ઉત્તર પ્રદેશઃ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યાને કાબૂમાં લેવા માટે આ પ્રકારની બધી વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકાર કરી રહી છે .પરંતુ આજે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના KGMU અહેવાલો પ્રમાણે 22 નવા કોરોના વાઇરસના નવા કેસ સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. KGMU દ્વારા 1800 કોરોનાના રિપોર્ટ તપાસવામાં આવ્યા હતા. જેમાં 22 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ બધા દર્દીઓ ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાથી સામે આવ્યાં છે. આ બધાનાના રિપોર્ટ ભૂતકાળમાં KGMUમાં જિલ્લાઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા.આ પછી હવે આ લોકોમાંથી 22 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
કયાં જિલ્લામાં કેટલા કોરોના પોઝિટિવ…
1. લખનઉ 02
2. ઉન્નાવ 01
3. હરદોઈ 16
4. સંભલ 03
કુલ સંખ્યા 22 થઇ છે
આ પછી લખનઉ, ઉન્નાવ, હરદોઈ, સંભલ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તમામ કોરોનાના દર્દીઓને કોવિડ-19 વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે. આમ 22 નવા દર્દીઓ સામે આવ્યાં બાદ ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 8751 થઈ ગઈ છે.
રાજ્યભરમાં કવોરેન્ટાઇન દર્દીઓની સંખ્યા કુલ 8386 છે. આ સાથે રાજ્યમાં 3242 દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેથી તે જ 5176 દર્દીઓ કોરોના વાઇરસથી મુક્ત થયા છે. આ સાથે ઉત્તર પ્રદેશના કોરોનાથી 229 લોકોનાં મૃત્યુ થયા છે..