નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ જાણકારી આપી કે, 29 જુલાઈના ભારતમાં 5 રાફેલ વિમાન ભારત પહોંચશે. આ લડાકુ વિમાન 29 જુલાઈના અંબાલા એરબેસના સ્ટેશન પર પહોંચશે. આ વિમાનોને 20 ઓગસ્ટે વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
વાયુસેનાના એર ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂ ફ્રાંસમાં અદ્યતન શસ્ત્ર પ્રણાલીથી સજ્જ લડાકુ રાફેલ વિમાનની તાલીમ લીધી છે.વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, લડાકૂ વિમાન આવ્યા બાદ તેના સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, પૂર્વી લદાખમાં ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા ગતિરોધ વચ્ચે વાયુસેનાના ટોચના કમાન્ડરની બેઠક લદાખમાં મળેશે. આ દરમિયાન રાફેલ લડાકૂ વિમાનની ભારત-ચીન સરહદ પર તૈનાતી પણ ચર્ચા કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાના ટોચના કમાન્ડરેની 2 દિવસની બેઠક 22 જુલાઈથી શરુ થશે.સુત્રોએ કહ્યું કે, વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાની આગેવાનીમાં મળનારી બેઠકમાં મુખ્ય મુદ્દો પૂર્વી લદાખ અને ઉત્તરી સરહદમાં સૈન્યદળો દ્વારા કરેલી ફૉરવર્ડ બ્લોક હશે. આ બેઠકમાં 7 કમાન્ડર ઈન ચીફ સામેલ રહેશે.
વાયુસેનાએ તેમના અત્યાઆધુનિક જેમ કે, મિરાજ 2000, સુખોઈ-30 અને મિગ-29ના બધા જ લડાકુ વિમાનને મુખ્ય ચૌકિઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. જેના દ્વારા સરહદ પર દિવસ-રાત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.અપગ્રેડ અપાચે હેલીકૉપ્ટરને પણ ભારત ચીન સરહદ પર મુખ્ય ચૌકિઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. જે રાતના સમયે પણ પૂર્વી લદાખ સરહદની સતત સુરક્ષા કરે છે.
ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનીને કહ્યું કે, આ 36 વિમાન ભારતને નિયત સમયગાળામાં પૂરા પાડવામાં આવશે. રફાલ વિમાનની ખરીદી માટે સપ્ટેમ્બર 2016માં ભારત અને ફ્રાંસ સરકાર વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી. આ કરાર હેઠળ ભારત 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાન ખરીદશે. તમને જણાવી દઈએ કે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા રાફેલ સોદા અને વિમાનની કિંમતો અંગે સરકાર પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે પણ આ દાવાઓને ખોટી ગણાવીને સરકારને ક્લિનચીટ આપી હતી.