નવી દિલ્હીઃ દિલ્હીની ગંગારામ હોસ્પિટલ વિરુદ્ધ કોરોનાને લઇને સરકારી ગાઇડલાઈન્સનો ભંગ કરવા તેમજ હોસ્પિટલ બેડના કાળાબજાર કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.
આ અંગે હાઈકોર્ટે ગત 22 જૂને તપાસ પર સ્ટે મુકવાનો આદેશ આપ્યો હતો. 15 જૂને કોર્ટે આ મામલે દિલ્હી સરકારને નોટિસ ફટકારી હતી. સુનાવણી દરમિયાન હોસ્પિટલ તરફથી વકીલે જણાવ્યું કે આ FIRની વિગતો ભ્રમિત કરનારી છે અને ક્યાંય એવો ખુલાસો કરવામાં નથી આવ્યો કે કોરોના સારવારને લઈને બેદરકારી તેમજ હોસ્પિટલ દ્વારા ભારતીય દંડ સંહિતાની ધારા 188નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય.
આ હોસ્પિટલ પર બેડના કાળાબજાર કરવાનો આરોપ છે. તેમજ કોરોના ટેસ્ટિંગ માટે તેઓ RT PCR એપનો પણ ઉપયોગ કરતા નથી તેમ જણાવવામાં આવ્યું છે. જરૂરીયાતમંદ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને તેમને સારવાર અંગેની યોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થતી નથી.