વિશ્વમાં હિન્દીનો વિકાસ કરવા અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દીનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે વિશ્વ હિન્દી સમ્મેલનની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રથમ વિશ્વ હિન્દી સમ્મેલન 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુરમાં આયોજીત કરવામાં આવ્યું હતું. તેથી જ આ દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- દેશ-દુનિયાના ઈતિહાસમાં 10 જાન્યુઆરીની તારીખે નોંધાયેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ નીચે મુજબ છે...
1616: બ્રિટિશ રાજદૂત સર થોમસ રોએ અજમેરમાં મુઘલ સમ્રાટ જહાંગીર સાથે મુલાકાત કરી.
1692: કોલકાત્તાના સ્થાપક જોબ કાર્નોકનું કોલકાત્તામાં અવસાન થયું.
1818: મરાઠા સૈન્ય અને બ્રિટીશ સૈન્ય વચ્ચે રામપુરા ખાતે ત્રીજી અને અંતિમ વખત યુદ્ધ થયું. આ યુદ્ધ મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે લડાયેલું આખરી અને નિર્ણાયક યુદ્ધ હતું. યુદ્ધના અંતે મોટાભાગનું ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કબ્જામાં જતું રહ્યું હતું. યુદ્ધની શરુઆત અંગ્રેજ સૈનિકો દ્વારા મરાઠા વિસ્તાર પર હુમલાથી થઈ હતી.
1940: ભારતીય પાશ્વ ગાયક અને શાસ્ત્રીય સંગીતકાર કે.જે. યેસુદાસનો જન્મ.
1946: લંડનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ બેઠકમાં 51 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. સંયુક્ત રાષ્ટ્રસંઘ એક (UN) આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, સામાજિક પ્રગતિ , માનવ અધિકારની દ્રષ્ટિએ સહકાર વધારવો અને વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. યુએનની સ્થાપના વિશ્વના દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરુ પાડવા માટે લીગ ઓફ નેશન્સના સ્થાને વર્ષ 1945માં બીજા વિશ્વ યુદ્ધ પછી કરવામાં આવી હતી. વર્ષ 1946માં લંડનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ બેઠકમાં 51 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો.
1972: પાકિસ્તાનની જેલમાં નવ મહિનાથી વધુ સમય સુધી કેદ રહ્યા બાદ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબ-ઉર-રહેમાન સ્વતંત્ર રાષ્ટ્ર બનેલા બાંગ્લાદેશ પરત પહોંચ્યા હતા.
1974: બોલીવૂડ અભિનેતા રિતિક રોશનનો જન્મ.
1987: સમગ્ર વિશ્વને પ્રદક્ષિણા કરવાનું પ્રથમ નૌકા અભિયાન મુંબઈમાં પૂર્ણ થયું.