ગુવાહાટીઃ આસામના શિક્ષણ પ્રધાન હિંમત બિસ્વા શર્માએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આસામમાં સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે, 23થી 30 ઓગસ્ટ દરમિયાન તમામ શિક્ષકોનો કોરોના ટેસ્ટ ફરજિયાતપણે કરાવવામાં આવશે.
હિંમત બિસ્વા શર્માએ શનિવારે ગુવાહાટીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, અમે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છીંએ, પરંતુ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા-વિચારણા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ધોરણ-4 સુધીના બાળકો માટે શિક્ષણ શરૂ કરવામાં આવશે નહીં.
આસામમાં કોરોના સંક્રમણના કુલ 14,600 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર 9,147 ડિસ્ચાર્જ થયા છે અને 27 લોકોના મોત થયાં છે.