઘટાડી હતી અને 30 અરજીઓ નામંજૂર કરીહતી. અગાઉ આર. વેંકટરામને દયાની 45 અરજીઓ નામંજૂર કરી હતી. તે પછી દયાની અરજીઓ સૌથી વધુ નામંજૂર કરનારા તેઓ બીજા રાષ્ટ્રપતિ છે.

કે.આર. નારાયણન અને તેમના અનુગામી અબ્દુલ કલામ દયાની અરજીઓ ઉપર કોઈ પગલું નહીં ભરવા માટે જાણીતા હતા. અલબત્ત, નારાયણને તો તેમને મોકલવામાં આવેલી એક પણ દયાની અરજીઓ ઉપર કોઈ જ કામ કર્યું ન હતું. કલામે તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યભાર દરમ્યાન બે અરજીઓ ઉપર પગલાં લીધાં હતાં, જેમાંથી એકમાં સજા ઘટાડી હતી અને બીજી અરજી નામંજૂર કરી હતી. બીજી બાજુ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની અગાઉ આ પદ સંભાળનારાં પ્રતિભા પાટિલ સૌથી વધુ ઉદાર હોવાની કીર્તિ કમાયા. તેમણે 34 અરજીઓમાં સજા ઘટાડી હતી અને પાંચ અરજીઓ નામંજૂર કરી હતી.

3. પ્રણવ મુખરજી ઃ એક શિક્ષક

દેશનું સર્વોચ્ચ પદ ધરાવનાર વ્યક્તિ શાળાના બાળકોને ભણાવતા હોય તેવો અનોખો વિક્રમ પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સર્જ્યો. તેમના રાષ્ટ્રપતિકાળના છેલ્લાં બે વર્ષો દરમ્યાન તેમણે પોતે 50 વર્ષ અગાઉ જે કરતા હતા, તે કાર્ય - શિક્ષણ આપવાનું - કરી રહ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં જ શાળાના વર્ગો યોજ્યા હતા. ઈતિહાસ, રાજનીતિ વિજ્ઞાન અને કાયદામાં માસ્ટર્સની પદવી ધરાવનારા મુખરજી, પ્રેસિડેન્ટ્સ એસ્ટેટના રાજેન્દ્ર પ્રસાદ સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 11 અને 12ના આશરે 80 વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેઓ વિદ્યાર્થીઓને ભારતીય રાજનીતિનો ઈતિહાસ શીખવતા. તેમણે દેશમાં તેમજ વિશ્વમાં આતંકવાદના વધતા જતા દૂષણ વિશે પણ વાત કરી હતી.

4. ટ્વિટર ઉપર રાષ્ટ્રપતિ ભવન

પહેલી જુલાઈ, 2014ના રોજ રાષ્ટ્રપતિ ભવનનું ટ્વિટર એકાઉન્ટ શરૂ કરાયું, જેથી રાષ્ટ્રપતિની ગતિવિધિઓની માહિતી લોકોને સીધી મળી રહે અને તેનો પ્રસાર કરી શકાય. આ એકાઉન્ટને 20 જ દિવસમાં 1,02,000 ફોલોઅર્સ મળ્યા હતા. પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ પદ છોડ્યું ત્યારે રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટર ઉપર 32,97,391 ફોલોઅર્સ હતા.

5. મ્યુઝિયમ

અગાઉ ઘોડાઓ અને બગીઓને રાખવા માટે ઉપયોગમાં લેવાતા હેરિટેજ બિલ્ડિંગ - કેરેજ હોલ્સ એન્ડ સ્ટેબલ્સને અત્યાધુનિક મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાયું. આ મ્યુઝિયમમાં વર્ષ 1911ના દિલ્હી દરબારથી માંડીને દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરી રહેલા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સુધીની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને પ્રદર્શિત કરાઈ છે. મ્યુઝિયમમાં શસ્ત્ર સંગ્રહ, લ્યુટિયન્સ દ્વારા નિર્મિત કેટલું ફર્નિચર, રાષ્ટ્રપતિના અંગરક્ષકની પ્રવૃત્તિઓ ઉપરાંત રાષ્ટ્રપતિને ભારતીય તેમજ વિદેશી હસ્તિઓ દ્વારા અપાયેલી ભેટસોગાદો પ્રદર્શિત કરાઈ છે. ભોંયરામાં 10,000 ચોરસ મીટરનું વધુ એક મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યું છે, જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા સ્ટોરી-ટેલિંગ ફોર્મેટમાં રાષ્ટ્રપતિ ભવનનો ઈતિહાસ રજૂ કરાય છે. રાષ્ટ્રપતિ ભવન પોતાના આ મ્યુઝિયમને સ્પિકિંગ મ્યુઝિયમ તરીકે ઓળખાવે છે. પ્રદર્શનો જતનની આધુનિક પ્રયોગશાળા, મુલાકાતીઓની પ્રવૃત્તિઓ માટેનું સંસાધન કેન્દ્ર તેમજ માહિતી બેન્ક સાથે સાયબર-પુસ્તકાલય વગેરે ધરાવે છે.

6. સ્માર્ટગ્રામ પહેલ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બીજી જુલાઈ, 2016ના રોજ 'સ્માર્ટગ્રામ' પહેલ શરૂ કરાવી હતી, જેનું લક્ષ ગામડાંઓને માનવતા, ખુશી અને અદ્યતન ટેકનોલોજી ધરાવતાં ટાઉનશિપ્સ તરીકે વિકસાવવાનું છે. આ પહેલ હેઠળ, હરિયાણાના જિલ્લાઓ - ગુરુગ્રામ અને મેવાતમાંથી પાંચ ગામ પસંદ કરાયાં હતાં, જેમાં કેન્દ્ર સરકાર, હરિયાણા સરકાર, જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની મદદથી કન્વર્જન્સ મોડેલ ઉપર આધારિત વિવિધ કાર્યક્રમો અમલમાં મુકાયા હતા. શિક્ષણ, કૌશલ્ય વિકાસ, માળખાકીય વિકાસ, કૃષિ, સ્વાસ્થ્ય અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં અનેક યોજનાઓનો અમલ શરૂ કરાયો હતો.

7. દહેરાદૂનમાં આવેલા રાષ્ટ્રપતિના રજાઓ ગાળવાના બિલ્ડિંગને આધુનિક બનાવાયું

દહેરાદૂનમાં રાષ્ટ્રપતિને રજાઓ ગાળવા માટે 'રાષ્ટ્રપતિ આશિયાના' નામની ઈમારત જર્જરિત હાલમાં પડી રહી હતી. પ્રણવ મુખરજીના રાષ્ટ્રપતિકાળ દરમ્યાન આ હેરિટેજ બિલ્ડિંગને પુનઃસ્થાપિત, પુનઃનિર્જિત અને નવીનીકૃત કરાયું. આશિયાના અગાઉ કમાન્ડન્ટ્સ બંગલો તરીકે જાણીતું હતું. તે 217.14 એકરમાં પથરાયેલું છે. 1836માં તત્કાલીન વાઇસરોયના બોડીગાર્ડ દ્વારા તેને લીઝ ઉપર લેવાયું હતું. વર્ષ 1975માં તેનું નામ બદલીને રાષ્ટ્રપતિ આશિયાના કરાયું. આશિયાનાના મુખ્ય પુનઃસ્થાપિત અને પુનર્નિમિત કરાયેલા બિલ્ડિંગનું ઉદ્ઘાન રાષ્ટ્રપતિએ 27મી સપ્ટેમ્બર, 2016ના રોજ કર્યું હતું. રાષ્ટ્રપતિ જ્યારે પણ આશિયાનાની મુલાકાત લે તે દરમ્યાન રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ અને કર્મચારીઓ રોકાણ કરી શકે તે માટે આશિયાનામાં 12 જેટલા ઓછા ખર્ચાળ, ટેકનોલોજીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ યુનિટો બાંધવામાં આવ્યાં છે. 10મી જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા આશિયાના એનેક્સનું ઉદ્ઘાટન કરાયું હતું.

8. રાષ્ટ્રપતિ ભવનની સાર્વજનિક પહોંચ

ભારતમાં મહત્ત્વના પ્રવાસન સ્થળ તરીકે રાષ્ટ્રપતિ ભવનને રજૂ કરવા માટે 25મી જુલાઈ, 2016ના રોજ ત્રણ ટુરિસ્ટ સરકીટ્સ શરૂ કરાઈ હતી - રાષ્ટ્રપતિ ભવન, મુઘલ ગાર્ડન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ. રાષ્ટ્રપતિ તરીકેના પાંચમા વર્ષ દરમ્યાન 94,360 લોકોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. પાંચમી ફેબ્રુઆરીથી 12મી માર્ચ, 2017 દરમ્યાન મુઘર ગાર્ડનના વાર્ષિક ઉદઘાટન - ઉદ્યાનોત્સવ - 2017માં 6.95 લાખ લોકોએ મુલાકાત લઈને વિક્રમ નોંધાવ્યો હતો. રાષ્ટ્રપતિ તરીકેના પાંચમા વર્ષ દરમ્યાન 77,323થી વધુ લોકોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી અને 30,866થી વધુ લોકોએ ઓનલાઈન બુકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિભવનની મુલાકાત લીધી હતી.

9. કલ્યાણકારી પ્રવૃત્તિઓ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ '4S' પહેલ શરૂ કરી હતી. 'સંસ્કૃતિ'નો ઉદ્દેશ પ્રેસિડેન્ટ્સ એસ્ટેટના સાતથી 15 વર્ષની વયનાં બાળકોને અને ચિત્રકામ, યોગ, વાર્તાકથન, માટીકામ અને ગાયનના વર્ગો દ્વારા તેમના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને અમલમાં મુકાયેલો કાર્યક્રમ છે. આ વર્ગો પ્રણવ મુખરજી પબ્લિક લાયબ્રેરીમાં યોજવામાં આવે છે. 'સમાગમ', પ્રેસિડેન્ટ્સ એસ્ટેટમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટેની એક સામુદાયિક પહેલ છે, જેમાં તેમને સોમવારતી શુક્રવાર દરરોજ બપોરે પરસ્પર મળવાની તક મળે છે. યોગના વર્ગો, સમૂહ ગાન, કાઉન્સેલિંગ સર્વિસીઝ, વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ્સ અને બેસીને રમવાની રમતો તેમને ઉપલબ્ધ બનાવાઈ છે. 'સ્પર્શ' હેઠળ, વિશિષ્ટ બાળકો માટે રાહત કેન્દ્ર શરૂ કરાયું છે. 'સંસ્કાર'નો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવન પ્લે સ્કૂલનાં બાળકોની પોષણને લગતી જરૂરિયાતો પૂરી કરવાનો છે.

10. ઉર્જાની જરૂરિયાતો માટે છત ઉપર રૂફટોપ સોલાર પાવર પેનલ્સ શરૂ કરાઈ

પ્રેસિડેન્ટ્સ એસ્ટેટ - રાષ્ટ્રપતિ ભવનના સમગ્ર પરિસરને ઉર્જા ક્ષેત્રે વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પગલાં લેવાયાં હતાં. પાંચમા વર્ષ દરમ્યાન રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ અને તાતા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડના સહયોગથી આશરે 508 કિલોવોટની ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલર પાવર પેનલ્સ નાંખવામાં આવી હતી. એસ્ટેટમાં પરિવહનની યોગ્ય વ્યવસ્થા મળી રહે તે ધ્યાનમાં રાખીને તેમજ એસ્ટેટના મહત્ત્વનાં દરવાજાઓ વચ્ચે તેમજ નજીકનાં મેટ્રો સ્ટેશનો અને બસ ટર્મિનલ્સની કનેક્ટિવિટી વધે તે માટે ઈ-રિક્શા શરૂ કરવામાં આવી. ઈ-રિક્ષાની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવશે.

11. ઈન-રેસિડેન્ટ્સ પ્રોગ્રામ્સ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જાહેર જનતા માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા મોકળા કર્યા હતા. તેમાંનું એક સૌથી મહત્ત્વનું પગલું ઈન-રેસિડેન્સ પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ લોકોની રચનાત્મક અને નવપ્રવર્તનની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે હતો અને તેની પ્રવૃત્તિઓમાં નાગરિકોની ભાગીદારી અને જોડાણ વધે તે માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ખુલ્લા કરવાની પરિકલ્પના હતી. પાંચમા વર્ષે આ પ્રોગ્રામે વેગ પકડ્યો હતો. 10 નવપ્રવર્તકો, બે લેખકો અને બે કળાકાર ચોથી માર્ચથી 18મી માર્ચ દરમ્યાન રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા હતાા. અત્યાર સુધીમાં આવા કાર્યક્રમોમાં 161 લોકોએ ભાગ લીધો છે. આ પ્રોગ્રામ હેઠળ જે લોકો રાષ્ટ્રપતિ ભવનમાં રોકાણ કરી ચૂક્યા છે, તેમાં લેખક પરેશ મૈતી અને તેમનાં પત્ની, આર્ટિસ્ટ જયશ્રી બર્મન, બાંગ્લાદેશના જાણીતા કળાકાર અને સ્વાતંત્ર્ય સેનાની શાહબુદ્દીન એહમદ સામેલ છે.

12. ઈ-ગવર્નન્સ

નવી ટેકનોલોજી અપનાવવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કેટલાંક પગલાં લીધાં હતાં. પુસ્તકોના બાર કોડિંગ અને કેટલોગિંગ માટે ઈ-પુસ્તકાલય પ્રોજેક્ટ શરૂ કરાયો. ઓટોમેટેડ લાયબ્રેરી ઓફ પ્રેસિડેન્ટ્સ સેક્રેટરિયેટ્સ (એએલપીએસ) સંબંધિત ઈ-ગ્રંથાલય સોફ્ટવેરનો ઉપયોગ કરીને 8310 ઈ-પુસ્તકો અપલોડ કારાયાં અને 34,117 પુસ્તકોને ઈ-કેટલોગ કરાયાં. આ પુસ્તકો ઈ-ઓફિસ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.

ઓગસ્ટ, 2015માં ણલી બનાવાયેલી ડિજિટલ ફોટો લાયબ્રેરી (ડીપીએલ) દ્વારા આશરે 3.75 લાખ નેગેટિવ્ઝ સ્કેન કરવામાં આવી. ડિસેમ્બર, 1996થી 92,105 ડિજિટલાઈઝ્ડ ફોટોગ્રાફ્સને ડીપીએલ સર્વર ઉપર અપલોડ કરવામાં આવ્યાં. ડીપીએલ ઉપર દુર્લભ અને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ તેમજ ફોટોગ્રાફ્સને ડિજિટાઈઝ કરીને આક્રાઈવ કરવાની સવલતો ઉપલબ્ધ છે.

ઈ-મેનેજમેન્ટ ઓફ વિઝિટર્સ સિસ્ટમ (ઈ-એમવીએસ) હેઠળ નિર્ધારિત સમયના ગાળામાં ઓનલાઈન વિનંતીઓના સુગમ અને અસરકારક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે નિયમિત ધોરણે સિસ્ટમની ઓનલાઈન દેખરેખની વ્યવસ્થા સ્થાપવામાં આવી. ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરીને આશરે 3.75 લાખ મુલાકાતીઓએ રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. ઈ-એમવીએસ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને તામિલનાડુના રાજ ભવન દ્વારા અપનાવવામાં આવી.

સાંસ્કૃતિક કાર્યક્રમો, સત્તાવાર ભોજનસમારભો, સ્વાગત સમારંભો, શપથગ્રહણ સમારંભો, નાગરિક પ્રતિષ્ઠાપન સમારોહ, સંરક્ષણ પ્રતિષ્ઠાપન સમારોહ, મુલાકાતીઓને એવોર્ડસ વગેરે જેવા વિવિધ સમારંભો માટે ઈ-ઈન્વિટેશન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (ઈઆઈએમએસ) દ્વારા બાર-કોડેડ આમંત્રણોનો બહોળા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 425થી વધુ પ્રસંગોએ આ સિસ્ટમ મારફતે એક લાખથી વધુ ઈ-ઈન્વિટેશન્સ મોકલવામાં આવ્યાં છે. આ બાર કોડેડ સિસ્ટમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ, નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન, ઉત્તરાખંડ રાજ ભવન, નીતિ આયોગ અને ગ્રાહક બાબતોના મંત્રાલય જેવી સંસ્થાઓ દ્વારા પણ અપનાવવામાં આવી છે.

13. બગી – ઘોડાગાડી

આધુનિક ભારતીય ઈતિહાસના સાક્ષી તરીકે રાષ્ટ્રપતિ ભવનની ભૂમિકા તેમજ હેરિટેજ ઈમારત તરીકેનાં તેનાં વિશિષ્ટ લક્ષણો ઉપર વધુ પ્રકાશ ફેંકવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ શાહી સવારી અથવા ઘોડાગાડી વાપરવાની પરંપરાને પુનર્જીવિત કરી. લગભગ 30 વર્ષના અંતરાલ બાદ સૌપ્રથમવાર 29મી જાન્યુઆરી, 2014ના રોજ બીટીંગ રીટ્રિટ સેરેમની માટે તે ઉપયોગમાં લેવાઈ.

14. પ્રણવ મુખરજી પબ્લિક લાયબ્રેરી

પ્રેસિડેન્ટ્સ એસ્ટેટના શિડ્યુઅલ બીમાં સ્થિત જર્જરિત ઈમારતને જમીનદોસ્ત કરવામાં આવી હતી, જેને પુનઃસ્થાપિત કરીને એસ્ટેટના રહેવાસીઓના કલ્યાણ માટે પ્રણવ મુખરજી પબ્લિક લાયબ્રેરીમાં રૂપાંતરિત કરવામાં આવી. પુનઃસ્થાપનાનું કામ ફક્ત પાંચ મહિનાના વિક્રમી સમયગાળામાં સંપન્ન કરાયું હતું અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન 25મી જુલાઈ, 2013ના રોજ કરાયું હતું.

15. પ્રેસિડેન્ટ્સ એસ્ટેટમાં સુધારા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલાં ગ્રીન બિલ્ડિંગ માપદંડોના પાલનના પ્રયાસો કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓ માટેના નર્મદા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના ક્વાર્ટર્સ વિશેષ સુવિધાઓ ધરાવતાં હતાં. તેમાં વરસાદનાં પાણીના સંગ્રહ, ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ માટે એલઈડી લાઈટ્સ, ગંદા પાણીનું રિસાક્લિંગ, વિભાજન કરતી દિવાલોમાં ફ્લાય એશથી બનેલી ઈંટોનો ઉપયોગ તેમજ સૌર ઉર્જાથી પાણી ગરમ કરવાની સવલત સામેલ હતી. અંડરગ્રાઉન્ડ સમ્પની વ્યવસ્થા પણ કરાઈ, જેને પગલે નકામા પાણીને ટ્રીટમેન્ટ દ્વારા શુદ્ધ કરીને તે પાણી ઉદ્યાનોમાં છાંટવા અને બાથરૂમોમાં ફ્લશ માટે ઉપયોગમાં લેવાય છે. ક્વાર્ટર્સની રવેશ રાષ્ટ્રપતિ ભવનના સ્થાપત્યની કંકણાકૃતિ, થાંભલા અને છજ્જા જેવી વિશેષતાઓ મુજબ બનાવાઈ છે.

Last Updated : Sep 1, 2020, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.