નવી દિલ્હીઃ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારત-ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ પર CDS બીપિન રાવતે મોટું નિવાદન આપતા કહ્યું કે, લદ્દાખમાં વાતચીત નિષ્ફળ ગઈ તો ભારત સૈન્ય વિકલ્પો પર વિચાર કરશે.
જો કે, સકહદ વિવાદનો ઉકેલ લાવવા માટે ભારત-ચીન વચ્ચે અનેકવાર સૈન્ય સ્તરની ચર્ચાઓ થઇ છે. જેમાં લેફ્ટનન્ટ-જનરલ સ્તરની ચર્ચાઓ પણ સામેલ છે. સંયુક્ત સચિવ સ્તરના અધિકારી ચીન સાથે વાત કરી રહ્યાં છે. બંને પક્ષો વચ્ચે સરહદ પર તણાવ ઓછો કરવા માટેની પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બીપિન રાવતનું મોટું નિવેદન આવ્યું છે.
બીપિન રાવતે જણાવ્યું કે, લદ્દાખમાં ચીની સેનાએ દ્વારા ઉભા કરવામાં આવેલા તણાવને પહોંચી વળવા સૈન્ય વિકલ્પ ઉભા જ છે, પરંતુ આનો અમલ સૈન્ય અને રાજનૈતિક સ્તરની વાતચીત નિષ્ફળ થઈ તો જ કરવામાં આવશે. આ વિવાદનો અંત લાવવા બંને પક્ષો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જેમાં સરહદ પર તણાવ ઓછો કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
બીપિન રાવતે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, LAC પર તણાવનું કારણ સરહદને લઈને છે. જો કે, તમામ ચર્ચા બાદ જ સૈન્ય વિકલ્પો અંગે વાત કરવામાં આવશે. મહત્વનું છે કે, લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારત-ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચીન હજુ પણ પૈંગોંગ વિસ્તારમાં તંબુ તાણીને બેઠું છે, તે ફિંગર-5થી પીછેહટ કરવા તૈયાર નથી.