ETV Bharat / bharat

બાળકોના બાળપણને ભરખી રહ્યો છે કોરોના વાઇરસ - Increased child mortality due to starvation and malnutrition

કોરોના વાઈરસની મહામારી જીંદગીઓ, લોકોની ચેતના, લોકોની આશાઓ, આકાંશાઓને અસર પહોંચાડી રહી છે તેમજ તે દુનિયાના દેશોના અર્થતંત્ર અને આર્થિક માળખાને બરબાદ કરીને દુનિયાને ભય તરફ ધકેલી રહી છે.

Covid 19 Child
Covid 19 Child
author img

By

Published : May 20, 2020, 8:16 AM IST

ન્યૂઝ ડેસ્ક : તાજેતરમાં જ UNICEFએ ચેતવણી આપી છે તે Covid-19ની ભારતના ભવિષ્ય પર ખૂબ જ ખરાબ અસર પડશે. ગત મહિને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના ફેલાવાના પગલે મેલેરીયા અને પોલિયો જેવા રોગો પર ધ્યાન કેન્દ્રીત કરવા હાકલ કરવામાં આવી હતી.

UNICEFએ બાળકો માટે ચિંતા વ્યક્ત કરતા કોરોના વાઈરસની બાળકો પર પડનારી અસરનુ ભયંકર ચિત્ર રજૂ કર્યુ છે. લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘણી જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટ સીસ્ટમ સ્થગીત થઈ હતી. લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી હતી તેમજ આ સમયે સ્વાસ્થ્ય સબંધી સામાન્ય સેવાઓ પણ ઉપલબ્ધ ન હતી. UNICEFએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આ તમામ પરીસ્થીતિને કારણે માતા-પિતાની આવકને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. જેના પરીણામે ભૂખમરા અને કુપોષણના કારણે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે દુનિયાના 118 પછાત અને વિકાસશીલ દેશોમાં આગામી છ મહિના સુધી દરરોજ સામાન્ય મૃત્યુ ઉપરાંતના છ હજાર બાળકોના મૃત્યુ થઈ શકે છે.

આ યાદીમાં ઇથોપિયા, કોંગો, તાન્ઝાનિયા, નાઇજીરીયા, યુગાન્ડા અને પાકિસ્તાન જેવા જાનહાનીનુ સૌથી વધુ જોખમ ધરાવતા દેશોના નામ આપવામાં આવ્યા છે અને ચીંતાનો વિષય એ છે કે આ દસ દેશોના નામમાં ભારતનો સમાવેશ થાય છે. આ એવા કમનસીબ બાળકો છે જે તેમના પાંચમાં જન્મદિવસની ઉજવણી પહેલા જ આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. યોગ્ય પોષણ અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ અભાવે બાળકોના અકાળે થઈ રહેલા મૃત્યુને રોકવાની આ દેશોની જવાબદારી છે. UNICEFએ જણાવ્યુ હતુ કે જો યોગ્ય સમયે યોગ્ય પગલા નહી લેવામાં આવે તો આગામી દીવસોમાં પરીસ્થીતિ વધુ ખરાબ થઈ શકે છે. માટે જ UNICEFએ ભારત સહીત અનેક દેશોને ચેતવણી આપી છે.

એક તરફ Covid-19ની મહામારી હોવાથી બાળકોના આરોગ્ય પ્રત્યે જો હજુ પણ વધુ બેદરકારી રાખવામાં આવશે, તો પરીસ્થીતિ વધુ ખરાબ થઈ શકે છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, UNICEF અને લેન્સેટ જર્નલના સંયુક્ત અભ્યાસમા જણાવવામાં આવ્યું હતું કે, મધ્ય એશિયા, ચાડ અને સોમાલિયા જેવા દેશોમાં બાળકો માટેની આરોગ્ય સેવાઓ ખૂબ જ નબળી છે. આવા 180 દેશોની યાદીમાં ભારતને 131મા ક્રમે રાખવામાં આવ્યુ છે.

પોષણની પરીસ્થીતિ પર કાબુ મેળવવાના સરકારના દાવાઓ છતા ભારતમાં હજુ પણ દર વર્ષે સાત લાખ બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામે છે. હાલ, તો કુપોષણને દુર કરવા માટે હાથ ધરવામાં આવેલી યોજના ‘પોષણ અભિયાન’ અને છેલ્લા સાડા ચાર દાયકાથી ચાલી રહેલી ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (ICDS) યોજનાની આલોચનાત્મક સમીક્ષા કરીને તેમાં રહેલી ખામીઓને દૂર કરવાની જરૂર છે.

177 દેશોમાં 130 કરોડથી વધુ બાળકો હાલ શાળાએ જવા અસમર્થ છે. શાળાઓમાં મધ્યાહન ભોજનથી વંચીત બાળકોની સંખ્યા પણ કરોડોમાં છે. આંકડાઓ પ્રમાણે 37 દેશોમાં 12 કરોડ બાળકો ઓરીની રસી મેળવવા માટે અસમર્થ છે અને તેના પરીણામે તેઓ કોરોના મહામારીની ચપેટમાં આવવાનો ભય રહેલો છે. દેશમાં 40% બાળકો રસી કે વીટામીનથી વંચિત છે.

આ પરીસ્થિતિમાં બાળ મૃત્યુદરને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલા જ દેશનું ભવિષ્ય નક્કી કરશે. સ્થિર માનવ વિકાસના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બાળકલ્યાણ એ જ ચાવીરૂપ તત્વ છે. માળખાગત સુવિધાઓને જાળવવા ઉપરાંત બાળકોના વિકાસ પર ધ્યાન આપવુ અને ભવિષ્યની એક મજબૂત પેઢી તૈયાર કરવી એ પણ સરકારની મુખ્ય જવાબદારી અને ફરજ છે!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.