- CBIની ટીમ પહોંચી અલીગઢ
- જે. એન. મેડિકલ કોલેજના ડૉક્ટર્સની થશે પૂછપરછ
- હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ અંતર્ગત કરાશે પૂછપરછ
- મેડિકલ કોલેજમાં પીડિતાની ચાલી રહી હતી સારવાર
અલીગઢઃ હાથરસ સામુહિક દુષ્કર્મ મામલે પાંચ સભ્યોની CBI ટીમ હવે અલીગઢની જે. એન. મેડિકલ કોલેજ પહોંચી છે. CBI ટીમ આજે જે. એન. મેડિકલ કોલેજના ડૉક્ટર્સની પૂછપરછ કરશે. ચંદપામાં ઘટના બાદ પીડિતાની સારવાર આ જ મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી. ત્યારબાદ પીડિતાની હાલત બગડવાથી દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સામુહિક દુષ્કર્મ મામલામાં અલીગઢ જિલ્લાની જેલમાં બંધ ચારેય આરોપીઓથી પણ CBI પૂછપરછ કરી શકે છે.
ફોરેન્સિક તપાસ પર સંપૂર્ણ નજર રહેશે...
અત્યાર સુધી CBI ટીમ હાથરસમાં તપાસ માટેના તથ્યો એકત્રિત કરી રહી હતી. હવે CBI ટીમ અલીગઢની મેડિકલ કોલેજ પહોંચી છે. અહીં પીડિતાના મેડિકો લીગલ અને ફોરેન્સિક તપાસ પર સંપૂર્ણ નજર રાખવામાં આવશે. પીડિતાની મેડિકલ હિસ્ટ્રીના દસ્તાવેજોને પણ ચકાસવામાં આવશે.