શ્રીનગરઃ કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને હિજબુલ પ્રમુખ રિયાઝ નાઇકૂ પોતાના પૈતૃક ગામ જમ્મુ અને કશ્મીરના પુલવામાં જિલ્લામાં બેગપોરમાં સુરક્ષા દળો વચ્ચે ઘેરાયો હતો. સુરક્ષા બળોએ તેને મારી મોટી સફળતા મેળવી છે.
8 જૂલાઇ, 2016ના રોજ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની ફાયરિંગમાં પોસ્ટર બોય અને કમાંડર બુરહાની વાની અને સબ્જાર બટની મોત બાદ નાઇકૂએ હિજબુલએ ભાર પોતાના પર લીધો હતો. નાઇકૂના માથા પર 12 લાખનું ઇનામ હતું.
આતંકી જાકિર મૂસાની હિજબુલથી અલગ થયા બાદ રિયાજ નાઇકૂએ હિજબુલની નેતુત્વ કર્યું હતું, અને તેનું સંચાલન કર્યું હતું. મૂસાએ હિજબુલથી અલગ થઇને એક નવું આતંકી સંગઠન ગજવાતુલ હિંદની સ્થાપના કરી હતી. મૂસાને સુરક્ષા દળોએ 23 માર્ચ 2019ના રોજ મોતને ઘાટ ઉતાર્યો હતો.
સુરક્ષા દળો દ્વારા પુરી રાત ચાલેલા આ ઓપરેશનની શરૂઆત મંગળવાર સાંજે થઇ હતી. જેમાં આતંકીના ગામ પૈતૃક ગામમાં મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે હિજબુલ મુજાહિદીનના મેઇન કમાન્ડરના તેના ગામ બેધપોરા આવવાની જાણકારી મળતા રાષ્ટીય રાઇફલ્સ, કેન્દ્રીય પોલીસ દળ અને સ્થાનિક પોલીસનું સ્પેશ્યલ ઓપરેશંસ ગ્રુપ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને ગામની બહાર જવાના દરેક માર્ગ સીલ કર્યા હતા. ગુલજારપોરા ગામને પણ આ ઘેરામાં લેવામાં આવ્યું હતું.