ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના વાઈરસ: જાણો મુખ્ય પ્રધાન કેજરીવાલે શું લીધા પગલા? - સંક્રમિત

કોવિડ -19 પોઝિટિવ કેસ વધવાથી ICMRએ શ્વસન ચેપ પરીક્ષણ પછી 36 વિસ્તારોમાં ક્વોરેન્ટાઈન કરવા સૂચવ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે ઉચ્ચ અધિકારીઓના જોખમો ધરાવતા વિસ્તારોમાં ક્વોરેન્ટાઈન વ્યૂહરચનાનો કડક અમલ કરવા અધિકારીઓને પણ નિર્દેશ આપ્યા હતા.

ICMR suggests containment in 36 dists after many with respiratory infection test COVID-19 positive

author img

By

Published : Apr 10, 2020, 1:25 PM IST

નવી દિલ્હી : કોવિડ -19 પોઝિટિવ કેસ વધવાથી ICMRએ શ્વસન ચેપ પરીક્ષણ પછી 36 વિસ્તારોમાં ક્વોરેન્ટાઈન કરવા સૂચન કર્યુંં છે. રાજધાનીમાં ગુરૂવાર સુધીમાં કોરોના વાઈરસના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે 21 વિસ્તારોમાં 'Operation SHIELD'ની જાહેરાત કરી છે. દિલ્હીમાં 700થી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે.

લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે ઉચ્ચ અધિકારીઓને કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાં કન્ટેન્ટ વ્યૂહરચના અને કડક અમલ કરવા પણ નિર્દેશનો આપ્યા હતા. મુખ્યપ્રધાને રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. તેના એક દિવસ બાદ 42 વર્ષના એક શખ્સે સફદરજંગ હોસ્પિટલની બે મહિલા નિવાસી ડૉકટરો પર હુમલો કર્યો હતો, જેમાં તેઓએ "કોવિડ -19" ફેલાવ્યાનો આરોપ લગાવ્યો હતો.

રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અને સર ગંગારામ હોસ્પિટલના 2 પેરામેડિક સ્ટાફ સહિત 51 નવા કેસો નોંધાયા છે. જેમાં કોવિડ-19ના પોઝિટિવ કેસની સંખ્યા 720 છે. દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દિલ્હીમાં મૃતકોની સંખ્યા 12 થઈ હતી. કુલ કેસમાં 430 કેસ માર્ચમાં તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકઝ (કેન્દ્ર)માં યોજાયેલી ધાર્મિક મંડળના છે.

સ્વાસ્થ્યની બુલેટિનમાં નિઝામુદ્દીન મરકઝનું નામ લેવા સામે સવાલ ઉઠાવતા, દિલ્હી લઘુમતી પંચે (ડીએમસી) શહેરના આરોગ્ય વિભાગને કોરોના વાઈરસના કેસ અંગે ટૂંકમાં કેન્દ્રનો ઉલ્લેખ કરવાનું બંધ કરવા સુચવ્યું છે.

ભોપાલમાં તબલીઘી જમાતની મંડળમાં ભાગ લેનારા 22 વર્ષીય વ્યક્તિને આ સપ્તાહની શરૂઆતમાં કોરોના વાઈરસ ફેલાવવાના આરોપ બાદ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બાવાનામાં માર મારવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને કન્ટેન્ટ વિસ્તારોમાં રહેતા લોકોને 'ઓપરેશન શિલ્ડ' લાગુ કરવા સહયોગ આપવા માટે અપીલ કરતા કહ્યું કે, આ કડક પગલા છે, પરંતુ તમને અને અન્ય લોકોને કોવિડ -19થી બચાવવા આ પગલા લેવા આવશ્યક છે.

ઓનલાઇન બ્રીફિંગ દરમિયાન 'ઓપરેશન શીલ્ડ' વિશે માહિતી આપતા કેજરીવાલે જણાવ્યું કે, ઓપરેશનના પ્રથમ 'એસ' હેઠળ સરકાર ત્યાંના પોઝિટિવ કેસના ભૌગોલિક વિસ્તારને તાત્કાલિક સીલ કરશે. હવે પછીના તબક્કે અમે સીલબંધ વિસ્તારોનાં લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ મૂક્યા છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં, કોવિડ -19ના લક્ષણો ધરાવતા લોકોને અલગ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

'ઓપરેશન શિલ્ડ'ના 'ઇ' પાત્ર વિશે કેજરીવાલે સમજાવતા જણાવ્યું હતું કે, સરકાર આવશ્યક વસ્તુઓની હોમ ડિલિવરી સુનિશ્ચિત કરશે. આ તબક્કા પછી સરકાર આવા વિસ્તારોમાં સ્વચ્છતા પણ કરશે. જ્યાં કોવિડ-19ના એક કે બે પોઝિટિવ કેસ જોવા મળ્યા હોય, ત્યાં કફ કે અન્ય કોઈ લક્ષણોની તપાસ કરવામાં આવશે.

જનજાગૃતિની આર્થિક અસરને પગલે રાજ્યની તિજોરી પર પડતા ભારણ વિશે જણાવ્યું હતું કે, વેરા વસૂલવાનું લગભગ બંધ થઈ ગયું હોવાથી સરકારે ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેકને તેમના સ્તરે ખર્ચમાં પણ ઘટાડો કરવો પડશે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય વિભાગ, પોલીસ અને અન્ય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન એલ.જી.બૈજલે જણાવ્યું હતું કે, તબીબી વ્યાવસાયિકોની ક્ષમતા વધારવાની સાથે ક્લિનિકલ મેનેજમેન્ટ માટેના તમામ રક્ષણાત્મક પગલાં પણ ચાલુ રાખવા જોઈએ.

રાજ્યપાલ ઓફિસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં, બૈજલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કન્ટેન્ટ એક્શન પ્લાન, શ્રેષ્ઠ વ્યવહાર વહેંચણી અને સંપર્ક ટ્રેસિંગ અને ટ્રેકિંગ પર ધ્યાન આપવુ જરૂરી છે. નિવારક નિયંત્રણ, સખત સંપર્ક ટ્રેસિંગ અને ઉન્નત દેખરેખ સાથે સખત ક્વોરેન્ટાઈનનો આગ્રહ હોવો જોઈએ.

મધ્ય દિલ્હીના બંગાળી માર્કેટમાં, સરકારે જાહેર કરેલા COVID-19 હોટસ્પોટ્સમાં, પેસ્ટ્રી દુકાનના માલિક વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જ્યારે 35 કામદારો અસ્વસ્થ પરિસ્થિતિઓમાં રહેતા હતા. કોરોના વાઈરસના ફેલાવાને સમાપ્ત કરવા માટે સામાજિક અંતરનાં ધારા ધોરણનું પાલન કરતા નહતા.

પૂર્વ દિલ્હીના મયુર વિહાર એક્સ્ટેન્શનમા મોટી સંખ્યામાં ગેટેડ એપાર્ટમેન્ટ્સ છે. જ્યાં વર્ધમાન એપાર્ટમેન્ટને સીલ કરાયું હતું. જે કારણે રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

વર્ધમાન એપાર્ટમેન્ટથી થોડા બ્લોક દૂર પરવાના એપાર્ટમેન્ટના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોમાં આશંકાની ભાવના છે. વર્ધમાન એપાર્ટમેન્ટ્સની ખૂબ નજીક આવેલા સમાચાર એપાર્ટમેન્ટ્સના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, મકાનની બહાર તંબુ બનાવવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓનો કાફલાને પણ ખડકી દેવામાં આવ્યો છે.

કોરોના વાઈરસના શંકાસ્પદ કેસો નોંધાયા હોવાના અહેવાલ મળતા કેટલાક વિસ્તારોના લોકોએ તેમના વિસ્તારોમાં સીલ લગાવાની અફવાઓ અંગે ગભરાટ ફેલાયો હતો.

દક્ષિણ દિલ્હીના લાજપત નગર -1ના એચ બ્લોક નજીક કોરોના વાઈરસના કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા બાદ, કૃષ્ણ માર્કેટ પાસેની તમામ દુકાનો બંધ રાખવા કહેવામાં આવ્યું હતું અને સંપુર્ણ વિસ્તાર સેનેટાઈજ કરવામાં આવ્યો હતો.

શહેરના નિવાસી કલ્યાણ સંગઠનોની એક છાત્ર સંસ્થાએ અધિકારીઓને તાકીદ કરી છે કે, લોકડાઉનના અમલીકરણમાં દરરોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવે છે અને લોકડાઉનના અમલીકરણમાં થતી ફરિયાદો અને અસંગતતાઓની નોંધ રાખવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.