મૃતકાંક 2.4 ટકા વધ્યો
વર્ષ 2017માં માર્ગ અકસ્માતોના દરની સરખામણી કરવામાં આવે તો, અકસ્માતોમાં 5 ટકાનો વધારો નોંધાયો છે જેમાંના લગભગ 2.5 ટકા મૃત્યુમાં પરિણમ્યાં છે. અકસ્માતોની રીતે, નીચેનાં રાજ્યો ભારતનાં ટોચનાં ત્રણ, અકસ્મતોની સંખ્યાની ટકાવારીની રીતે આવે છે.
-
તમિલનાડુ – 13.7 ટકા
-
મધ્ય પ્રદેશ – 11 ટકા
-
ઉત્તર પ્રદેશ– 9.1 ટકા
નીચેનાં રાજ્યો અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ઉચ્ચ ક્રમે આવે છે:
-
ઉત્તર પ્રદેશ – 22, 256
-
મહારાષ્ટ્ર – 13,261
-
તમિલનાડુ – 12,216
-
આંધ્ર પ્રદેશ – 7,556 અને
-
તેલંગાણા – 6,603
તેલુગુભાષી બંને રાજ્યોમાં કુલ મૃત્યુ આંક ચેતવણીજનક 14,159 છે જે ઉપરની યાદીમાં બીજા ક્રમે છે.
અત્યાર સુધીમાં લગભગ 97558 જીવ ગયા…
સરકાર ‘નજર હટી, દુર્ઘટના ઘટી’ જેવાં વિવિધ ચેતવણી સૂત્રો સમગ્ર રાષ્ટ્રમાં પ્રચારિત કરે છે તેમ છતાં, અવિચારી બેદરકારીથી ડ્રાઇવરો જે ઝડપી ગતિએ વાહન ચલાવે છે તેના કારણે અગણિત અકસ્માતો અને મૃત્યુ થાય છે. એક વર્ષમાં 64.4 ટકા એટલે કે લગભગ 97,558 લોકોનાં મૃત્યુ થયાં છે, તેમ માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કહે છે.
જો ઝડપી વાહન ચલાવવાનું કારણ બારીકાઈથી તપાસીએ તો, ખોટી દિશામાં વાહન ચલાવવાના કારણે, લગભગ 8,764 મૃત્યુ નોંધાયાં છે. ‘સેવ લાઇફ ફાઉન્ડેશન’ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ મુજબ, જ્યાં મૉટર વાહન સુધારા અધિનિયમનો અમલ થયો છે તેવા વિસ્તારોમાં પણ નોંધાયેલા અકસ્માતોની ઉચ્ચ સંખ્યા છે. સતત વધતા જતા માર્ગ અકસ્માતો અને તેના પરિણામે થતાં મૃત્યનો વધતો જતો આંક કાબૂમાં કરવામાં આ આપણી નિષ્ફળતા દર્શાવે છે. તેના લીધે મોટા ભાગના કુટુંબોને પારાવાર નુકસાન જાય છે.
વર્ષ 2020 સુધીમાં 50 લાખ જીવ બચાવવાના છે…
સંયુક્ત રાષ્ટ્રોએ વર્ષ 2011-2020ને માર્ગ સલામતી પ્રવૃત્તિઓની એક દાયકાની ઉજવણી તરીકે દરખાસ્ત કરતી વખતે રાષ્ટ્રોને અનુરોધ કર્યો હતો કે વર્ષ 2020 સુધીમાં 50 લાખ જીવ ઓછામાં ઓછા બચાવવાના છે. ભારત પણ આગળ આવ્યું હતું અને આ પહેલ હાથ ધરી હતી, પરંતુ તે કાર્યવાહીના સૌથી નીચલા સ્તરે અપેક્ષિત પરિણામો લાવવા મથી રહ્યું છે. દુર્ભાગ્યે ભારતમાં દર કલાકે 53 માર્ગ અકસ્માતો અને 17 મૃત્યુ થાય છે જે નિષ્ફળતાનું સચોટ ઉદાહરણ છે.
અકસ્માતોના ઉચ્ચ દરમાં ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું…
વર્ષ 2005માં, ભારતમાં માર્ગ અકસ્માતો 95,000 થયા હતા જ્યારે ચીનમાં લગભગ 99,000 થયા હતા. જોકે જેમજેમ વર્ષો પસાર થતાં ગયાં તેમતેમ ભારતમાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં વધારો જ થતો રહ્યો છે જ્યારે ચીન કડક અમલ કરીને ગતિની મર્યાદા લાવવા વિવિધ પગલાં લઈ રહ્યું છે જેના લીધે ચીનમાં અકસ્માતોની વાર્ષિક સંખ્યા ઘટી રહી છે.
ચીને વિક્રમ સર્જ્યો…
વર્ષ 2011 સુધીમાં ચીન 12 કરોડ જેટલાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યું હતું. આ વાહનોમાં ગતિની મર્યાદા હોય છે જેના કારણે ભારે ગતિ પર નિયંત્રણ કરી શકાય છે અને બાઇકરો તેમની બાઇક બેદરકારીથી ભારે ગતિએ ચલાવી શકતા નથી. આ રીતે, મૃત્યુ આંકમાં આપોઆપ નિયંત્રણ આવી ગયું. ગયા વર્ષે ચીનમાં માર્ગ અકસ્માતોના કારણે મૃત્યુ આંક ધરખમ રીતે 63,000 સુધી ઘટી ગયો..
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સૌથી વધુ વાહનોના ટ્રાફિકવાળો દેશ ગણાય છે, તે પણ વર્ષ 2017માં 36,560 મૃત્યુની સરખામણીએ અકસ્માતોના કારણે થતાં મૃત્યુનો દર 5 ટકા સુધી ઘટાડવામાં સફળ થયો છે. વાહનોના ટ્રાફિકમાં લાપરવાહીથી ડ્રાઇવિંગના કારણે નિર્દોષ અને પદયાત્રીઓના મૃત્યુ સહિતના બનાવોમાં હવે ઘટાડો થયો છે અને દેશમાં મૃત્યુ આંક ઘટ્યો છે. ભારતમાં આપણે હજુ આ વિકાસ જોવાનો બાકી છે. જો કે, સરેરાશ આપણે પ્રતિ દિવસ 62 પદયાત્રીઓ ગુમાવી રહ્યા છે જેના કારણે અધધ 84 ટકાનો વધારો લાપરવાહીથી વાહન ચલાવવાના કારણે થયો છે.
દેશમાં ૨ ટકાથી ઓછી લંબાઈવાળા રસ્તા પર 35.7 ટકા મૃત્યુ…
ભારતીય રાજમાર્ગો સપાટી પર 2 ટકા લંબાઈ ધરાવે છે અને અકસ્માતોના લીધે મૃત્યુ લગભગ 35.7 ટકા છે. ઉપરાંત 2.97 ટકા રાજ્યના રાજમાર્ગો પર 26.8 ટકા અકસ્માતો અને તેના પરિણામે મૃત્યુ થયાં છે. 45 ટકા મૃત્યુ માત્ર એ જ કારણે થયાં છે કે ડ્રાઇવરો સરકારો દ્વારા અપાતી કાયદાકીય ચેતવણીનું પાલન કરતા નથી. આંધ્ર પ્રદેશના એક જ રાજ્યમાં આવાં 1200 મૃત્યુ નોંધાયાં છે.
આંધ્ર પ્રદેશનો દર 31.8 ટકા છે જ્યારે તેલંગાણાનો 29.3 ટકા છે...
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં કેરળ આપણને 10.7 ટકા એવા મૃત્યુના સૌથી નીચા દરે આશ્ચર્ય આપે છે, જ્યારે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા અનુક્રમે 31.3 ટકા અને 29.3 ટકા દર ધરાવે છે. આમાંનાં મોટા ભાગનાં મૃત્યુ દારૂ પીને, મોબાઇલ પર વાત કરતાં કે અન્ય રીતે ધ્યાન ભટકતાં લાપરવાહીથી ડ્રાઇવિંગના કારણે થાય છે. એમાં કોઈ શંકા જ નથી કે અકસ્માતોના લીધે લગભગ 1,14,000 મૃત્યુ આવા લાપરવાહીથી વાહન ચલાવવાના કારણે થાય છે.
18-45 વર્ષના લોકો વાહનો ચલાવીને મૃત્યુ સર્જે છે!
દેશમાં મોટા ભાગના અકસ્માતો જે થાય છે તે 18થી 45 વર્ષના વય જૂથમાં ડ્રાઇવરો દ્વારા આવા બેફામ ડ્રાઇવિંગના એક માત્ર કારણથી થાય છે. આ લોકો લાખો કુટુંબના કમાનાર સભ્યો હોય છે. આ અકસ્માતોથી તેમના પરિવારો દેવાળિયા અને અત્યંત ગરીબીભર્યું જીવન જીવવા તરફ ધકેલી દે છે. તે દેશના જીડીપીમાં 3 ટકા ખોટની સાથે કોઈ રીતે સરખાવી શકાય તેમ નથી.
જો પ્રશાસનના નિયમો અને નિયંત્રણો કડક નહીં થાય અને નિયમ તોડનારાઓને વધુ દંડ અને સજા નહીં થાય તો એ સ્પષ્ટ છે કે દેશની વસતિ વિકાસના સલામત રાજમાર્ગ પર નહીં રહી શકે..