ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ પર પટિયાલા કોર્ટમાં આજે સુનાવણી

નિર્ભયાના દોષિતોની વિરૂદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટ સોમવારે એટલે આજે સુનાવણી હાથ ધરશે.

author img

By

Published : Feb 17, 2020, 10:21 AM IST

Patiala House Court
નિર્ભયના આરોપીઓના સમાચાર

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિયો વિરૂદ્ધ નવા ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. છેલ્લી સુનાવણીમાં તિહાડ જેલ ઓથોરિટીએ કહ્યું હતું કે, પવનને કોઈ વકીલ નથી જોઈતો. દોષિત પવન ગુપ્તાએ સરકારી વકીલ લેવાની ના પાડી દીધી હતી. તિહાડ જેલ પ્રશાસને કહ્યું હતું કે, જેથી નવું ડેથ વોરંટ જાહેર કરી શકાય છે.

ખરેખર, નિર્ભયાના માતા-પિતાએ આ અરજી દાખલ કરી છે, જેના આધારે કોર્ટે મંગળવારે આરોપીઓને નોટિસ ફટકારી હતી અને બુધવાર સુધી તેનો જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે, નિર્ભયાના દોષીઓને કાયદાકીય વિકલ્પ લેવા માટે આપવામાં આવેલી 1 અઠવાડિયાની સમયમર્યાદા સમાપ્ત થયા પછી સુપ્રીમ કોર્ટે, નવું ડેથ વોરંટ જાહેર કરવા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરવાની તિહાડ જેલ ઓથોરિટીને મંજૂરી આપી હતી. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર ચારેય દોષીઓને નોટિસ પણ ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.