ETV Bharat / bharat

પાકિસ્તાન ટીવી હોસ્ટનો દાવો- સિંથિયા સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છતા હતા ઈમરાન ખાન

લોકપ્રિય પાકિસ્તાની ટેલી હોસ્ટ અલી સલીમ ઉર્ફે બેગમ નવાઝિશ અલીએ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકન બ્લોગર સિંથિયા ડોન રિચિ સાથે શારીરિક સંબંધ બાંધવા માગતા હતા. અલી સલીમે સિંથિયા સાથેની વાતચીતના આધારે આ વાતનો ખુલાસો કર્યો છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે ડોન રિચિએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના (પીપીપી) ટોચના નેતાઓ સહિત પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રહેમાન મલિક સહિતનાઓ પર જાતીય શોષણનો આરોપ લગાવી ચુકી છે.

Cynthia Ritchie
પાકિસ્તાન ટીવી હોસ્ટ
author img

By

Published : Jun 9, 2020, 9:09 AM IST

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની લોકપ્રિય ટેલીહોસ્ટ અલી સલીમ ઉર્ફે બેગમ નવાઝ અલીએ મોટો ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકન બ્લોગર સિંથિયા ડોન રિચી સાથે સેક્સ માણવા માગતા હતા.

અલી સલીમને સિંથિયાની નજીક માનવામાં આવે છે. અલી સલીમના જણાંવ્યા અનુસાર એક વાતચીત દરમિયાન સિંથિયાએ તેમને ઇમરાન ખાન દ્વારા શોષણ થવાનું કહ્યું હતું. અલીએ કહ્યું કે તે (ઇમરાન ખાન) સિંથિયાની ખૂબ નજીક હતો અને સાથે રૂમમાં રહી ચુક્યા હતા.

એક પાકિસ્તાની પત્રકાર સાથેની વાતચીતમાં અલી સલીમે ખુલાસો કર્યો કે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રેહમાન મલિકે સિંથિયા પર બળાત્કાર ગુજાર્યો હતો. અલીએ કહ્યું, "જો તે મને ઇમરાન ખાન દ્વારા સંભોગની માગ પર ચર્ચા કરી શકે, તો તે પૂર્વ ગૃહ પ્રધાન દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ વિશે પણ વાત કરી શકે, પરંતુ તેણે તેમ કર્યું ન હતું."

આપને જણાવી દઈએ કે, રિચિએ તાજેતરમાં જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના ટોચના નેતાઓ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં હવે તેમના એક નજીકના વ્યક્તિએ હાલના વડાપ્રધાન પર આવા ગંભીર આક્ષેપો કર્યા બાદ હવે પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અલીએ કહ્યું, "હું ખાતરી કરાવી શકું છું કે સિંથિયાએ રહેમાન મલિકે તેના પર બળાત્કાર કર્યા અંગે ક્યારેય મારી સાથે વાત કરી નથી."

રિચિએ શુક્રવારે એક ફેસબુક લાઇવ દરમિયાન દાવો કર્યો હતો કે, 2011માં રહેમાન મલિકે ઓસામા બિન લાદેનની હત્યાના સમયની આસપાસ જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન મકદૂમ શાહાબુદ્દીન પર પણ આરોપ લગાવ્યો કે બંનેએ તેમની સાથે ગેરવર્તન પણ કર્યું છે.

સિંથિયાએ જણાવ્યું હતું કે ગિલાની રાષ્ટ્રપતિ ભવનમાં રહ્યા હતા ત્યારે તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, ગિલાનીએ બ્લોગરના દાવાને નકારી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.