ઇન્ફાલમાં આવેલાં થંગાલ બજારમાં એક IED (ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇઝ) વિસ્ફોટ થયો હતો. જેમાં 4 પોલીસકર્મી અને 1 સ્થાનિકને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ હૉસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાની જાણ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી ઘટનાને લઈ વધુ જાણકારી સામે આવી નથી.