રાયપુરઃ છત્તીગઢ સરકાર કોરોના વાઇરસ સંક્રમિતોની ઓળખ માટે જલ્દી જ દક્ષિણ કોરિયાની કંપની પાસેથી 75 હજાર રેપિડ ટેસ્ટ કિટ ખરીદશે.
રાજ્યના સ્વાસ્થય પ્રધાન ટીએસ સિંહદેવે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ભારતમાં સ્થિત એક દક્ષિણ કોરિયાઇ કંપની પાસેથી 337 રુપિયા પ્રતિ કિટ મુલ્ય પર 75 હજાર ઉચ્ચ ગુણવત્તાવાળી રેપિડ ટેસ્ટ કિટ ખરીદવા જઇ રહ્યા છીએ. જેની કિંમત પુરા ભારતમાં સૌથી ઓછી છે.
તેમણે જણાવ્યું કે, દક્ષિણ કોરિયાની કંપનીએ વિશ્વાસ આપ્યો છે કે, તે નિશ્ચિત સમયમાં 75 હજાર કિટ ઉપલબ્ધ કરાવશે
સ્વાસ્થય પ્રધાને કહ્યું કે, ટેન્ડરની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ થઇ છે. આ વિષયને લઇને દક્ષિણ કોરિયા અને ભારતના રાજદૂતોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. તેઓ સતત સંપર્કમાં હતા અને સારી વાત એ છે કે, દક્ષિણ કોરિયાની કંપની જે ભારતમાં આ કિટનું નિર્માણ કરી રહી છે, તે ન્યૂનતમ દરમાં સપ્લાઇ કરવા માટે આગળ આવી છે.
આ સાથે જ સિંહદેવે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ 19ના નિયંત્રણ અને સારવાર માટે સ્વાસ્થય વિભાગે તૈયારી વધારી છે. રાજ્યના અલગ-અલગ હોસ્પિટલોમાં માત્ર કોરોના વાઇરસથી સંક્રમિતોની સારવાર માટે 5 હજાર 666 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના કોરબા જિલ્લાના કટધોરા શહેર કોરોના વાઇરસ સંક્રમણનું હૉટસ્પોટ બન્યું છે. આ શહેરથી અત્યાર સુધીમાં 27 લોકોમાં કોરોના વાઇરસની પુષ્ટિ થઇ છે.