ન્યૂઝ ડેસ્ક : રોગચાળા વિશે મજબૂત સંકેતો અને ચેતવણીઓ છતાં, અમેરિકા રોગના ફેલાવાનું નિયંત્રણ ન કરી શક્યું. વિશ્લેષકો માને છે કે, આવા દારુણ પ્રદર્શન પાછળનાં કારણો આર્થિક સુસ્તી વિશેનો ભય, આરોગ્ય કાળજી પ્રણાલી વિશે અતિવિશ્વાસ, સાવધાનીનાં પગલાંની બેદરકારી અને તેનો અભાવ છે.
પોતાને યુદ્ધસમયના પ્રમુખ તરીકે વર્ણવનાર ટ્રમ્પે રોગચાળાના પ્રારંભિક દિવસોમાં વૈજ્ઞાનિક પુરાવાઓ અને હકીકતોની અવગણના કરી. તેમનાં સુસ્ત પગલાંઓએ અમેરિકાને ભારે કટોકટીમાં મૂકી દીધું. ઘણાં સમૃદ્ધ અને ખૂબ જ આધુનિક રાષ્ટ્રો પણ આ ચેપના કારણે લથડિયાં ખાઈ રહ્યાં છે.
અમેરિકા, ઈટાલી, સ્પેન અને ફ્રાન્સને સૌથી વધુ અસર થઈ છે. વિશ્લેષકો કહે છે કે, અમેરિકાના ઉત્ક્રમમાં ઢીલાશ, ટેસ્ટિંગ કિટ અને સાધનની અછત, સંઘીય અને રાજ્ય સરકારો વચ્ચે સંકલનનો અભાવ મોટી સમસ્યાઓ બની ગઈ છે.
દક્ષિણ કોરિયાએ દર 10 લાખ લોકોએ 8 હજાર લોકોના ટેસ્ટ કર્યા હતા. જ્યારે અમેરિકાએ ગયા સપ્તાહના અંત સુધીમાં માત્ર 3300ના જ ટેસ્ટ કર્યા હતા. વાઇરસ સામે લડવા હજુ એક પણ રાષ્ટ્રવ્યાપિ નીતિ નથી. અમેરિકાનાં અનેક રાજ્યોએ હજુ પણ ઘર-વાસ જાહેર નથી કર્યો. વાઇરસનો પ્રકોપ અનિયંત્રિત ટોળાંઓના કારણે અત્યંત વધી ગયો. ફ્લૉરિડામાં માત્ર ગયા સપ્તાહે જ હજુ ઘર-વાસ અમલમાં આવ્યો.
મહામારીએ લોકોના જીવ લેવાનું શરૂ કર્યું ત્યાર પછી ટ્રમ્પ સરકારે યુદ્ધના ધોરણે અનેક પગલાંઓ લેવાનાં શરૂ કર્યાં. આર્થિક ઉત્તેજન પેકેજ જાહેર કરવા ઉપરાંત સરકારે માસ્ક, વેન્ટિલેટર અને ડ્રગ્ઝ અન્ય દેશો પાસેથી આયાત કરવાનું શરૂ કર્યું. સેનાને તૈનાત કરવામાં આવી. ન્યૂયૉર્ક જેવા વાઇરસના સૌથી સંભાવના સ્થળે 3 હજાર સૈનિક ડૉક્ટરોને મોકલવામાં આવ્યા. 18 રાજ્યોમાં 22 અસ્થાયી હૉસ્પિટલો બાંધવામાં આવી રહી છે. હૉસ્પિટલોએ ટેસ્ટિંગ વધારી દીધું છે. સરકાર કહે છે કે તેણે 1.17 કરોડ એન-95 માસ્ક, 2.65 કરોડ સર્જિકલ માસ્ક, 24 લાખ ચહેરાના માસ્ક,44 લાખ સર્જિકલ ગાઉન અને 2.26 કરોડ હાથનાં મોજાં સમગ્ર દેશમાં પૂરાં પાડ્યાં છે. આ જથ્થો 20 સૈનિક વિમાનો દ્વારા વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે 'હૂ'ને વાઇરસ વિશે ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે તેમ છતાં તેવી ટીકા છે કે, તેમણે તબીબી નિષ્ણાતોની વાત માની નથી. અમેરિકામાં પ્રથમ કૉવિડ-19નો કેસ 21 જાન્યુઆરીએ નોંધાયો હતો. ચીને વાઇરસના કેન્દ્ર એવા વુહાનને 23 જાન્યુઆરીએ લૉકડાઉન કરી દીધું હતું. બીજા દિવસે ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકામાં બધું નિયંત્રણમાં છે. 28 ફેબ્રુઆરીએ, અમેરિકામાં કૉવિડ-19થી પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. તે સામુદાયિક પ્રસરણનો કેસ હતો, તેથી મૃત્યુની ઘંટી વાગી.
આ જ સપ્તાહમાં, ટ્રમ્પે જાહેર કર્યું કે નવો કોરોના વાઇરસ ચમત્કારિક રીતે અદૃશ્ય થઈ જશે. 6 માર્ચે, લંડનની ઇમ્પિરિયલ કૉલેજની રોગચાળાના વિશેષજ્ઞોની એક ટીમે ચેતવણી આપી કે, જો અમેરિકાની સરકાર સમયસર પગલાં લેવામાં નિષ્ફળ જશે તો અમેરિકાની 81 ટકા વસતિને ચેપ લાગશે. તેમ છતાં પણ ટ્રમ્પે એવું કહેવાનું ચાલુ રાખ્યું કે દેશ સુરક્ષિત છે.
ટ્રમ્પના કાર્યદળના કોરોના વાઇરસ પ્રતિસાદ સંકલનકાર દેબોરાહ બર્ક્સે ૧૬ માર્ચે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, 10થી વધુ લોકોએ એક સ્થળે એકત્ર ન થવું જોઈએ. આ પત્રકાર મુલાકાતમાં તેમની બાજુમાં ઊભેલા ટ્રમ્પે તેમના મતનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, અમેરિાકનાં અનેક રાજ્યોમાં વાઇરસના કોઈ ચિહ્નો નથી. કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થતાં અને પછીના દિવસોમાં મૃત્યુમાં વધારો થતાં તેમણે જાહેર કર્યું કે, સરકાર વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરાવશે. તેમની તૈયારીના અભાવે ટેસ્ટિંગ કિટની અછત થઈ.
વર્ષ 2018માં, ટ્રમ્પે વૈશ્વિક આરોગ્ય સુરક્ષા અને સંરક્ષણ માટે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિદેશાલય (ડિરેક્ટોરેટ)ને વિસર્જિત કરી નાખ્યું. નિદેશાલયનું મિશન નવા રોગના પ્રકોપ સામે તૈયારી કરવા અમેરિકી સરકારની સત્તા અને સંસાધનોની અંદર શક્ય તમામ બાબતો કરવાનું હતું. જ્યારે ટ્રમ્પે નિદેશાલયને વિસર્જિત કરવી નાખવા નિર્ણય કર્યો ત્યારે અધિકારીઓને આઘાત લાગ્યો હતો.
જન આરોગ્ય આપાતકાલીન ભંડોળની રચના 1999માં કરવામાં આવી હતી. તે લાંબા સમયથી ખાલી છે. એક તબક્કે, સરકારે કહ્યું કે આ ભંડોળમાંથી તે રાજ્યોને દવાઓ નહીં પૂરી પાડી શકે. ટ્રમ્પે કોવિડ-19ને આરોગ્ય કટોકટી 13 માર્ચે જાહેર કરી તે પછી તેમણે રાજ્યોને તેમની પોતાની રીતે ડ્રગ્ઝ પ્રાપ્ત કરવા જણાવ્યું છે. ટ્રમ્પ સરકારે આ ભંડોળ અમેરિકાના આરોગ્ય અને માનવ સેવાઓના મંત્રાલયને આપી દીધું. આ પગલાંથી આપાતકાલીન ભંડોળનો હેતુ માર્યો જશે તેવી ટીકા પણ થઈ. અમેરિકાના અગ્રગણ્ય લોકો દ્વારા કરાયેલા કેટલાક ટ્વીટ નીચે આપવામાં આવ્યા છે:
આપણે અદૃશ્ય શત્રુ વિશે જાણી રહ્યા છીએ. તે કઠોર અને ચતુર છે, પરંતુ આપણે વધુ કઠોર અને ચતુર છે! - ડૉનાલ્ડ ટ્રમ્પ
આને અમેરિકામાં એક સદીમાં સૌથી ભયંકર જન આરોગ્ય આપત્તિ તરીકે ગણવામાં આવશે. આપત્તિનું મૂળ કારણ રોગ ક્યાં, કેવી રીતે અને ક્યારે ફેલાય છે તે સમજવાની તૈયારીનો અભાવ છે. - એરિક ટોપોલ, અમેરિકન કાર્ડિયૉલૉજિસ્ટ અને જિનેટિસિસ્ટ
જે દેશોએ ભય પામી લીધો અને ત્યાગ માટે તૈયારી કરી તેઓ ઓમાંથી ઓછા નુકસાન સાથે બહાર નીકળી ગયા. અમેરિકા આ સંદર્ભે નિષ્ફળ ગયું. અમેરિકા સરકારે પગલાં લેતાં પહેલાં મહામારીના 6-8 સપ્તાહ સુધી રાહ જોઈએ- જેરેમી કૉનિન્ડીક, સેન્ટર ફૉર ગ્લૉબલ ડેલપમેન્ટમાં વરિષ્ઠ નીતિ સભ્ય (ફૅલૉ)
ટ્રમ્પે તેમના કેટલાક અનુચરોને હવામાન પરિવર્તન વિશે સમજાવ્યા હતા. તેથી કોરોના વાઇરસનો ભય વધુ પડતો ફેલાવાયો છે તેવા કોઈ પણ સૂચનને તેઓ સ્વાભાવિક જ માને. - નાઓમી ઑરેસ્કેસ, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક ઇતિહાસકાર