નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે આ વર્ષે જૂન મહિનામાં લદાખ વિસ્તારમાં ખૂની સંઘર્ષ બાદ તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બન્ને દેશો વચ્ચે 45 વર્ષમાં પહેલી વખત ખૂની ખેલ ખેલાયો હતો. હવે નવી દિલ્હી બિજીંગની વધી રહેલી વિસ્તારવાદી નીતિને અટકાવવા માટેની યોજના બનાવી રહ્યું છે.
જાણકારોનું કહેવું છે કે, કન્ફ્યૂનિયસ સંસ્થાન કાર્યક્રમ બિજીંગની ‘શાર્પ પાવર’ વિસ્તારવાદી નીતિનો એક ભાગ છે. એક દેશ દ્વારા શાર્પ પાવરનો ઉપયોગ બીજા લક્ષ્યાકિંત દેશની રાજનૈતિક પ્રણાલીને પ્રભાવિત કરવા માટે હોય છે. આ શબ્દ અમેરિકાના નેશનલ એન્ડોવમેન્ટ ફૉર ડેમોક્રેસી દ્વારા લોકતંત્રવાદી દેશોમાં તાનાશાહી સરકાર મારફતે પ્રક્ષેપણના રૂપમાં નિયોજીત આક્રમક નીતિનું વર્ણન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ નીતિ જેને હાર્ડ પાવર અથવા તો સોફ્ટ પાવરના રૂપમાં વર્ણન કરી શકાય નહીં.
દુનિયાભરમાં 500થી વધારે કન્ફ્યૂશિયસ સંસ્થા છે અને માત્ર અમેરિકામાં 100થી વધારે છે. જો કે, આ સંસ્થા પોતાની શાર્પ પાવર નીતિઓનું વિસ્તરણ કરવા માટે બિજીંગ દ્વારા ઉપયોગ કરવાના લીધે બદનામ થઇ રહ્યા છે.