ETV Bharat / bharat

હજી સુધી ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન (સામુદાયિક પ્રસરણ)ની સ્થિતિ સર્જાઇ નથીઃ WHOનાં રિજનલ હેડ - community transmission

દેશના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે નિષ્ણાતોએ કમ્યુનિટી ટ્રાન્સમિશન (સમુદાયમાં પ્રસરણ) અંગેના તેમના વિચારો વ્યક્ત કર્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશનાં રિજનલ ડિરેક્ટર પૂનમ ખેત્રપાલ સિંઘે જણાવ્યું હતું કે, ભારતના હાલના કેસો ટ્રેસ કરી શકાય તેમ છો, આથી તે કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.

હજી સુધી ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન (સામુદાયિક પ્રસરણ)ની સ્થિતિ સર્જાઇ નથીઃ WHOનાં રિજનલ હેડ

author img

By

Published : Apr 10, 2020, 11:46 PM IST

દેશના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે નિષ્ણાતોએ કમ્યુનિટી ટ્રાન્સમિશન (સમુદાયમાં પ્રસરણ) અંગેના તેમના વિચારો વ્યક્ત કર્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશનાં રિજનલ ડિરેક્ટર પૂનમ ખેત્રપાલ સિંઘે જણાવ્યું હતું કે, ભારતના હાલના કેસો ટ્રેસ કરી શકાય તેમ છો, આથી તે કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.

ડો. ખેત્રપાલ સિંઘે કોરોના વાઇરસ, બિમારીને નિયંત્રિત કરવા ક્ષેત્રે ભારતના પ્રયાસો, પરીક્ષણની વ્યૂહરચના અને લોકડાઉન સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી.

પ્રશ્ન 1: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)એ આ નવા વાઇરસની લાક્ષણિકતા અને પ્રકૃતિ વિશે શું શોધ કરી છે? આ નવીન પ્રકારના વાઇરસ વિશે કયા નવા ટ્રેન્ડ્ઝ અથવા તો ડેટા સામે આવી રહ્યા છે? શું અત્યાર સુધીમાં તેની એટિઓલોજી (નિદાન વિજ્ઞાન) વિશે કોઇ તારણો આવ્યાં છે?

જવાબ: વર્તમાન સ્તરે ઉપલબ્ધ ડેટાના આધારે, કોવિડ-૧૯ પ્રસરણનો મુખ્ય વાહક એવા લોકો છે, જેઓ તેનાં લક્ષણો ધરાવે છે. પ્રાથમિક ડેટા સૂચવે છે કે, બિમારીના પાછલા તબક્કાના મુકાબલે, લોકોમાં લક્ષણોની શરૂઆત થાય તે સમયની આસપાસ તેઓ વધુ ચેપ લગાડી શકે છે. ઇન્ફેક્શનના લક્ષણો અગાઉના તબક્કાની બહેતર સમજૂતી મેળવવા માટે અને આ કેટલાક બનાવોમાં પ્રસરણ કેવી રીતે થઇ શકે છે તેની સમજૂતી મેળવવા માટે સંપર્કની વિસ્તૃત વિગતો લેવામાં આવી રહી છે.

લેબોરેટરીમાં કન્ફર્મ કરાયેલા કેટલાક એવા કેસોના રિપોર્ટ્સ છે, જે વાસ્તવમાં બિન-લક્ષણાત્મક (રોગનાં લક્ષણો ન દર્શાવતા હોય તેવા) છે, ત્યારે આજની તારીખે પણ બિન-લક્ષણાત્મક ટ્રાન્સમિશન (એસિમ્પ્ટોમેટિક પ્રસરણ) નોંધાયું નથી. જોકે, આ બાબત – આવું થઇ પણ શકે છે – એ સંભવિતતાનો છેદ ઉડાડતી નથી. બિન-લક્ષણાત્મક વ્યક્તિમાંથી પ્રસરણ થવું એ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાઇરસ (MERS-CoV) જેવા અન્ય કોરોનાવાઇરસ કરતાં ઘણું દુર્લભ છે. જે વ્યક્તિ રોગસૂચક હોય, લક્ષણાત્મક હોય, તે ખાંસી ખાઇને અથવા તો શ્વાસોચ્છવાસ થકી વધુ ઝડપથી વાઇરસને ફેલાવે છે. હૂ આ મહત્વના મુદ્દા વિશએના તમામ ઊભરી રહેલા પુરાવા પર નિયમિતપણે નજર રાખી રહ્યું છે.

સ્રોત વિશે, વધી રહેલા પુરાવા કોવિડ-૧૯ તથા ચામાચીડિયાંઓમાં, અને તેમાંયે ખાસ કરીને ર્હિનોલોફસ બેટ ઉપ-પ્રજાતિમાં ફરી રહેલા સમાન પ્રકારના કોરોનાવાઇરસ વચ્ચેનું જોડાણ દર્શાવે છે. આ તબક્કે ચીનના લોકો પ્રારંભિક સ્તરે SARS-CoV-2થી કેવી રીતે સંક્રમિત થયા, તેનો ચોક્કસ નિર્ણય લેવો શક્ય નથી.

આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો, તેના પ્રારંભમાં માનવીમાં પ્રસરણ (ટ્રાન્સમિશન)નો રૂટ હજી સુધી અસ્પષ્ટ રહ્યો છે. વર્તમાન સમયનું સૌથી સંભવિત અનુમાન એ છે કે, કોઇ મધ્યસ્થ યજમાન (ઇન્ટરમીડિઅરી હોસ્ટ) પ્રાણીએ આ પ્રસરણમાં ભૂમિકા ભજવી છે – પછી તે પાલતૂ પ્રાણી હોઇ શકે છે, વન્ય પ્રાણી હોઇ શકે છે કે પછી પાલતૂ કરવામાં આવેલું વન્ય પ્રાણી હોઇ શકે છે અને અત્યાર સુધીમાં તેની ઓળખ થઇ શકી નથી.

WHOએ SARS-CoV-2ને કારણે થતા કોવિડ-૧૯ના નિયંત્રણ માટે SARS-CoV-2ની ઓળખ સહિતની સંશોધન પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે તથા ખામીઓ શોધવા માટે નિષ્ણાતો સાથે સહકાર સાધવાનું યથાવત્ રાખ્યું છે. વર્તમાન માહિતી સૂચવે છે કે, આ વાઇરસને કારણે ફ્લુ જેવાં હળવાં લક્ષણો તેમજ વધુ ગંભીર બિમારી જેવાં લક્ષણો જોવા મળી શકે છે.

દર્દીઓમાં જોવા મળતાં લક્ષણોની રેન્જ આ પ્રમાણે છેઃ તાવ (83-98 ટકા), ખાંસી (68 ટકા) અને શ્વાસ લેવામાં તકલીફ પડવી (શ્વાસ ટૂંકો થવો) (19-35 ટકા). આશરે ૪૦ ટકા કેસોમાં હળવી બિમારી જોવા મળે છે, ૪૦ ટકા કેસોમાં મધ્યમ કક્ષાની (સાધારણ) બિમારીનાં લક્ષણો જણાય છે (રેડિયોલોજી દ્વારા કન્ફર્મ થયેલા ન્યૂમોનિયા તરીકે સ્પષ્ટીકૃત), જ્યારે આશરે ૧૪ ટકા કેસો ગંભીર બિમારી તરીકે વિકસે છે જ્યારે લગભગ પાંચ ટકા જેટલા કેસ અતિ ગંભીર પ્રકારના હોય છે. મોટી વય અને અગાઉથી મોજૂદ અન્ય શારીરિક તકલીફો એ ગંભીર બિમારી માટેનાં જોખમી પરિબળો છે. આ એક નવી બિમારી છે અને આપણી સમજૂતી ઝડપથી બદલાઇ રહી છે. WHOએ વર્તમાન અને નવા, એમ બંને પ્રકારના કેસો પર વિશ્લેષણ કરવાનું ચાલુ રાખ્યું છે, કારણ કે ગંભીરતા અંગેની આપણી સમજૂતી વધારવી જરૂરી છે.

પ્રશ્ન 2: વિવિધ પ્રકારની સપાટી (સરફેસ) ઉપર વાઇરસના અસ્તિત્વની સમય મર્યાદા (જેમ કે, એરોસોલ પર ત્રણ કલાક સુધી, સ્પષ્ટીકૃત કરતી એક પોસ્ટ સોશ્યલ મીડીયા પર ફરી રહી છેઽ તાંબા પર ચાર કલાક સુધી, કાર્ડ બોર્ડ પર ચોવીસ કલાક સુધી અને પ્લાસ્ટિક તથા સ્ટેઇનલેસ સ્ટીલ ઉપર બેથી ત્રણ દિવસ સુધી) તેમાં કેટલું તથ્ય છે?

જવાબ: કોવિડ-૧૯ જેના કારણે થાય છે, તે વાઇરસ મુખ્યત્વે જ્યારે કોઇ ચેપગ્રસ્ત (સંક્રમિત) વ્યક્તિ ખાંસી ખાય, છીંક ખાય અથવા તો બોલે, ત્યારે તેના મોંમાંથી નિકળતાં સૂક્ષ્મ ટીપાં થકી પ્રસરે છે. આ ટીપાં એટલાં ભારે હોય છે, કે તે હવામાં રહી શકતાં નથી. તે તરત જ જમીન ઉપર કે સપાટી પર પડી જાય છે.

જે વ્યક્તિને કોવિડ-૧૯ થયો હોય, તે વ્યક્તિ સાથે તમે એક મીટર અંદરના અંતરમાં હોવ, તો તે વાઇરસ તમારા શ્વાસમાં જવાથી તમને તેનો ચેપ લાગી શકે છે અથવા તો દૂષિત સપાટીનો સ્પર્શ કરીને ત્યાર પછી હાથ ધોયા વિના તમે તમારી આંખો, મોં અથવા નાકને સ્પર્શ કરો, તો તમને આ બિમારીનો ચેપ લાગી શકે છે.

વાઇરસ જુદી-જુદી સપાટી (સરફેસ)ને દૂષિત કરી શકે છે. SARS-CoV અને MERS-CoV પર હાથ ધરાયેલા અભ્યાસો સૂચવે છે કે, કોરોનાવાઇરસ તાપમાન, હવામાં ભેજ અને પ્રકાશ જેવા વિવિધ માપદંડોના મિશ્રણના આધારે જુદી-જુદી સપાટી પર અમુક દિવસો સુધી રહી શકે છે. આથી, WHO દ્વારા વારંવાર હાથ ધોવાની અને સપાટીઓને સ્વચ્છ કરતા રહેવાની વિનંતી કરવામાં આવે છે.

પ્રશ્ન 3: શું WHOએ (ઊંચા અને નીચા) તાપમાન સાથે SARS-CoV-2ના સંબંધ, પ્રતિસાદ અથવા તો રિએક્શન અંગે અભ્યાસ હાથ ધર્યો છે?

જવાબ: હજી સુધી આવી ધારણાની પુષ્ટિ કરતો કોઇ સબળ પુરાવો નથી.

લોકો નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ સાફ કરે, જંતુનાશક (ડિસઇન્ફેક્ટન્ટ) વડે નિયમિતપણે સપાટી સવચ્છ કરે, છીંક કે ખાંસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ રાખે, ૬૦ વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિ અથવા તો ડાયાબિટીસ, શ્વાસોચ્છવાસની બિમારી, કાર્ડિયોવસ્ક્યુલર બિમારી કે કેન્સર ધરાવતી વ્યક્તિ ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે તે જરૂરી છે. જો તમે બિમાર હોવ, તો ઘરે રહો અને તમારા પરિવારથી અલગ જમવાનું અને સૂવાનું રાખો, તમારાં જમવાનાં વાસણો જુદાં રાખો અને જો તમને શ્વાસ વામાં તકલીફ પડવા લાગે, તો તમારા ડોક્ટરને ફોન કરો અને તાત્કાલિક સારવાર લો.

પ્રશ્ન 4: હજી વિશ્વ કોવિડ-૧૯નો રોગનિવારણ ઇલાજ શોધવાથી કેટલું દૂર છે?
જવાબ: હજી સુધી કોઇપણ ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો કોવિડ-૧૯ની સારવાર માટે સલામત અને અસરરકારક નથી જણાયાં. તેમ છતાં, સંખ્યાબંધ દવાઓનું સંભવિત સંશોધનાત્મક થેરેપી તરીકે સૂચન કરવામાં આવ્યું છે અને તે પૈકીની ઘણી દવાઓનો હૂ અને સહભાગી દેશો દ્વારા કો-સ્પોન્સર્ડ સોલિડારિટી ટ્રાયલ સહિતનાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં અભ્યાસ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૪ દેશો કાં તો સોલિડારિટી ટ્રાયલમાં જોડાયા છે અથવા તો તેઓ જોડાવાની પ્રક્રિયામાં છે અને અભ્યાસની એક પાંખને ૨૦૦ કરતાં વધુ દર્દીઓની સોંપણી કરવામાં આવી હતી. ટ્રાયલમાં જોડાઇ રહેલો પ્રત્યેક નવો દર્દી કઇ દવા કારગત નીવડે છે, તેની જાણકારીની વધુ નિકટ પહોંચે છે. એન્ટી-વાઇરલ્સ અને સ્ટિરોઇડની સલામતી તથા અસરકારકતાની તપાસ કરતી બહુવિધ ક્લિનિકલ ટ્રાયલ્સ વિશ્વભરમાં ચાલી રહી છે.

પ્રશ્ન 5: હેલ્થ ઓથોરિટીએ હજી સુધી એમ નથી કહ્યું કે, ભારતમાં આ 'કમ્યુનિટી ટ્રાન્સમિશન' (સામુદાયિક પ્રસરણ)નો તબક્કો છે. શું તમે પણ એવું જ માનો છો?

જવાબ: કોઇપણ દેશમાં સામુદાયિક પ્રસરણનો તબક્કો ત્યારે કન્ફર્મ ગણાય, જ્યારે ઇન્ફેક્શનનો સ્રોત અસ્પષ્ટ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે જે-તે વિસ્તારમાં ટ્રાવેલ હિસ્ટ્રી વિના જ અને જાણીતા કેસો સાથેના રોગચાળાના જોડાણ વિના જ રોગચાળાનું ટ્રાન્સમિશન (પ્રસરણ) થવા માંડે, ત્યારે તે સ્થિતિને સામુદાયિક પ્રસરણનો તબક્કો કહેવામાં આવે છે. અત્યારે ભારતમાં જે કેસો આવે છે, તેને ટ્રેસ કરી શકાય (તેના સગડ મેળવી શકાય) તેમ છે. જોકે, સ્ટેજ ગમે તે હોય, પણ ચાવીરૂપ એક્શન પોઇન્ટ આ પ્રમાણે છેઃ લોકોને શોધવા, આઇસોલેટ કરવા, ટેસ્ટિંગ કરવું અને સારવાર કરવી તથા દરેક સંપર્કને ટ્રેસ કરવો (સંપર્કના સગડ મેળવવા), તમારી હોસ્પિટલને સુસજ્જ રાખવી, હેલ્થ વર્કર્સનું રક્ષણ કરવું અને તેમને તાલીમ આપવી. કોવિડ-૧૯ સામે લડવાનો આ એકમાત્ર માર્ગ છે.

પ્રશ્ન 6: WHOના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, “ટેસ્ટિંગ, ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ”, ત્યારે તમારા મતે, શું ભારત ઓછા ટેસ્ટ કરી રહ્યું છે?

જવાબ: ટેસ્ટિંગના મામલે, ભારતનો પ્રતિસાદ કોવિડ-૧૯ના પ્રસરણના ચિત્ર અને જરૂરિયાત અનુસારનો છે. ભારત સાતત્યના ધોરણે હાલની ૧૫૨ જાહેર ક્ષેત્રની લેબોરેટરીઝ અને ૪૯ માન્યતાપ્રાપ્ત ખાનગી લેબ ચેઇન્સ સાથે તેની ક્ષમતા વધારી રહ્યું છે. લક્ષણાત્મક હેલ્થકેર વર્કર્સ, શ્વાસોચ્છવાસની ગંભીર તકલીફ ધરાવતા હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ તથા કન્ફર્મ કેસોના લક્ષણાત્મક પ્રત્યક્ષ તથા જોખમી સંપર્કોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના હોટસ્પોટ વિસ્તારોના ઇન્ફ્લુએન્ઝા પ્રકારના તમામ કેસોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત બદલાતી પરિસ્થિતિ પ્રમાણે અવકાશ, જરૂરિયાત અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેની ટેસ્ટિંગ વ્યૂહરચના ચકાસી રહ્યું છે.

પ્રશ્ન 7: કેસોની સંખ્યાને જોતાં, તમારા મતે, શું ભારત રોગચાળો ફાટી નિકળવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે? કે પછી શું આ બિમારી અહીં હજી નિયંત્રણ હેઠળ છે? શું તમને લાગે છે કે, હૂ પાસેથી આગોતરી ચેતવણી મળી હોવા છતાં ભારતે લોકડાઉનનો નિર્ણય ઘણો મોડો લીધો?

જવાબ: અત્યાર સુધી ભારત ઝડપી અને આક્રમક પ્રતિસાદ દાખવીને કેસોની સંખ્યા પ્રમાણમાં ઓછી રાખવામાં સફળ રહ્યું છે. ભારતે તેના પ્રતિસાદનો પ્રારંભ વહેલો કરી દીધો હતો, જે બાબત આ દેશ માટે લાભદાયી છે. વળી, તેને કેસોની દ્રષ્ટિએ તેના કરતાં આગળ હોય તેવા દેશો પાસેથી શીખ મેળવવાની અને મહામારીનો સામનો કરવાવ માટે જુદી વ્યૂહરચનાઓ લાગુ કરવાની તક પણ મળી હતી.

મહામારીને નિયંત્રિત કરવાનો સૌથી અસરકારક માર્ગ એ છે કે, બિમારીને વહેલી તકે જાણી લેવી, આઇસોલેશનનો અમલ કરવો, સારવાર કરવી, સંપર્કોના સગડ મેળવવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનાં પગલાંને વેગ આપવો. લોકડાઉનના અમલથી આ કામગીરી સુપેરે હાથ ધરવામાં મદદ મળી રહે છે, પરંતુ મહામારીને ડામવાનો તે એકમાત્ર ઉપાય નથી.

પ્રશ્ન 8: શું ભારત હૂના ભંડોળમાંથી પીપીઇ મેળવવા માટે કોઇ મદદ મેળવી રહ્યું છે? કે પછી, તમારા મતે, શું તે પોતાને મેળે જ ઘણી સારી કામગીરી કરી રહ્યું છે?

જવાબ: ભારતનો પ્રતિસાદ રાષ્ટ્રીય ભંડોળ પર કાર્યરત છે. WHOએ તેના સ્ટોકમાંથી કેટલાંક PPEs અને પ્રાઇમર્સ પૂરાં પાડ્યાં છે અને સાથે જ તે વૈશ્વિક મહામારી સપ્લાય ચેઇન થકી પણ સપ્લાય પૂરો પાડી રહ્યું છે.

વિવિધ સજ્જતા અને પ્રતિસાદનાં પગલાં અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાજ્ય સરકારો સાથેની હૂની કામગીરીમાં દેખરેખ તથા સંપર્કના સગડ મેળવવાનું કાર્ય વધુ મજબૂત કરવું, લેબોરેટરી તથા સંશોધનના પ્રોટોકોલ્સને દ્રઢ કરવા, જોખમ પ્રત્યાયનને વધુ સજ્જ કરવું, હોસ્પિટલની સુસજ્જતા, સંક્રમણ નિવારણ માટેની તાલીમ અને નિયંત્રણ તથા ક્લસ્ટર કન્ટેનમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 9: તમારા મતે, દક્ષિણ એશિયાના અન્ય દેશોની તુલનામાં ઊભરી રહેલી સ્થિતિ પ્રત્યે ભારતનો પ્રતિસાદ કેવો છે?

જવાબ: WHO તમામ દેશોને નીચેના હેતુઓ માટે ઇમર્જન્સી રિસ્પોન્સ વ્યવસ્થા વધારવા વિનંતી કરી રહ્યું છેઃ

લોકો સાથે જોડાવા માટે,

પ્રત્યેક કેસને શોધવા માટે, આઇસોલેટ કરવા માટે, ટેસ્ટિંગ કરવા માટે અને સારવાર કરવા માટે તથા પ્રત્યેક સંપર્કને ટ્રેસ કરવા માટે,

હોસ્પિટલ તૈયાર કરવા માટે; અને

હેલ્થ વર્કર્સનું રક્ષણ કરવા અને તેમને તાલીમ આપવા માટે

કોવિડ-૧૯ સામેનો ભારતનો પ્રતિસાદ આક્રમક અને ઉચ્ચ સ્તરીય રાજકીય કટિબદ્ધતા સાથેનો રહ્યો છે. સર્વોચ્ચ રાજકીય નેતૃત્વ દ્વારા દોરવાતા ભારતના પ્રયાસો હૂએ ભલામણ કરેલી ઘણી કાર્યવાહીઓને અનુરૂપ છે, જેમકેઃ

સહનિર્દેશન

પ્લાનિંગ

દેખરેખ

સમુદાયની સામેલગીરી

નજર રાખવી

રેપિડ રિસ્પોન્સ ટીમ અને કેસની તપાસ

પ્રવેશના પોઇન્ટ્સ, રાષ્ટ્રીય લેબોરેટરી

સંક્રમણ પર નિયંત્રણ

કેસ મેનેજમેન્ટ અને કાર્યલક્ષી સહાય અને લોજિસ્ટિક્સ

ઉપરોક્ત તમામ મુદ્દા જારી રાખવા અને તમામ સ્તરે તે સુનિશ્ચિત કરવા જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.