નાયડૂએ ટ્વીટ કર્યુ કે, ' નેવી ડે ને લઇને નૌસૈનિકો, અધિકારીઓ, તેના પરિજનો તથા ભૂતપૂર્વ નૌસૈનિકોને હાર્દિક શુભકામના. તમે દેશની દરીયાઇ સીમાઓ અને દરિયાના જાગૃત રક્ષક છો.’
આંતરીક પરીસ્થિતીના સમયે પણ રાહત કાર્યમાં નૌસેનાના યોગદાનની વાત કરતા નાયડુએ કહ્યું કે, 'હોનારત સમયે પણ રાહત કામગીરીમાં તેની ભૂમિકા મહત્વની હોય છે.’
પર્યાવરણ વન અને જલવાયુ પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ નેવી ડે ને લઇને શુભકામના પાઠવતા જણાવ્યું કે, 'સાહસ અને પરાક્રમથી દેશને સુરક્ષિત રાખનારા નૌસેનાના તમામ સૈનિકોને શુભકામના. નૌસેના પર અમને ગર્વ છે.’