કોઈપણ ખેલાડીની મહાનતાનો અંદાજ તેના દ્વારા લગાવી શકાય છે કે, તેની સાથે કેટલા કિસ્સા જોડાએલા છે. ભારતીય ક્રિકેટ ટીમના હાલના કપ્તાન વિરાટ કોહલી પણ મહાન બનવાની આ જ રાહ પર આગળ વધી રહ્યા છે. કારણકે, તેમની કારકિર્દી માત્ર કિસ્સા અને કહાનીથી જ નહીં, પણ ઘણા મોટા રેકોર્ડથી ભરેલી છે.
વિરાટ ક્રિકેટની દરેક કહાનીમાં નાયકના રૂપમાં એકદમ ફિટ બેસે છે. પછી તેઓ ખેલાડીની ભૂમિકામાં હોય કે પછી કપ્તાની હોય. વર્ષ 2008માં માત્ર 19 વર્ષની વયમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરનારા વિરાટે ખુબ જ ઓછા સમયમાં ક્રિકેટની તે ઉચ્ચાઇ સુધી પહોંચી ગયા છે કે ઘણા ક્રિકેટરો તેમની સમગ્ર કારકિર્દીમાં પણ ત્યાંસુધી પહોંચી નથી શકતા. આવા મહાન ખેલાડી અને ભારતીય કેપ્ટન કોહલીનો આજે 31 મો જન્મદિવસ છે.
વિરાટ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં 50થી પણ વધારે સરેરાશ સાથેનો 'દુર્લભ' ખેલાડી છે. વિરાટને ટીમ ઈન્ડિયા તરફથી રમતા 11 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ સમય દરમિયાન વિરાટે રમતની સાથે- સાથે ફિટનેસમાં પણ આગળ જોવા મળે છે. આથી જ વિરાટ યુવા ખેલાડીઓ માટે જીવતું જાગતું ઉદારણ પુરૂ પાડે છે.
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પગલે ચાલી વિરાટ ક્રિકેટમાં તે તેમના તબક્કા સુધી પહોંચી ગયો છે. જ્યાંથી દરેક મોટો રેકોર્ડ પણ નાનો લાગે છે. આ વિરાટની શાનદાર ખેલનું પરિણામ છે કે તેના વિરોધી પણ તેમના વખાણ કરતા હોય છે.