પ્રવાસી ક્વૉટાના વિધેયક ઉપર વિવાદ
કોવિડ-19 મહામારીને કારણે કુવૈતની સરકારે માઈગ્રન્ટ (અન્ય દેશોમાંથી આવીને વસેલા - સ્થળાંતર કરીને આવેલા) લોકોની વસ્તી ઘટાડવા માટે તેમજ તેલના ભાવ વધારવા માટેના વિધેયકને લીલી ઝંડી આપી, તેને પગલે ત્યાં ભારે ઉથલપાથલ મચી છે. વિધેયક મુજબ, દેશની કુલ વસ્તીમાં 15 ટકાથી વધુ ભારતીયો ન હોવા જોઈએ. જો આ વિધેયક કાયદાનું સ્વરૂપ લેશે તો ત્યાં સ્થાયી થયેલા અનેક ભારતીયોએ પરત આવવું પડશે. કુવૈતની કુલ વસ્તી 43 લાખ છે, જેમાંથી 30 લાખ લોકો અન્ય દેશોના છે.
ઈન્ડિયન મિશન્સ પાસેથી મળેલા ડેટા મુજબ, આશરે 1.362 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં સ્થાયી છે.
ગલ્ફ દેશોમાં ભારતીયોની સંખ્યા (05.02.2020)
દેશ | ભારતીયોની વસ્તી | ગલ્ફમાં ભારતીયો વસ્તી - ગલ્ફ દેશોમાં ભારતીય (% ) |
બહરીન | 323292 | 3.63% |
કુવૈત | 1029861 | 11.56% |
ઓમાન | 779351 | 8.75% |
કતાર | 756062 | 8.49% |
સાઉદી અરેબિયા | 2594947 | 29.14% |
યુનાઈટેડ આરબ અમિરાત | 3420000 | 38.14% |
ગલ્ફ દેશોમાં કુલ ભારતીયો | 8903513 | |
વિશ્વભરમાં વસેલા કુલ ભારતીયો | 13619384 | વિદેશમાં વસેલા ભારતીયોમાંથી 65.37% ગલ્ફ દેશોમાં વસ્યા છે |
ભારતીયોનું ગલ્ફ દેશોમાં સ્થળાંતર
1970ના દાયકામાં તેલ ક્ષેત્રની તેજી પછી ભારતીય કામદારોનું ગલ્ફ દેશોમાં સ્થળાંતર વધ્યું હતું. તે પછીના દાયકાઓમાં ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા અસાધારણ વૃદ્ધિ પામતી રહી હોવાથી સ્થળાંતરની સંખ્યા સતત વધતી રહી. સ્થાનિક કામદારોની સંખ્યા ઓછી હોવાથી ગલ્ફ દેશોએ વિદેશથી કામદારો આમંત્રવાની નીતિ અપનાવી હતી.
ગલ્ફ દેશોને ભારત અને દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી વધુ શ્રમિકોની ભરતી કરવામાં ખાસ રસ હતો, કેમકે દક્ષિણ એશિયાના કામદારો ઓછી કુશળતા ધરાવતી નોકરીઓમાં નજીવું વળતર સ્વીકારીને કામ કરવા તૈયાર હતા.
70 ટકા જેટલી મોટી સંખ્યામાં ભારતીયો બાંધકામ ક્ષેત્રે આશરે મજૂર અથવા ટેકનિશિયન તરીકે તેમજ ઘરમાં નોકર કે ડ્રાયવર તરીકે કામ કરી રહ્યા છે. જોકે, પાછલા દાયકામાં કૌશલ્ય ધરાવતા અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સ્થળાંતર કરનારા લોકોનું પ્રમાણ વધ્યું છે.
ગલ્ફ દેશોમાં ભારતીય માઈગ્રન્ટ્સને નડતી મુખ્ય સમસ્યાઓ
પગાર ન ચૂકવાય
મજદૂર તરીકેના કાયદા મુજબના અધિકારો અને લાભ ન અપાય
રેસિડેન્સની પરમિટ્સ અપાય નહીં / રિન્યુ ન કરાય
ઓવરટાઈમનું ભથ્થું ચૂકવાય નહીં / મંજૂર ન થાય
અઠવાડિક રજા ન અપાય
કામના લાંબા કલાકો
ભારત જવા માટે મંજૂરી / પુનઃ પ્રવેશની મંજૂરી ન અપાય
કામદારને તેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી ફાયનલ એક્ઝટ વિઝા નકારવામાં આવે અને તબીબી અને વીમા જેવી સવલતો ન અપાય
જેલવાસની ઘટનાઓ, ઘરકામ કરનારી મહિલાઓને તેમના સ્પોન્સરર્સ દ્વારા છોડી દેવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
ગલ્ફ દેશોમાં ભારતીયોની મુશ્કેલીઓ સંબંધિત કેટલાક આંકડા
ગલ્ફ દેશોમાં મૃત્યુ પામેલા માઈગ્રન્ટ કામદારો (2014થી ઓક્ટો. 2019)
દેશો | 2014 - ઑક્ટો. 2019) |
બહરીન | 1235 |
કુવૈત | 3580 |
ઓમાન | 3009 |
કતાર | 1611 |
સાઉદી અરેબિયા | 15022 |
યુએઈ | 9473 |
વિવિધ કારણોસર ભારતીય કામદારોએ નોંધાવેલી ફરિયાદોની સંખ્યા
દેશો | 2014 - 13 નવે. 2019 સુધી |
બહરીન | 4458 |
કતાર | 19013 |
સાઉદી અરેબિયા | 36570 |
ઓમાન | 14746 |
કુવૈત | 21977 |
યુએઈ | 14424 |
ગલ્ફ દેશોમાંથી મોકલાવેલાં નાણાં (વર્લ્ડ બેન્કનો રિપોર્ટ 2018)
દેશો | મોકલાવેલાં નાણાં (મિલિયન ડોલર્સ) |
યુએઈ | $13,823 મિલિયન |
સાઉદી અરેબિયા | $11,239 મિલિયન |
કુવૈત | $4,587 મિલિયન |
કતાર | $4.143 મિલિયન |
ઓમાન | $3250 મિલિયન |
કોવિડ-19 અને ભારતીય માઈગ્રન્ટ કામદારો ઉપર અસર
પર્શિયન ગલ્ફ પ્રદેશમાં મોટી સંખ્યામાં ભારતીયો બાંધકામ ક્ષેત્રે, રેસ્ટોરન્ટ્સમાં, ડ્રાયવર તરીકે, નાની કંપનીઓમાં, સેવા ક્ષેત્રે તેમજ ઘરેલુ કામકાજ કરવામાં રોકાયેલા છે.
તેમાંના મોટા ભાગના કામદારોએ પોતાના જીવનનિર્વાહ માટે આવક મેળવવા દરરોજ ઘરની બહાર નીકળવું પડે છે. આ દૈનિક રોજીરોટી મેળવતા કામદારોને ઘણીવાર વિનામૂલ્યે રહેવાની વ્યવસ્થા અથવા તેમને રહેવા અને ખાવા માટે ભથ્થાં આપવામાં આવે છે. ઉપરાંત, આ કામદારો ઓવરટાઈમ કરીને પોતાની માસિક આવક વધારવાનો પ્રયાસ કરતા હોય છે.
લોકડાઉનને કારણે તેઓ કામ ઉપર જઈ શક્યા નહીં અને તેમણે આવક ગુમાવી. આ નાણાંકીય અસર ફક્ત ગલ્ફમાં વસેલા માઈગ્રન્ટ્સ ઉપર જ નહીં, પરંતુ ભારતમાં તેમના પરિવારના લાખો સભ્યો ઉપર પણ પડી, જેઓ આ માઈગ્રન્ટ્સ દ્વારા મોકલવામાં આવતાં નાણાં ઉપર નિર્ભર છે.
આ કામદારોનાં સ્વાસ્થ્ય અને સુખાકારી ઉપર જોખમ છે, કેમકે તેઓ મજૂર આવાસ, ડોર્મિટરીઝ અને એક જ રૂમમાં વધુ લોકો, જ્યાં સામાજિક અંતર જાળવવા પર્યાપ્ત જગ્યા ન હોય, તેવી જગ્યાઓમાં રહે છે.
ઉતરતી કક્ષાની વસવાટની સ્થિતિ તેમજ નબળી સ્વચ્છતાને કારણે કામદારો ઉપર વાયરસના ચેપનું જોખમ વધે છે. ગલ્ફ દેશોમાં આ ઓછી આવક ધરાવતા માઈગ્રન્ટ કામદારોને મોટા ભાગે સામાજિક સુરક્ષા અને આરોગ્ય વીમાથી વંચિત રાખવામાં આવે છે, જેનાથી તેઓ જો ચેપગ્રસ્ત બને તો સ્વાસ્થ્ય-સંભાળ સંબંધિત લાભ અને સારવાર ભાગ્યે જ મેળવી શકે છે.