નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ 16 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સભ્ય દેશોના ન્યાયાધીશોની સાતમી બેઠકમાં ભાગ લેશે.
કાયદા અને ન્યાય મંત્રાલયના કાયદાકીય બાબતોના વિભાગના સચિવ, અનૂપ કુમાર મેંદિરત્તા પણ 13 અને 14 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજનારી વર્કિંગ ગ્રુપ ઓફ એક્સપર્ટ્સની બીજી બેઠકમાં ભાગ લેશે.
કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ આ અઠવાડિયે શાંઘાઈ સહકાર સંગઠનના ન્યાયપ્રધાનોની સાતમી બેઠકમાં ભાગ લેશે. કાયદા મંત્રાલયે સોમવારે આ માહિતી આપી. 16 ઓક્ટોબરના રોજ આ ડિજિટલ મીટિંગમાં ચીન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગીઝ રિપબ્લિકના કાયદા અને ન્યાય પ્રધાનો પણ ભાગ લેશે.
મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું, "SCOના ન્યાય પ્રધાનોની સાતમી બેઠકમાં સભ્ય દેશો સહકારના ક્ષેત્રો પર ચર્ચા કરશે, વિવાદોના સમાધાન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવશે અને ફોરેન્સિક અને કાનૂની સેવાઓ પર નિષ્ણાંત કાર્યકારી જૂથની ક્રિયા યોજનાના અમલીકરણ માટે ચર્ચા કરશે.