ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ સરકારમાં આરોગ્યપ્રધાન જય પ્રતાપસિંહે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ પછી રિપોર્ટમાં સામે આવ્યું કે, તેઓ કોરોના પોઝિટિવ છે. તે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. જેથી સમયસર કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકાવી શકાય. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત વિસ્તારને સ્વચ્છ બનાવવાના આદેશો આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના આરોગ્યપ્રધાન જય પ્રતાપસિંહને પીજીઆઈમાં ભરતી કરી શકે છે અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય પ્રધાન જયપ્રતાપ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમના કેસ હિસ્ટ્રી વિશેની માહિતી પણ લેવામાં આવી રહી છે. જેથી તે જાણી શકાય કે, સંક્રમણ તેમના સુધી કેવી રીતે પહોંચ્યું, તેની સાથે સંબંધિત બધી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જેથી સમયસર સંક્રમણને અટકાવવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.