ETV Bharat / bharat

દિકરીએ કર્યાં પ્રેમ લગ્ન, એક વર્ષ બાદ પરિવારે કરી નાંખી હત્યા...

રાજધાની દિલ્હી ઑનર કિલિંગ મુદ્દે ફરી એક વખત શર્મસાર થઇ છે. અહીંયા પોતાની દિકરીના લગ્નથી નારાજ પરિવારે દિકરીની હત્યા કરી છે. જેથી પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે.

murder
હત્યા
author img

By

Published : Feb 22, 2020, 3:01 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં દિકરીના લગ્નથી નારાજ પરિવારે દિકરીની હત્યા કરીને મૃતદેહ 80 કિ.મી દૂર નહેરમાં ફેંકી દીધો હતો. જેથી પોલીસ આરોપી પરિવારની ધરપકડ કરી લીધી છે.

3 વર્ષથી રિલેશનમાં

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક શીતલ ચૌધરી પોતાના પાડોસી અંકિત ભાટીને પ્રેમ કરતી હતી. બન્ને ગત 3 વર્ષથી રિલેશનમાં હતાં. ગત વર્ષે બન્નેએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

લગ્ન અંગેની જાણ પરિવારને થતાં પરિવારે શીતલને સમજાવવા પ્રયાસો કર્યા હતાં, પરંતુ શીતલ તેના નિર્ણય પર અડગ રહી હતી. જેથી પરિવારે 18 જાન્યુઆરી શીતલની હત્યા કરી હતી. મહત્વની વાત એ છે કે, હત્યા કર્યા બાદ પરિવારે મૃતદેહને 80 કિલોમીટર દૂર નહેરમાં ફેંકી દીધો હતો.

murder
આરોપી પરિવાર

પ્રેમીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

શીતલના પ્રેમી અંકિત ભાટ્ટીએ અશોક નગર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે પરિવાર સાથે પૂછપરછ કરી હતી. જેથી પરિવારે શીતલ સંબંધીના ઘરે ગઇ હોવાની માહિતી પોલીસને આપી હતી, પરંતુ પોલીસને સંબંધીના ઘરે પણ શીતલ મળી નહોતી.

કૉલ ડિટેલ દ્વારા થયો ખુલાસો

પોલીસની સઘન તપાસ બાદ પણ શીતલની માહિતી ન મળતાં, પોલીસે પરિવારની કૉલ ડિટેલ કઢાવી, ત્યારબાદ પરિવાર આશંકાના ઘેરામાં આવ્યો હતો અને આશંકાના આધારે પોલીસે ફરી પરિવારની પૂછપરછ કરી હતી.જેમમાં સમગ્ર વિગત સામે આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.