નવી દિલ્હીઃ સમગ્ર દેશ કોરોના મહામારીનો શિકાર બની રહ્યો છે, ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,916 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 757 દર્દીઓએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
સ્વાસ્થય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર શનિવારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 13 લાખ 36 હજાર 861 થઇ છે. તો મૃત્યુ થનારા લોકોની સંખ્યા 31 હજાર 358 થઇ છે.
રાજ્યવાર આંકડા
દેશના અન્ય રાજ્યોમાં કોરોનાનો કહેર યથાવત છે. સૌથી પહેલા પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 53,973 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં 1290 લોકોના કોરોનાથી મોત થયા છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાનું સંકટ ખૂબ જ વધી ગયું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 60,771 સુધી પહોંચી છે, તો મૃત્યુઆંક 1348 થયો છે.
તેલંગાણામાં 52,466 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મૃત્યુઆંક વધીને 455 સુધી પહોંચ્યો છે.
રાજસ્થાનમાં 34,178 સંક્રમિત અને 602 લોકોના મોત થયા છે. જ્યારે તમિલનાડુમાં 1,99,749 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, તો 3320 લોકોના મોત થયા છે.
મધ્ય પ્રદેશમાં 26,210 લોકો કોરનાથી સંક્રમિત થયા છે. તો મૃત્યુ પામનારાની સંખ્યા 791 થઇ છે.
દિલ્હીમાં 1,28,389 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 3,777 લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે.
બિહારમાં 33,926 લોકો કોરોનાથી સંક્રમિત થયા છએ. અહીં પણ આ મહામારી તેજીથી ફેલાઇ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 220 લોકોના મોત થયા છે. ઝારખંડમાં 7493 લોકો કોરોનાથી પોઝિટિવ થયા છે, જ્યારે 70 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઉત્તરાખંડમાં 5445 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તો અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે.
છત્તીસગઢમાં 6731 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 36 લોકોના કોરોનાથી મોત થયા છે.