હૈદરાબાદ :ક્લિનિકલ-સ્ટેજની બાયોફાર્માસ્યૂટિકલ કંપની ગણાતી I-Mab નવિનતમ બાયોલોજીની શોધ કરવા, તેને વિકસાવવા અને તેનું વેપારીકરણ કરવા કૃતનિશ્ચયી છે જેણે ડેટાની પ્રમાણિકતા અને સંશોધનના નિષ્કર્ષને વધુ વિશ્વસનિયતા પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા ક્લિનિકલ ટ્રાયલના તમામ નીતિ-નિયમોનું અત્યંત ચૂસ્તપણએ પાલન કર્યું હતું અને પ્રતિરોધક રક્તકણોની વિશ્વના સ્તરે anti-GM-CSF ની હાલ ચાલી રહેલી સમાન શોધમાં કંપનીની શોધ સૌ પ્રથમ ગણાય છે. કંપનીની ડેટા મોનિટરિંગ કમિટિ દ્વારા આ જાહેરાત કરાઇ હતી. આ કમિટિએ દર્દીની સલામતી અને આ સંશોધનની પ્રક્રિયાનું સર્વગ્રાહી વિશ્લેષણ કરવા આ સંશોધનના ભાગ-1ની સમીક્ષા પણ કરી હતી. સર્વગ્રાહી સમીક્ષા અને વિશ્લેષણ બાદ કમિટિએ એવું તારણ રજૂ કર્યું હતું કે કંપની તેની યોજના મુજબ આ સંસોધનનો વિભાગ-2 હવે શરૂ કરી શકે છે. કમિટિનું તારણ સ્પષ્ટ એવો સંકેત આપે છે કે કંપની દ્વારા શોધાયેલ TJM2 નામનો પ્રતિરોધક રક્તકણ તદ્દન સલામત છે અને કોવિડ-19ના દર્દીની સારવાર કરવા સક્ષમ છે.
ભાગ-1 જેવી જ ડિઝાઇન ધરાવતા ભાગ-2માં સમાન દર્દીઓના જૂથને નિશાન બનાવવામાં આવશે અને આ ભાગ ટૂંક સમયમાં જ શરૂ થઇ જાય એવી અપેક્ષા રાખવામાં આવે છે. વધારામાં કમિટિએ નીતિ-નિયમોમાં કરાયેલા ફેરફારોને પણ માન્ય રાખ્યા હતા જેમાં સમાન ધારા-ધોરણોને વધુ વ્યાપક બનાવવાની અને તમામ દર્દીઓને TJM2 અથવા તો દવાના 6 મિલિગ્રામના ડોઝ આપવાની બાબતને સમાવી લેવામાં આવી હતી.
I-Mab કંપનીના સ્થાપક અને માનદ ચેરમેન તથા ડાયરેક્ટર અને એમ.ડી, પીએચડી થયેલા ડો. ઝીંગ વુ ઝેંગે કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે બાયોટેકનોલોજીના ક્ષેત્રે નાવિન્યપૂર્ણ ગણાતી I-Mab કંપનીની એ જવાબદારી છે કે તે વિશ્વમાં હાલ સર્જાયેલી આરોગ્યની કટોકટીના સત્વરે ઉકેલ માટે મદદરૂપ બને. જ્યારથી આ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારથી તબીબી ક્ષેત્રની તાત્કાલિક જરૂરિયાતનાં સંદર્ભે TJM2 ને સૌથી વધુ પ્રાધાન્ય આપવા અમે કામે લાગી ગયા છીએ. એક વાત તદ્દન સ્પષ્ટ છે કે અમારા સંશોધનની આશા અને અપેક્ષા તથા તર્કને GM-CSF પ્રતિરોધક રક્તકણોના અન્ય સંસોધનનાં જે પ્રાથમિક અને પ્રોત્સાહિત પૂરાવા મળ્યા છે તેનું સમર્થન મળ્યું છે.
WHO ની માહિતી અનુસાર 26 મે, 2020 સુધીમાં વિશ્વભરમાં કોવિડ-19ના 54,04,512 કન્ફર્મ કેસ નોંધાયા હતા અને 3,43,514 લોકોના મોત થયાં હતા. હાલ સારવાર લઇ રહેલાં તમામ દર્દીઓ પૈકી 20 ટકા દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે.
TJM2 વિશે
TJM2 એ માનવીના GM-CSF વિરુદ્ધ આંતરિક રીતે શોધાયેલો પ્રતિરોધક રક્તકણ છે. ઉલ્લેખનીય છે કે GM-CSF એક એવું મહત્વનું સાયટોકિન છે જે ગળામાં સોજા લાવી દેવામાં અને માનવીની આપોઆપ પેદા થતી રોગપ્રતિકારક શક્તિને ખતમ કરી દેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
TJM2 એ 2020ની સાલમાં ચીનમાં ક્નિલિકલ ટ્રાયલમાં પ્રવેશનાર પોતાની શ્રેણીનો પ્રથમ પ્રતિરોધક રક્તકણ ગણાય છે.