ઝારખંડના મુખ્ય સચિવ ડી.કે. તિવારી ગુરૂવારે રાજ્યના ભાવિ મુખ્યપ્રધાન હેમંત સોરેનને મળ્યા હતા. તિવારીએ રાંચીના કાંકે રોડ ખાતે સોરેનના નિવાસ સ્થાનની મુલાકાત લીધા બાદ સોરેનને મુખ્યપ્રધાન પદના શપથ લેવાનું આમંત્રણ આપ્યું હતું. આ ઔપચારિક મુલાકાત બાદ તિવારીએ જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરે બપોરે 2:00 કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. તે જ પ્રોટોકોલ હેઠળ ગુરૂવારે સાંજે સોરેનને મળવા આવ્યા હતા.
તેમણે કહ્યું કે, સોરેન ઉપરાંત તેમના પરિવારને પણ આમંત્રણ આપ્યું છે. આ સાથે જેમ-જેમ કેબિનેટનું ચિત્ર સ્પષ્ટ થશે તેમ-તેમ પ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ તે જ દિવસે પ્રધાનમંડળની બેઠક પણ યોજાશે. આ બેઠકનો સમય પછી નક્કી કરવામાં આવશે.
તે જ સમયે સરયૂ રાય દ્વારા જે ખાતાકીય ફાઇલોના વિનાશ અંગે પત્ર લખવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં મુખ્ય સચિવે કહ્યું કે, ગૃહ સચિવને આ સંદર્ભે સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ગૃહ સચિવ અને વિભાગના મુખ્ય સચિવને પણ સૂચના આપવામાં આવી હતી. આ સંદર્ભમાં ADG રેન્કના અધિકારીએ કેસની તપાસ કરી છે અને તેવું કંઇ જ મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, 29 તારીખે હેમંત સોરેન રાજ્યના 11મા મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.