બિહાર રાજ્યમાં શુક્રવાર રાતથી જ અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. વર્ષો બાદ બિહારમાં આવી હાલત થઈ છે. સતત થઈ રહેલા વરસાદે 1975 જેવી પરિસ્થિતી ઉતપન્ન કરી દીધી છે. હવામાન વિભાગે 14 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પટનાનો સમાવેશ કરવામાં આવ્યો નહોંતો, પરંતુ શુક્રવારની રાતથી વરસાદે આફત વરસાવવાનું શરુ કર્યુ છે.
![પટનામાં વરસાદી કહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4589993_people.jpg)
![પટનામાં વરસાદી કહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4589993_gandhimaidannn.jpg)
![પટનામાં વરસાદી કહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4589993_gandhimaidan.jpg)
![પટનામાં વરસાદી કહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4589993_tracks.jpg)
બિહારનાં વરસાદને કારણે કટોકટી જેવી હાલત
છેલ્લા 72 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. બધા જ લોકો વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. નીચેના વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલથી લઈ રેલવે લાઈનમાં પણ ભારી ભરાયા છે. પટના જંકશનના બધા જ ટ્રેક્સ પણ પાણીમાં ગરકાવ થયા છે.
બીજીતરફ ઉત્તરભારતના અન્ય રાજ્યો પણ વરસાદી કહેરમાં સપડાયા છે. ભારે વરસાદના કારણે યુપીમાં પણ અનેક જગ્યાએ પૂરના દ્રશ્યો સર્જાયા છે.