કર્ણાટક: કોવિડ-19થી પ્રભાવિત સિનેમા ક્ષેત્રના કામદારોને મદદ કરવા માટે ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પ્રમુખ સુધા મૂર્તિ આગળ આવ્યા છે. ઈન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા સિનેમા ક્ષેત્રના 18 એસોસિએશનના સહયોગથી રવિવારે બેંગલુરુમાં બનાશંકરી પોસ્ટ ઓફિસ નજીક આવશ્યક ચીજવસ્તુઓના વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
રમેશ રેડ્ડી દ્વારા નિર્મિત કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સના વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ સા.રા. ગોવિંદુ, કન્નડ સિનેમા વર્કર્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ રવિશંકરે તેની પહેલ કરી છે. રવિવારે ઈન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલના સહયોગથી સિનેમા ક્ષેત્રના વિવિધ સંગઠનોએ પણ તેમા સાથ આપ્યો છે. આ પ્રસંગે 'ગેલિતા -2' ના નિર્માતા રમેશ રેડ્ડીએ કર્ણાટક સહિત દેશના વિવિધ ભાગોમાં ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સુધા મૂર્તિના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી.
સા.રા. ગોવિંદુએ સુધા મૂર્તિનો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે, સુધા મુર્તિ સિનેમાના સ્ટાફની સહાય માટે આગળ આવ્યા છે, જે 18 જુદા-જુદા સંઘ હેઠળ આવે છે. સિનેમા વર્કર્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પ્રશાંત અને અન્ય લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.