ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસની સંખ્યા 8 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 27,114 કેસ નોંધાયા - punjab corona update

દિલ્હીમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ દેશભરમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27,114 કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 22,123 થયો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 83 હજારથી વધુ છે.

india corona update
ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસની સંખ્યા 8 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 27,114 કેસ નોંધાયા
author img

By

Published : Jul 11, 2020, 10:56 PM IST

હૈદરાબાદઃ દિલ્હીમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ દેશભરમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27, 114 કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ દેશભરમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27,114 કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 22,123 થયો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 83 હજારથી વધુ છે.

મધ્ય પ્રદેશ

કોરોના વાઈરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં દર રવિવારે લોકડાઉન રહેશે. ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરે જણાવ્યું છે કે ઈન્દોરમાં 89 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 5176 થઈ છે. 261 લોકોને ઈન્ફેક્શન લાગ્યું છે અને 3956 લોકો રિકવર થયા છે.

બિહાર

બિહાર હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પટના એઈમ્સને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્ય ગણવામાં આવી છે. શુક્રવારે બિહારમાં 352 નવા કેસ નોંધાયા હતા. રાજ્યામાં કેસનો કુલ આંકડો 14,330 પર પહોંચ્યો છે અને 9792 લોકો રિકવર થયા છે.

ઝારખંડ

રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેન છેલ્લા 3 દિવસથી હોમ ક્વૉરન્ટીન હેઠળ છે. તેમને કોવિડ-19નો ટેસ્ટ પણ કરવામાં આવ્યો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યપ્રધાનની તબિયત સારી છે. પ્રધાન મિથિલેશ ઠાકુર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઠાકુરના સંપર્કમાં આવ્યા બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેન હાલ હોમ ક્વૉરન્ટીન હેઠળ છે.

ઉત્તર પ્રદેશ

હોમગાર્ડ મિનિસ્ટર ચેતન ચૌહાણ કોરોના પોઝિટિવ આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેતા 30 સુરક્ષાકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 35000 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 1392 કેસ નોંધાયા છે.

ઉત્તરાખંડ

લદ્દાખ પછી ઉત્તરાખંડમાં ઝડપથી રિકવરી રેટ વધી રહ્યો છે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું છે કે, રાજ્યમાં કોવિડ-19ના ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે. દેહરાદુન, હરિદ્વાર, ઉધમસિંહ નગર અને નૈનિતાલમાં સ્પેશિયલ વિજિલન્સની ટીમ કાર્યરત છે.

રાજસ્થાન

રાજસ્થાન હાઈકોર્ટના 9 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને લોકઅદાલતને પણ મુલતવી રાખવામાં આવી છે.

દિલ્હી

દિલ્હીમાં શનિવારે 1781 નવા કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 1 લાખથી પણ વધુ છે. મૃત્યુદર 3334 પર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃત્યુદર ઘટ્યો છે. રિકવરી રેટ 74 ટકા થયો છે.

પંજાબ

પંજાબમાં મૃત્યુદર 197 થયો છે. રાજ્યમાં 231 નવા કેસ નોંધાયા છે અને કુલ કેસની સંખ્યા 7587 પર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.