હંગરીમાં વડાપ્રધાને જણાવ્યું કે આ ઓફર પછી દેશમા ઘટતી વસ્તી પર બ્રેક લાગી શકે છે. તેઓનું કહેવુ છે કે જે પરિવાર પાસે એકથી વધારે બાળકો હશે. તેને નાણાકીય મદદ કરવામાં આવશે. સરકારે તેઓને સબસીડી પણ જાહેર કરી શકે છે.
મહત્વનું છે કે હંગરીમાં હાલમાં એક મહિલા દીઠ 1.45 બાળકો છે. જેની યૂરોપીય દેશમાં સરેરાશ 1.58 છે. 40થી ઓછી ઉંમરની મહિલા લગ્ન કરે, તો સરકાર તેને 27 હજાર પાઉન્ડની આર્થિક મદદ કરશે. તેના પર નામ માત્રનું વ્યાજ વસુલવામાં આવશે. તેવી મહિલાઓ જો મોટી ગાડીઓ ખરીદવા ઇચ્છતી હોય, તો તેને ઓછામાં ઓછા 7 હજાર પાઉંન્ડની સબસિડી આપવામાં આવશે.
હંગરીના PMને અપેક્ષા છે કે આ નવા આદેશની વસ્તીમાં વધારો આવશે.