કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખિયલ નિશંક કોટાની મૂલાકાતે ગયા છે. કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, શિક્ષણ નથી તો જીવનનુ કંઇ અસ્તિત્વ જ નથી. શિક્ષણ ખૂબ જ જરુરી છે. શિક્ષણ એ એવુ મજબૂત હથિયાર છે, જે કોઇપણ પરિસ્થતીને બદલી શકે છે.
ભારતએ દૂનિયાનો વિશ્વ ગુરુ રહ્યો છે. આપણુ શિક્ષણ એટલા માટે શ્રેષ્ઠ હતુ, જ્યારે વિશ્વમાં ક્યાંય પણ વિશ્વવિધાલય ન હતુ. ત્યારે ભારતમાં નાંલદા અને તક્ષશિલા જેવા વિશ્વવિધાલય હતા.એટલે પૂરી દુનિયા અહીં આવીને શિખતી હતી.
ઉપરાંત તેમને કહ્યું કે, વિકાસશીલ દેશ વિશ્વને બજાર માને છે. જ્યારે આપણુ માનવુ છે કે, પરિવારમાં પ્યાર હોય છે જ્યારે બજારમાં વ્યાપાર હોય છે. આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આગળ વધીએ છીએ.
પ્રધાન નિશંકએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાને વિશ્વનાં સૌથી મોટા લોકતંત્રના હેડ માસ્ટર છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં ઇતિહાસ બનાવી દીધો. તેના કાર્યકાળ દરમિયાન વધારે સમય લાંબી લોકસભા ચાલી છે. નવા સાસંદ સભ્યોને બોલવાની તક મળી છે. સૌથી વધારે બીલ લોકસભામાંથી પસાર થયા છે.
ઉપરાંત તેમને કહ્યું કે, એક દેશ એક વિધાનના અર્થને સાકાર કરવા માટે આર્ટિકલ 370ને દૂર કરવામાં આવ્યું છે અને આ નિર્ણયને લઇને દેશનો દરેક વ્યક્તિ ગર્વ અનુભવી રહ્યું છે કે, મને પણ હિંદી આવડે છે. પછી તે દક્ષિણમાં રહેતા હોય તો પણ તેની હિંદી સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.