નવી દિલ્હીઃ હ્યુમન રાઇટ્સ વૉચે ભારતને સંશોધિત નાગરિકતા કાયદો તરત જ રદ કરવા માટે કહ્યું છે.
હ્યુમન રાઇટ્સ વૉચે કહ્યું કે, ભારતે તે સુનિશ્ચિત કરવું જોઇએ કે, તેના શરણ સંબંધી અથવા શર્ણાર્થી નીતિ ધર્મ અથવા કોઇ પણ આધાર પર ભેદભાવ કરનારી ન હોય તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોને અનુરૂપ હોય.
માનવ અધિકાર સંસ્થાના દક્ષિણ એશિયા ક્ષેત્રની નિર્દેશક મીનાક્ષી ગાંગુલીએ 82 પાનાનો રિપોર્ટ, "શૂટ ધ ટ્રેટર્સઃ ડિસ્ક્રિમિનેશન અગેંસ્ટ મુસ્લિમ્સ અંડર ઇન્ડિયાઝ ન્યૂ સિટિઝનશીપ પોલીસી"ને જાહેર કરતા કહ્યું કે, નવા સંશોધિત નાગરિક્તા કાયદો ભારતના આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે, જેને આધારે જાતિ, રંગ, વંશ, રાષ્ટ્ર વગેરેના આધાર પર નાગરિક્તા દેવાની મનાઇ કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કોવિડ 19 સામેનની લડાઇમાં એકજૂથ થવાની અપીલ કરી છે, પરંતુ ભેદભાવ તથા મુસ્લિમ વિરોધી હિંસા વિરુદ્ધી લડાઇ માટે એકજૂથતાનું અત્યાર સુધી આહ્વાન કર્યું નથી.
આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સરકારની નીતિઓએ ભીડ હિંસા અને પોલીસની નિષ્ક્રિયતાના દરવાજા ખોલ્યા જેથી દેશભરમાં મુસ્લિમ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો વચ્ચે ડર પેદા થયો છે.