નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશો વેક્સિન પર કામ કરી રહ્યાં છે. રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે, ત્યારે ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો હજુ ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં કામગીરી કરી રહ્યાં છે. આ કોરોના વેક્સિનને મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને મોટું નિવેદન આપ્યું છે. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, જો બધુ બરાબર રહ્યું તો ભારત ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન બનાવી લેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે, કોરોના મહામારી સામે ભારત પૂરી શક્તિથી સામનો કરી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમણથી સાજાં થનાર દર્દીઓનો દર 75 ટકા થયો છે અને સંક્રમણથી થનારા મૃત્યુનો દર વિશ્વમાં સૌથી ઓછો 1.87 ટકા થયો છે. કોરોના મહામારી સામે ભારત પૂરી શક્તિથી સામનો કરી રહ્યું છે. હર્ષવર્ધને કહ્યું કે, જો બધુ બરાબર રહ્યું તો ભારત ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન બનાવી લેશે.
-
कब तक आएगी #कोरोना की #vaccine ?
— Dr Harsh Vardhan (@drharshvardhan) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
पत्रकारों के इस सवाल पर मैंने उम्मीद जताई कि अगर सब कुछ ठीक रहा तो भारत इस साल के आखिर तक #coronavaccine हासिल कर लेगा। @MoHFW_INDIA @CSIR_IND @NDRFHQ pic.twitter.com/zqAxftKUdt
">कब तक आएगी #कोरोना की #vaccine ?
— Dr Harsh Vardhan (@drharshvardhan) August 22, 2020
पत्रकारों के इस सवाल पर मैंने उम्मीद जताई कि अगर सब कुछ ठीक रहा तो भारत इस साल के आखिर तक #coronavaccine हासिल कर लेगा। @MoHFW_INDIA @CSIR_IND @NDRFHQ pic.twitter.com/zqAxftKUdtकब तक आएगी #कोरोना की #vaccine ?
— Dr Harsh Vardhan (@drharshvardhan) August 22, 2020
पत्रकारों के इस सवाल पर मैंने उम्मीद जताई कि अगर सब कुछ ठीक रहा तो भारत इस साल के आखिर तक #coronavaccine हासिल कर लेगा। @MoHFW_INDIA @CSIR_IND @NDRFHQ pic.twitter.com/zqAxftKUdt
મહત્વનું છે કે, વિશ્વભરમાં આશરે 170 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાં પ્રમાણે વિશ્વમાં વિવિધ 30 વેક્સિનનું માનવ પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. જેમાં ભારતની ભારત બાયોટેકની વેક્સિન પણ સામેલ છે, જેનું માનવ પરીક્ષણ છેલ્લા તબક્કામાં છે. ભારતની બે કંપનીની વેક્સિનનું હ્યૂમન ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં ભારત બાયોકેટની કોવેક્સિન અને ઝાયડસની વેક્સિન છે. આ સિવાય બ્રિટનની ઓક્યફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન કોવિશીલ્ડની પણ ભારતમાં હ્યૂમન ટ્રાયલ ચાલી રહ્યું છે.