ETV Bharat / bharat

વારંવાર ધોવાથી ડ્રાય થયેલા હાથની સંભાળ કેવી રીતે રાખશો - #WorldHealthDay

કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય નિષ્ણાંતો સતત વારવાર હાથ ધોવાને મહત્વ આપી રહ્યા છે કારણ કે કોરોના વાયરસના ચેપથી બચવા માટે અને તેને ફેલાતો રોકવા માટેનો હાથ સ્વચ્છ રાખવા એ શ્રેષ્ઠ ઉપાય છે.

dry hands
ડ્રાય થયેલા હાથ
author img

By

Published : Apr 7, 2020, 2:08 PM IST

ન્યૂઝડેસ્ક : પોતાના હાથને વારંવાર ધોવા અથવા આલ્કોહોલ બેઝ્ડ સેનેસાઇઝર વડે સેનેટાઈઝ કરવા એ કોરોના વાયરસના ચેપથી બચવા માટેનો અને તેને આગળ વધતો અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) તેમજ આરોગ્યના નીષ્ણાંતો કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે હાથ ધોવાને સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે.

CDC ની ગાઇડલાઈનમાં પણ લોકોને તેમના હાથમાંથી ગંદકી અને કીટણુને દુર કરવા માટે વીસ સેક્ન્ડ સુધી સારી રીતે હાથ ધોવાનું કહેવામાં આવ્યુ છે. ચેપથી બચવા માટેનું આ એક વિશ્વસનીય પગલુ છે.

લોકો ચેપથી બચવા માટે પોતાના હાથને વરંવાર ધોઈ રહ્યા છે એ સારી વાત છે પરંતુ વધુ પડતા હાથ ધોવાથી તમારા હાથ પર રહેલી કુદરતી ચીકાશ પણ દુર થાય છે જેના પરીણામે તમારા હાથ શુષ્ક થવાની શક્યતા રહે છે.

હાથ ધોવા માટે આલ્કોહોલ બેઝ્ડ સેનેટાઇઝરનો ઉપયોગ અથવા સાબુ અને પાણીનો ઉપયોગ કરવાથી હાથ સુકાઈ શકે છે.

વધુ પડતા હાથ ધોવાથી શા માટે હાથ ડ્રાઈ થઈ શકે છે?

સાબુ અને પાણી હાથમાંથી જર્મ્સ અને ગંદકી દુર કરે છે પરંતુ સાથે હાથમાં રહેલી કુદરતી ચીકાશને પણ ઓછી કરે છે જેથી હાથમાં ખંજવાળ આવવી, ચામડીમાં બળતરા થવી, લાલાશ થવી કે ચીરા પડવા જેવી સમસ્યા થઈ શકે છે.

CDCએ પોતાની ગાઇડલાઈનમાં કહ્યુ છે કે આલ્કોહોલ બેઝ્ડ સેનેટાઈઝરનો ઉપયોગ ત્યારે કરવો જ્યારે સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય.

CDCની ગાઇડલાઈન પ્રમાણે, સેનેટાઈઝર હાથ પરથી જર્મ્સને ઝડપથી દુર કરે છે. જો કે તે દરેક પ્રકારના જંતુઓનો નાશ કરતુ નથી અને માત્ર સાબુ અને પાણી જ ગંદકી, ધુળ-માટી અને ગ્રીસને સાફ કરી શકે છે.

હાથને શુષ્ક થતા અટકાવવા માટે શું કરવું જોઈએ?

હાથ પર રહેલા જંતુને દુર કરવા માટે ગુણવત્તાસભર અને સુગંધ રહિત સાબુનો ઉપયોગ કરો. હાથ ધોવા માટે ગરમ નહી પણ હુંફાળા પાણીનો ઉપયોગ કરો. હાથને ધોયા બાદ તેને હળવેથી ડ્રાય કરો. હાથને ધસીને સાફ કરવાથી હાથ પર બળતરા થઈ શકે છે. હાથને ડ્રાય કર્યા બાદ તેમાં રહેલા છીદ્રોને બંધ કરવા માટે તેના પર યોગ્ય માત્રામાં ક્રીમ લગાવો.

હાથ ધોયા બાદ ઓઇલ બેઝ્ડ ક્રીમ વધુ અસરકારક સાબીત થાય છે. રાત્રે સુતા પહેલા હાથ પર ઓઈલ બેઝ્ડ મોઇસ્ચરાઈઝરનુ એક સ્તર બનાવો અને હાથને કોટન મોજા વડે કવર કરો જેથી હાથમા મોઇસ્ચરાઇઝર જલ્દીથી શોષાઈ શકે. આ રીતે તમારા હાથ પરના છીદ્રોને સીલ કરી શકાશે.

કેટલાક ‘ડુ ઇટ યોરસેલ્ફ’ પણ અજમાવી જુઓ!

કોરોન્ટાઇનની હકારાત્મક બાજુ એ છે કે આપણને પોતાનુ ધ્યાન રાખવોનો ઘણો સમય મળી રહ્યો છે. કેટલાક હેન્ડમાસ્ક પર હાથ અજમાવવાનો પણ આ યોગ્ય સમય છે. કેટલીક કુદરતી વસ્તુઓના ઉપયોગથી તમે હેન્ડમાસ્ક બનાવી શકો છો.

ઉદાહરણ તરીકે, એલો વેરા, મધ, નાળીયેરનું તેલ તેમજ તેમાં હળદર ઉમેંરો. આ દરેક વસ્તુ એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે. આ મીશ્રણને 15 મીનીટ સુધી હાથ પર રહેવો દો અને ત્યાર બાદ તેને સાબુ અને પાણી વડે ધોવો. આમ કરવાથી તમારા હાથ નરમ રહેશે.

યાદ રાખો, તકેદારી રાખવી એ જ એક માત્ર ઈલાજ છે. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષીત રહો અને સ્વચ્છતા રાખો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.