શિયાળો શરૂ થયો ત્યારે ધૂમ્મસની સાથે વાયુ પ્રદૂષણ ભારતીય શહેરોને ત્રસ્ત કરી રહ્યો હતો. આવા મુદ્દાઓના પગલે, કેન્દ્ર સઘન રણનીતિનો અમલ કરીને વાયુ પ્રદૂષણ અટકાવવા અને લોકોને ગુણવત્તાવાળી હવા પૂરી પાડવાનું ધ્યેય ધરાવે છે. તેને પર્યાવરણની સુરક્ષા માટે મહત્ત્વના પગલા તરીકે જોઈ શકાય છે. આના માટે, એ પ્રશંસનીય છે કે કેન્દ્ર વાયુની ગુણવત્તાનાં ધોરણો દાખલ કરવા પગલાં લઈ રહ્યું છે. આ જવાબદારી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના મંત્રાલયને સોંપવામાં આવી છે. તાજેતરના કેન્દ્રીય ખાતાવહીમાં પ્રદૂષણ નિયંત્રણનાં પગલાંઓને દાખલ કરવા માટે આ ખાતાને ખાસ રીતે રૂ. ૪૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ખાતાવહીનો ઉપયોગ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ હેઠળ હાથ ધરાયેલા કાર્યક્રમો માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હરિયાળા મિશન માટે રૂ. ૩૧૧ કરોડ ફાળવ્યા છે. આના ભાગ રૂપે, દેશભરમાં વનોના વિકાસ પ્રત્યે રૂ. ૨૪૬ કરોડ સમર્પિત કરાયા છે. ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને આબોહવામાં પરિવર્તનના લીધે થતાં અગ્નિકાંડના કારણે વન આવરણ ઘટી રહ્યું છે. દાવાનળને અટકાવવા અને અંકુશમાં લાવવા માટે રૂ. ૫૦ કરોડ ફાળવાયા છે.
ગ્રીનપીસ સાઉથ એશિયા દ્વારા કરાયેલા તાજેતરના એક અભ્યાસ મુજબ, ભારતમાં માત્ર હવામાં પ્રદૂષણના કારણે જ વર્ષે ૧૦ લાખ લોકો જીવ ગુમાવે છે. આ જ અભ્યાસમાં જાહેર થયું કે ભારતમાં દર વર્ષે વાતાવરણ પર જીવાશ્મિ ઈંધણની અસરના કારણે ૯.૮૦ લાખ પ્રિમેચ્યોર બાળકો જન્મી રહ્યાં છે. કાર્બનના ઉત્સર્જનના કારણે થતા વાયુ પ્રદૂષણને સૌથી ભેદ્ય હોય તેવાં દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. આ હકીકત બતાવે છે કે વર્તમાન સ્થિતિ કેટલી ખરાબ છે. પ્રદૂષણના કારણે દર વર્ષે થતું નુકસાન કુલ જીડીપીના ૫.૪ ટકા છે. એ જાહેર થયું હતું કે વાયુ પ્રદૂષણના કારણે ઘર આંગણે આઠમાંથી એક મૃત્યુ થાય છે. વર્તમાન અને ગત સરકારો દ્વારા જે નીતિઓ અપનાવાઈ છે તેના પરથી એ સ્પષ્ટ છે કે હવામાનમાં પરિવર્તન અને પર્યાવરણની કટોકટી સૌથી ઓછો રસનો વિષય હતો અને તેને નબળી રીતે સમજવામાં આવે છે. વેપારો, ધંધાઓ અને રાજકીય સંગઠનોનું પર્યાવરણ પર કેન્દ્ર નજીવું જ છે. એવી ટીકા છે કે પર્યાવરણના સંરક્ષણ માટે ખાતાવહીમાં નજીવી ફાળવણી પણ પ્રતિકૂળ સંજોગોનું એક કારણ છે. વર્તમાનમાં, ભારતમાં આબોહવામાં પરિવર્તન વસતિના અનેક વર્ગોને તીવ્ર રીતે અસર કરી રહી છે. વાદળોના ગડગડાટ સાથે તોફાન, પૂર, દુષ્કાળ, અનિયમિત ઋતુઓ અને ઊંચું તાપમાન આના પૂરતા પુરાવા છે. લોકોના જીવનધોરણને સુધારવા અને ટકાઉપણું પ્રાપ્ત કરવા માટે કાર્બન ઉત્સર્જન પૂરેપુરું નિયંત્રિત કરવું જોઈએ.
ભારત સરકાર ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં વૈશ્વિક ગરમીને નિયંત્રિત કરવા માટેનાં પગલાંનો અમલ કરવા માટે આબોહવા પરિવર્તન પર પેરિસ સંધિ સાથે વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. તેના ભાગ રૂપે કેન્દ્રએ થર્મલ પાવર સ્ટેશન કે જે કાર્બન નિયંત્રણોનાં હાલનાં ધોરણો મુજબ નથી, તેને બંધ કરવા નિર્ણય કર્યો છે. વસતિના ૭૦ ટકા લોકોને રોજગારી આપતા કૃષિના ક્ષેત્રમાં જીવાશ્મિ ઈંધણના બદલે વૈકલ્પિક ઊર્જા સ્રોતના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પીએમ કુસુમ યોજનાને રાષ્ટ્રવ્યાપી રીતે શરૂ કરવામાં આવશે. ખેડૂતો દેશભરમાં ૩૫ લાખ સૌર પંપ સેટ સ્થાપિત કરવા આગળ આવ્યા છે જે આવકાર્ય પગલું છે. જોકે વણવપરાયેલી અને બિનઉપજાઉ જમીનોમાં સૌર વીજ પ્લાન્ટ સ્થાપવા ખેડૂતોને જો પ્રોત્સાહિત કરવામાં આવશે અને સામાન્ય વીજ જાળ સાથે ઉત્પાદિત સૌર ઊર્જાને જો઼ડી દેવામાં આવે તો કાર્બન ઉત્સર્જન એક હદ સુધી નિયંત્રિત કરાશે.
સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, નીતિ આયોગના સર્વગ્રાહી આયોજનને તરત જ અમલમાં મૂકવાની જરૂર છે. એ નોંધવું વ્યથિત કરનારું છે કે વાયુ ગુણવત્તા સૂચકાંક માટે જે ૧૮૦ દેશોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ભારત તળિયે છે. અન્ય એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, વિશ્વના ૨૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી ૧૫ ભારતમાં છે. ઑટોમોબાઇલ અને ઉદ્યોગોમાંથી થઈ રહેલા પ્રદૂષણ અસ્થમા અને બીજી અનેક ફેફસાંને લગતી બીમારી સર્જી રહ્યું છે. દર વર્ષે ૩.૫ લાખ બાળકો અસ્થમાથી અસર પામી રહ્યું છે ત્યારે પુખ્તોમાં ફેફસાના કેન્સર અને પેરાલિસિસનો વધારો જોવા મળ્યો છે. આ તમામ મુશ્કેલીઓ માટે વાયુ પ્રદૂષણ મુખ્ય અપરાધી છે. ગત અડધી સદીમાં વૈશ્વિક ઉષ્ણતામાનમાં જે વધારો થયો તેણે દેશો વચ્ચે અસમાનતામાં વધારો કર્યો છે. સંપત્તિવાન દેશો વધુ ને વધુ સમૃદ્ધ બન્યા છે ત્યારે વિકાસશીલ અને અર્ધવિકસિત દેશો વધુ ને વધુ ગરીબ બન્યા છે. કાર્બન ઉત્સર્જન, વાયુ પ્રદૂષણ અને હવામાન પરિવર્તન વિશ્વને પર્યાવરણ કટોકટી તરફ ધકેલી રહ્યાં છે. યુનાઇટેડ કિંગ્ડમ, ન્યૂઝીલેન્ડ અને કેનેડાએ આબોહવા કટોકટી જાહેર કરી છે કારણકે આ દેશોના અનુક્રમે ૫૩, ૪૯ અને ૩૨ ટકા નિવાસી વિસ્તારો વાયુ પ્રદૂષણના કારણે વસવાટને લાયક નથી રહ્યાં. વિશ્વએ વાયુ પ્રદૂષણને અટકાવવામાં આ ત્રણ દેશોને અનુસરીને કામ કરવું જોઈએ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પગલાં લેવાં જોઈએ. ઑટોમોબાઇલ વિભાગમાં જીવાશ્મિ ઈંધણનો ઉપયોગ નિયંત્રિત કરવા માટે, ઇલેક્ટ્રિક અને સૌર વાહનોમાં જંગી મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહનો અને સબસિડીઓ આપવી જોઈએ. વિશ્વ ભરના નિષ્ણાતો શાંઘાઈ, બર્લિન, લંડન, પેરિસ, મેડ્રિડ અને સિઓલ જેવા ખૂબ જ પ્રદૂષિત શહેરોના ઉત્તમ જાહેર પરિવહન પ્રણાલિ, જે વાયુ પ્રદૂષણના બનાવો અટકાવે છે, તેને અમલમાં મૂકવા માટેના પ્રયાસોને વખાણી રહ્યા છે. ભારતે આ શહેરોને અનુસરવું જોઈએ. આમ કરવા માટે, નાગરિકોએ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવું જોઈએ. વનો ઝડપથી ઘટી રહ્યાં છે, તેમનું સંરક્ષણ કરવું જોઈએ. દરેક નાગરિકે પર્યાવરણની રક્ષા માટે તેનો ભાગ ભજવવો જોઈએ. જ્યાં સુધી વધારાના કાર્બન ઉત્સર્જનને અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી સજીવ પ્રજાતિનો એક પંચમાંશ હિસ્સો લુપ્ત થઈ જવાનું જોખમ અનુભવતો રહેશે. કેટલાક નિષ્ણાતોએ તો મત આપી દીધો છે કે પૃથ્વી પર વસવાટ કરનારી આપણે કદાચ છેલ્લી પેઢી હોઈ શકીએ છીએ. આથી, વસતિને લુપ્ત થતી અટકાવવા માટે કુદરત અને પર્યાવરણની સુરક્ષા લોકો અને શાસકોની પ્રાથમિકતા બનવી જોઈએ. ત્યારે જ પ્રદૂષિત ભારતને હરિયાળા ભારતમાં બદલવાનું સપનું સાકાર થઈ શકશે.