ભાજપે આ સીટ પરથી ભોજપુરી કલાકાર રવિ કિશનને મેદાનમાં ઉતાર્યા છે ત્યારથી તેઓ ખૂબ ચર્ચાઓમાં આવી રહ્યા છે, પ્રચારમાં પણ તેઓ મોદી અને યોગીના ગુણગાન ગાતા થાકતા નથી. અહીં આ સીટ પર ગઠબંધન ઉમેદવાર ભુઆલ નિષાદને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે પણ અહીં મધૂસુદન તિવારીને ટક્કર આપવા સામે ઉતાર્યા છે.
2014 ભાજપ તથા પેટાચૂંટણીમાં સપાની જીત થઈ હતી. 2014માં આ સીટ પર યોગીને 539127 મત મળ્યા હતાં. તો બીજા નંબરે સપા ઉમેદવાર રહ્યા હતાં. ત્રીજા નંબરે બસપા ઉમેદવાર હતા.
ગોરખપુર લોકસભામાં સીટ પર કુલ મતદારોની સંખ્યા 1903988 છે જેમાં 1055209 પુરુષ મતદાતા તથા 848621 મહિલા મતદારો છે. આ સીટ પર નિષાદ મતદાતાઓનો ખાસ્સો પ્રભાવ છે. તો વળી યાદવ અને દલિત મતદારોની પણ સારી એવી સંખ્યા છે.સપા બસપા ગઠબંધનને કારણે ફરી એક વાર આ સીટ પર ભાજપ માટે અઘરુ સાબિત થતું દેખાઈ રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, ગોરખપુર સીટ પર લોકસભા ચૂંટણી 2019માં સાતમા તબક્કામાં મતદાન થવાનું છે.