ETV Bharat / bharat

આજથી દેશમાં શરુ થશે પ્રથમ ‘કિસાન રેલ’, મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે દોડશે ટ્રેન

author img

By

Published : Aug 7, 2020, 8:14 AM IST

દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભારતીય રેલવે 7 ઓગસ્ટ થી પ્રથમ ‘કિસાન રેલ’શરૂ કરશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ‘કિસાન રેલ’ને લીલી ઝંડી આપશે. ટ્રેનની આ સેવાથી દેશના ઘણા રાજ્યોના ખેડુતોને સીધો લાભ મળશે.

Kisan Rail
કિસાન રેલ

નવી દિલ્હી : દેશમાં ‘કિસાન રેલ’ની શરુઆત 7 ઓગ્સ્ટ એટલે કે આજથી શરુ થઈ રહી છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ વર્ષે યૂનિયન બજેટમાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ખાસ ‘કિસાન રેલ’ દોડવાવાની જાહેરાત કરી હતી. જેનો અમલ થવા જઈ રહ્યો છે.

દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે આ પ્રથમ ટ્રેન સેવા હશે, જે મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુરની વચ્ચે દોડશે.કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.

આજથી દેશમાં શરુ થશે પ્રથમ ‘કિસાન રેલ’
આજથી દેશમાં શરુ થશે પ્રથમ ‘કિસાન રેલ’

દુધ, ફળ અને શાકભાજીના અવર-જવર માટે આ સેવા મહત્વપુર્ણ બતાવવામાં આવી રહી છે. તેનાથી જલ્દી ખરાબ થતા કૃષિ ઉત્પાદનો ઓછા સમયમાં બજાર સુધી પહોંચાડી શકાશે.

આ ટ્રેન સેવા સાપ્તાહિક હશે, મધ્ય રેલ્વે કિસાન વિશેષ પાર્સલ ગાડીઓને મોટી રાહત મળશે. તેમજ ઓછા સમયમાં ઉત્પાદનો બજારો સુધી પહોચશે. 7 ઓગ્સટથી 30 ઓગસ્ટ વચ્ચે પ્રથમ કિસાન ટ્રેન દર શુક્રવારે દેવલાલી મહારાષ્ટ્રથી 11 કલાકે શરુ થશે અને દર રવિવારે બપોરના 12 કલાકે દાનાપુરના દેવલાલી પહોચશે. આ ટ્રેનમાં કુલ 10 પાર્સલ બૈન અને એક લગેજ બ્રેક બૈન હશે.

આ ટ્રેન નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા,ઈટારસી, જબલપુર,સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી , પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન અને બક્સર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનની આ સેવાથી દેશના ઘણા રાજ્યોના ખેડુતોને સીધો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.