આ કાફલો શ્રીનગરના 27 કિલોમીટર પહેલા લેથપોરા પહોંચ્યો હતો, તે દરમિયાન તેમનો પીછો કરી રહેલી વિસ્ફોટકથી ભરેલી કારે કાફલાની પાંચમી બસમાં ડાબી તરફ ટક્કર મારી હતી. જેમાં બીજી બસને પણ નુકસાન પહોંચ્યું હતું. હાલમાં શહીદ જવાનોની સંખ્યાં 49 સુધી પહોંચી ગઈ છે, ઓછામાં ઓછા 12થી વધારે લોકો ઘાયલ થયા છે.
CRPFના એક જવાનના જણાવ્યાં અનુસાર આ ધમાકાએ બધાને ચોંકાવી દીધા હતાં.
એક અન્ય જવાનના જણાવ્યાં અનુસાર, અમને લોકોને વ્હોટ્સએપના માધ્યમથી વિસ્ફોટની માહિતી મળી હતી. બસની નીચે ઉતરતાની સાથે જ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અને જેમાં અમારા સાથી જવાનો કફોડી હાલતમાં જોવા મળ્યાં હતાં.
જે વિસ્ફોટક બાદ પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદે સંપૂર્ણ જવાબદારી લીધી હતી. તેઓએ જણાવ્યું કે, સ્થાનિક અદિલ અહમદ ડારે આ હુમલો કરાવ્યો હતોં. તેની સાથે આ સંગઠને એક વિડીયો પણ બહાર પાડ્યો હતોં.
આ હુમલાની તપાસ કરનારી એજન્સીના જણાવ્યાં અનુસાર પુલવામા હુમલામાં RDXનો પ્રયોગ અથવા બે વિસ્ફોટકોની સંભાવનાને નકાર્યું નથી.