નવી દિલ્હી : ગૃહમંત્રાલયે તમામ અર્ધ સૈનિક દળ પાસેથી આ વિશે 'ટિપ્પણીઓ' માંગી છે. જેથી, સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનરને જણાવી શકાય કે, આ વર્ષની સીએપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટવી પરીક્ષા માટે પ્રકાશિત જાહેરનામાં ટ્રાંસજેન્ડર કેટેગરીને સામેલ કરવું છે કે નહીં.
CRPFના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસમાં સહાયક કમાન્ડન્ટ પોસ્ટ્સમાં અધિકારી પદ પર સેવા આપી શકે. CRPFના એક વરિષ્ઠ કમાન્ડરએ કહ્યું કે, દળોએ અધિકારી રેંક માટે ટ્રાંસજેન્ડરો સામે આવનારી પડકારો અને તકો વશિ અંગે ચર્ચા કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રારંભિક વિશ્લેષણમાં અમને જાણવા મળ્યું કે, થોડા વર્ષો પહેલા મહિલાઓને પ્રથમ વખત કોન્સ્ટેબલ અને અન્ય રેન્ક અધિકારીઓ તરીકે ભરતી કરવામાં આવી હતી. તેવી જ રીતે "ટ્રાંસજેન્ડરો પણ આ દળોની રચનાને સમૃદ્ધ બનાવશે."
તેમણે કહ્યું કે, તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે પ્રારંભિક તબક્કામાં જાણવા મળ્યું કે, મહિલાઓ જેવી રીતે દળોમાં સેવા આપી રહી છે તેજ રીતે ટ્રાન્સજેન્ડર પણ દેશમાં સેવા આપી શકે છે.
અન્ય એક અધિકારીએ કહ્યું કે, દળનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે ટ્રાંસજેન્ડર અધિકારીઓ માટે કોઈ પણ પ્રકારના વધારાના માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની જરૂર નહીં પડે. તેમણે કહ્યું, "જો કોઈ પણ વ્યક્તિ કઇ જાતિનો છે દળ માટે તે મહત્વનું નથી, જો તેની પાસે અધિકારી જેવી લાયકાતો છે. તો તે ફક્ત પ્રતિભાના આધારે CRPFમાં જોડાઈ શકે છે. આ સાથે, તમામ ઉમેદવારોને ઓફિસરના પદ માટે તબીબી, માનસિક અને શારીરિક ટેસ્ટમાં સફળ થવું પડશે. "