પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં વિરોધીઓ દ્વારા આગચંપી આપ્યાની ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ સરકાર નાગરિકતા સુધારા અધિનિયમનો વિરોધ કરી રહી છે. આ સમગ્ર મુદ્દાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને મમતાએ કહ્યું કે, ભાજપ સરકાર રાજ્યોને બિલનું સમર્થન કરવા દબાણ ન કરી શકે. આ મુદ્દે વધુમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, તે કોઇ પણ સંજોગોમાં બિલને રાજ્યમાં પરવાનગી નહી આપે.
CM મમતા બેનર્જીએ આ મુદ્દાને લઇને અસમ અને પૂર્વોતરમાં થયેલા હિંસક પ્રદર્શન વચ્ચે કહ્યું કે, આ સમગ્ર આંદોલન વચ્ચે અને કાયદા વ્યવસ્થાની ખરાબી વચ્ચે ભાજપની કેન્દ્ર સરકાર જવાબદાર છે.
પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા. જ્યાં અનેક બસો અને રેલ્વે સ્ટેશન પરિસરને આગ ચાંપીની ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગના જિલ્લાઓ અને હાવડા (ગ્રામીણ વિસ્તાર)માંથી હિંસાનાં બનાવો બન્યા હતી.
આ દરમિયાન મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ હિંસક પ્રદર્શન અને તોડફોડ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રોષે ભરાયેલા વિરોધીઓએ જાહેર તેમજ ખાનગી બસો સહિત લગભગ 15 બસોને આગ ચાંપી હતી. તેઓએ નેશનલ હાઈવે -6 (મુંબઇ રોડ) અને નેશનલ હાઇવે-2 (દિલ્હી રોડ)થી કોલકાતાને જોડતા કોના એક્સપ્રેસ વે હાવડા પર ટ્રાફિક જામ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, નાગરિકતા સંસશોધન બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર થયા બાદ તેને મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જેનો અસમના કેટલાક જિલ્લાઓમાં ભારે માત્રામાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગુવાહાટીમાં આ વિરોધને પગલે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગ ચંપીઓ લગાવી ભારે માત્રામાં મિલ્કતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેના પગલે કર્ફ્યુ લાદી દેવાના આદેશ આપવામાં આવ્યા હતાં. આ વચ્ચે 48 કલાક સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.
આ વચ્ચે મળતી મહિતી મુજબ આસમના ગુવાહાટીમાં સવારના 9 થી 4 કલાક સુધીમાં કર્ફ્યુમાં પણ ઢીલ કરવામાં આવી હતી. જેને લઇને લોકોમાં મહદ અંશે રાહત મળી છે.
ગુવાહાટીમાં નાગરિકતા સંધોધન બિલને લઇને વિરોધ વકર્યો હતો. જેને લઇને રાજ્યમાં કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો હતો અને 48 કલાક માટે ઇન્ટરનેટ સેવાને પણ બંધ કરી હતી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ લોકોએ વિરોધ કર્યો હતો અને આક્રોશ સાથે આગ ચાંપી પણ કરી હતી.
અધિકારીઓનાં જણાવ્યા આનુસાર, મુસ્લિમ પ્રભાવિત મુર્શિદાબાદ (પશ્ચિમ બંગાળ)માં રેલવે સ્ટેશનમાં તથા ટોલ પ્લાઝામાં આગ ચાંપવાની ઘટના બની હતી. આસામના ડિબ્રુગઢ અને ગુવાહાટીમાં કલાકો સુધી અનિશ્ચિત કર્ફ્યુ હટાવાયો હતો. આ સ્થળો નાગરિકતા સંશોધન બિલનાં વિરોધનું કેન્દ્ર છે.
મેઘાલયની રાજધાની શિલોગમાં કર્ફ્યું હટાવાયો.
આસામમાં નાગરિકતા સંશોધન બિલનાં વિરોધમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, ટેન્કરને આગ ચાંપી દેતાં તેનો ડ્રાઇવર ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર અર્થે ખાનગી નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં શનિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. જે બદલ શનિવારે ગુવાહાટી બંધ રહ્યું હતું.
સોમવારે ગુવાહાટીમાં ચાલતા વિરોધ પ્રદર્શનમાં બે અન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
આસામનાં સરકારી કર્મચારીઓ નાગરિકતા સંશોધન બિલનાં વિરાધમાં 18 ડિસેમ્બરે હડતાળ પર રહેશે.
16 ડિસેમ્બરેના રોજ આસામમાં ઈંટરનેટ સુવિધા બની રાખવામાં આવશે.
આ કાયદાના વિરોધના કારણે ભારતનો ઈશાન ખુણો શળગી રહ્યો છે, કારણ કે ત્યાંનાં લોકોને ડર છે કે, આ બિલ પાસ થવાથી ઘૂસણખોરીમાં વધારો થઈ શકે છે. તે જ સમયે, દેશભરના મુસ્લિમોને ડર છે કે, આ પગલું રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણનું પહેલું પગલું હોઈ શકે છે.