ન્યૂઝ ડેસ્કઃ જીવલેણ કોરોના વાઈરસને ડામવા માટે લોકો વ્યક્તિગત રીતે સજાગ થઈ રહ્યાં છે. તેઓ વાઈરસ સામે લડવા માટે રોગપ્રતિકારક વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે જોતા ડૉક્ટર્સ અને નિષ્ણાતોએ વ્યક્તિગત રીતે વાઈરસને હરાવવા માટેની માહિતી વિશે જણાવ્યું હતું.
હાલમાં યોગ્ય ખોરાક અને વિટામિન સપ્લિમેન્ટ્સ (અપૂર્ણતાના કિસ્સામાં) દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાથી વાયરસના હુમલા માટે લેવાના સલામતીનાં પગલાંની સૂચિમાં ઉમેરો થયો છે.
જાણીતા ન્યુટ્રિશનિસ્ટ અને વેલનેસ એડવાઇઝર ડૉ. લેહરી સુર્પાનેની જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. "આપણે જે ખાઈએ છીએ તે જ આપણા સમગ્ર આરોગ્યના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે."
આ કોરોના જેવા વાઇરસ ભેજવાળી સ્થિતિમાં જન્મ લે છે. જેથી નિયમિતપણે ઓછામાં ઓછા 15-30 સેકંડ સુધી હાથ ધોવાના રાખો, ગંદી સપાટીને સ્પર્શ ન કરવો અને પોતાની જાતને શક્ય એટલી સાફ રાખવી જરૂરી. જેથી આ વાઈરસના હુમલાથી બચી શકાય."
વ્યક્તિગત સ્વચ્છતાના ભાગ પર વધુ ચર્ચા કરતાં ડૉ. લેહરીએ કહ્યું હતું કે, "છીંક આવવાથી આ વાઈરસ સરળતાથી ફેલાઈ શકે છે. ખાસ કરીને જ્યારે લોકો હાથમાં છીંક લે છે અને અન્ય સપાટીઓને સ્પર્શ કરે છે. એટલે જ્યારે તમને છીંક આવે ત્યારે તમારા મોંને ઢાંકો અથવા તો નેપકિન્સનો કે હેન્કીનો ઉપયોગ કરો અથાવ તો કોણીના વળાંકના ભાગે છીંકવું, જે વધુ સલામત છે. તમારો ફ્લૂ ફેલાતો નથી અથવા વધુ ખરાબ થતો નથી."
રોગપ્રતિકારક શક્તિને વધારવા / સંતુલિત કરવા માટેના ખોરાક વિશે લેહરીએ જણાવ્યું હતું કે, “દાડમ, કસ્તુરી, તડબૂચ, કેરી, કઠોળ અને ભૂરા ચોખા જેવા રંગમાં તેજસ્વી ખોરાક પ્રતિરક્ષા વધારનારા ઘટકો છે. જેથી નિયમિત તમારા આહારમાં આનો વધારો કરો. જેથી પ્રતિરક્ષાના સારા સ્તરને જાળવવામાં મદદ કરી શકે છે.
નિયમિતપણે શરીરમાં વિટામિનના સ્તરની તપાસ કરવી અને ખાસ કરીને વિટામિનથી ભરપૂર ખોરાક (જો ઉણપ હોય તો) અને તે વિટામિનના સ્તરને વધારવા માટે પુરતો યોગ્ય ખોરોક લેવો. જેથી વ્યક્તિગત સ્વચ્છતા અને ખોરાક સારી રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
પૂરક ખોરાક માત્ર સંતુલનને જ ઉમેરી શકે છે, પરંતુ અચાનક પ્રતિરક્ષા વધારશે નહીં. સૂર્યપ્રકાશ પ્રતિકાર વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. જેથી સમયની આવશ્યકતા સાથે સૂર્યપ્રકાશ પણ લો. આમ, ડૉ લેહરીની જણાવેલી માહિતીની અનુસરીને તમે પોતાની જાતને વાઈરસથી બચાવવાનો પ્રયત્ન કરી શકો છો.